ETV Bharat / state

Suicide case Surat: સુરતમાં 15 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત, આપઘાતને લઈને પરિવારમાં થઇ છુટાહાથની મારામારી

author img

By

Published : Jan 28, 2023, 9:04 AM IST

સુરતમાં 15 વર્ષીય કિશોરીએ આત્મહત્યા (Suicide case Surat) કરી હોવાનું સામે આવ્યું છે. કિશોરીની આત્મહત્યા બાદ પરિવારમાં થઇ છુટાહાથની મારામારી થઈ હતી. કિશોરીએ કયાં કારણોસર આત્મહત્યા કરી લીધી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. (A 15 year old girl committed suicide in Surat)

Suicide case Surat: સુરતમાં 15 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યો, આપઘાતને લઈને પરિવારમાં થઇ છુટાહાથની મારામારી
Suicide case Surat: સુરતમાં 15 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યો, આપઘાતને લઈને પરિવારમાં થઇ છુટાહાથની મારામારી

Suicide case Surat: સુરતમાં 15 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યો, આપઘાતને લઈને પરિવારમાં થઇ છુટાહાથની મારામારી

સુરત: સુરતમાં 15 વર્ષીય કિશોરીએ કોઈ કારણોસર પોતાના જ ઘરમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. હાલ આ મામલે ઉધના પોલીસે આત્મહત્યાનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજૂ નાની ઉંમરના બાળકોમાં આત્મહત્યાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે એ પણ ચિંતાનો વિષય કહી શકાય.

આપઘાતનો ગુન્હો: સુરતમાં રહેતી 15 વર્ષીય કિશોરીએ પોતાના ઘરમાં કોઈ કારણોસર આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી બોડી કબજે લઇ આત્મહત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Surat Crime : કંપનીની સિસ્ટમ હેક કરી ઓર્ડરની એન્ટ્રી ઉભી કરનાર ભેજાબાજોની ધરપકડ

માતાએ બુમાબુમ: માતાએ જોતાની સાથે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. કિશોરીને તાત્કાલિક નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર પ્રિયંકા એ જોઈ તપાસી કિશોરીને મૃત જાહેર કરી હતો.તે સાથે જ હોસ્પિટલ દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

છૂટા હાથની મારામારી: પોલીસે બોડીને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, પરંતુ ત્યાંજ મૃતકના પરિવારો દ્વારા અંદરોઅંદર છૂટા હાથની મારામારી થતા મામલો ગરમાંયો હતો. ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચી મામલો થાળે પડ્યો હતો.

આ પણ વાંચો Surat Crime News : સલાહ આપવી કમ્પાઉન્ડરને ભારે પડી, સીસીટીવીમાં ઝીલાયાં મારના દ્રશ્યો

હત્યાનો આક્ષેપ: આ મામલામાં મૃતકના માતા-પિતા એક વર્ષથી કોઈ કારણોસર અલગ-અલગ રહેતા હતા, પરંતુ આ ઘટના બનવાથી મૃતકના પિતાના પરિવાર દ્વારા તેની માતા ઉપર હત્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. જેને લઈને પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ છુટાહાથની મારામારી થઈ હોય તેમ કહી શકાય છે. હાલ તો આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. હાલ તો પોલીસે પરિવારના લોકોને શાંત રાખી મામલો થાળે પાડ્યો છે. હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.