ETV Bharat / state

કોરોનાને કારણે ઊંધિયાના ઓર્ડરમાં 60 ટકા ઘટાડો

author img

By

Published : Jan 14, 2021, 1:23 PM IST

કોરોનાને કારણે ઊંધિયાના ઓર્ડરમાં 60 ટકા ઘટાડો
કોરોનાને કારણે ઊંધિયાના ઓર્ડરમાં 60 ટકા ઘટાડો

કોરોનાને કારણે ઊંધિયાના ઓર્ડરમાં 60 ટકા ઘટાડો થયો છે. ગુજરાતીઓ માટે અતિ પ્રિય તહેવાર કહી શકાય એ તહેવાર એટલે ઉત્તરાયણ છે. આખા વર્ષ આ પર્વની રાહ જોવાય છે. માત્ર પતંગ ચગાવવા માટે નહીં પરંતુ સ્વાદિષ્ટ ઊંધિયું ખાવા માટે પણ આ પર્વ ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ આ વખતે કોરોના ને લીધે ઉત્તરાયણના દિવસે જે ઊંધિયું લોકો ખરીદતા હતા. તેના વેચાણમાં 60 ટકા જેટલા ઘટાડો થયો છે.

  • લોકો પતંગ ચગાવવાની સાથે મજા માણે છે ઊંધિયાની
  • આ વર્ષ ઊંધિયાના ઓર્ડરમાં 60 ટકાનો ઘટાડો
  • આ વર્ષ 280 રૂપિયા પ્રતિ કિલો મળી રહેશે

સુરત : ઉત્તરાયણમાં દર વર્ષે સુરતીઓ હજારો કિલો ઊંધિયુ ઝપટી જતા હોય છે. ખાસ લીજજતદાર અને સ્વાદિષ્ટ ઊંધિયુ ખાવા માટે સુરતીઓ આખા વર્ષની રાહ જોતા હોય છે. દોઢ સો વર્ષ જૂની આ પરંપરા છે કે, ઉત્તરાયણના પર્વના દિવસે લોકો પતંગ ચગાવવાની સાથે આ સ્વાદિષ્ટ ઊંધિયાની મજા માણતા હોય છે. પરંતુ આ વખતે કોરોના કાળના કારણે આ ખાસ ઊંધિયાની ડિમાન્ડમાં ભારે અછત જોવા મળી રહી છે. આ વખતે ઊંધિયા બનાવનાર વિક્રેતાઓ પાસે માત્ર 50 ટકા જેટલા જ ઓર્ડર આવ્યા હોવાની જાણકારી મળી છે.

કોરોનાને કારણે ઊંધિયાના ઓર્ડરમાં 60 ટકા ઘટાડો
આ વર્ષે લોકોને ઊંધિયા 280 રૂપિયા પ્રતિ કિલો મળી રહેશે

ઉત્તરાયણ પર્વ પહેલાથી જ ઊંધિયાનો ઓર્ડર લોકો આપી દેતા હોય છે. જેથી સમયસર પતંગ ચગાવવાની સાથે તેની મજા માણી શકે. પરંતુ આ વખતે ઊંધિયા વિક્રેતાઓને એડવાન્સ ઓર્ડર દર વર્ષની કરતા ઓછો મળ્યા છે. બીજી બાજુ ખાસ શાકભાજી અને તેલના ભાવમાં વધારો થતાં આ વર્ષે વિક્રેતાઓ દ્વારા ઊંધિયાના ભાવમાં વધારો પણ કરવામાં આવ્યો છે. આ વર્ષે લોકોને ઊંધિયા 280 રૂપિયા પ્રતિ કિલો મળી રહેશે. નેચરલ ઇન્ગ્રીડિઅન્ટસ અને શાકભાજી તળીને તૈયાર કરવામાં આવેલું ઊંધિયું 12 કલાક સારું રહેતા બહારગામ જતા લોકોમાં તેની માંગ વધી છે.

આશરે 50 ટકા જેટલો ઓછો ઓર્ડર

21 વર્ષથી ઊંધીયુ બનાવનાર કમલેશ સાપરાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે આ વખતે જે ઓર્ડર દર વર્ષે મળતા હતા. તે આ વર્ષે આશરે 50 ટકા જેટલો ઓછો મળ્યા છે. દર વર્ષે 200 થી 215 કિલો જેટલુ ઊંધિયું બનાવીએ છીએ. પરંતુ આ વખતે 100 કે 115 કિલો જ બનશે. કતારગામની નાયલોન પાપડી, રતાળુ, રવૈયા, શક્કરિયા, બટાકા જેવા સાતથી આઠ પ્રકારના શાકભાજી તેમજ લીલું લસણ,કોથમીર પાલકનો રસ વગેરે સાથે ખાસ મસાલાથી તૈયાર થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.