ETV Bharat / state

બે અલગ-અલગ સ્થળેથી મળ્યા 3 મૃતદેહ, કબજો મેળવી તજવીજ હાથ ધરાઇ

author img

By

Published : Jun 24, 2021, 2:01 PM IST

કામરેજ તાલુકાના આંબોલી ગામેથી પસાર થતી તાપી નદીમાંથી એક મહિલા અને એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે કઠોર નજીક નદીમાંથી 4 થી 5 માસની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો મેળવી ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી.

બે અલગ-અલગ સ્થળેથી મળ્યા 3 મૃતદેહ, કબજો મેળવી તજવીજ હાથ ધરાઇ
બે અલગ-અલગ સ્થળેથી મળ્યા 3 મૃતદેહ, કબજો મેળવી તજવીજ હાથ ધરાઇ

  • કઠોર નજીકથી 4 થી 5 માસની બાળકીનો મૃતદેહ મળ્યો
  • માતા અને સંતાનોના મૃતદેહ હોવાનું અનુમાન
  • મહિલાએ સંતાનો સાથે આત્મહત્યા કરી હોવાની સંભાવના

સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામેથી પસાર થતી તાપી નદીમાંથી એકબીજાના હાથ બાંધેલી હાલતમાં એક મહિલા અને એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે થોડે દૂર કઠોર ગામની સીમમાંથી 4 થી 5 માસની બાળકીનો મળતા પોલીસે ત્રણેય મૃતદેહની ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે. નદીમાંથી મળી આવેલા ત્રણેય મૃતદેહ માતા અને સંતાનોના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ પાટણના Sidhdhi Sarovarમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો

કઠોર નજીક નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો

કઠોર નજીક નદીમાંથી 4 થી 5 માસની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો મેળવી ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી. માછીમારો તાપી નદીમાં માછીમારી કરી રહ્યા હતા, ત્યારે તેમને એક મહિલા અને એક કિશોરની મૃતદેહ નદીમાં દેખાય હતી. બંનેના હાથ એકબીજા સાથે બાંધેલા હતા. સ્થાનિકોએ મૃતદેહ જોતાં જ કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેની મૃતદેહનો કબજો લઈ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં ઓળખ માટે ફોટો અને વર્ણનના મેસેજ મોકલી આપ્યા છે. સાથે જ આજુ-બાજુના વિસ્તારોમાં બાળકો સાથે ગુમ હોય તેવી મહિલા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાં માતા-પુત્રી તણાયા : 8 વર્ષીય પુત્રીનું મૃત્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.