ETV Bharat / state

સુરત ગ્રામ્યમાં કોરાના વાઇરસના નવા 274 કેસ નોંધાયા, 288 થયા સ્વસ્થ

author img

By

Published : May 9, 2021, 10:34 PM IST

વધતા જતા કોરોના કહેર વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. ત્યારે સુરત ગ્રામ્યમાં આજે રવિવારે સરકારી ચોપડે વધુ નવા 274 કોરાના દર્દીઓ નોંધાયા છે. આ સાથે, વાઇરસના કારણે 5 દર્દીના મોત નિપજ્યા છે. આ ઉપરાંત, આજે વધુ 288 દર્દીઓ સ્વસ્થ થયા છે.

સુરત ગ્રામ્યમાં કોરાના વાઇરસના નવા 274 કેસ નોંધાયા, 288 થયા સ્વસ્થ
સુરત ગ્રામ્યમાં કોરાના વાઇરસના નવા 274 કેસ નોંધાયા, 288 થયા સ્વસ્થ

  • ગ્રામ્ય વિસ્તારમાં 274 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા
  • આજે વધુ 288 દર્દીઓએ કોરાનાને હરાવ્યો
  • કોરાના આજે વધુ 5 દર્દીને ભરખી ગયો

સુરત: ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 25-30 દિવસથી કોરાના વાઇરસ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. આથી, કોરાના વાઇરસનું દિવસેને દિવસે સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે, આજરોજ રવિવારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં વધુ 274 લોકો કોરાના વાઇરસની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, કોરાના વાઇરસે વધુ 5 લોકોના મોત લીધા છે. આમ, અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાઇરસના 27,676 પોઝિટિવ કેસ તેમજ મુત્યુઆંક 382 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: સુરતમાં 43 વર્ષીય કોરોના દર્દીની 40 દિવસની લાંબી સારવાર,13 દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ સાજા થયા

હાલ કોરાનાના 3344 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે આજે રવિવારે સારા સમાચાર સામે આવ્યા હતા. આજરોજ ગ્રામ્ય વિસ્તારમાં વધુ 288 લોકોએ કોરાનાને માત આપી હતી. આથી, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો સંપૂણ સ્વસ્થ થઈને ઘરે આવ્યા હતા. હાલ, 3344 દર્દીઓ હોસ્પિટલમાં કોરાના સામે સારવાર લઈ રહ્યા છે.

આ પણ વાંચો: સુરત ગ્રામીણ વિસ્તારમાં ઇન્જેક્શન અને વેક્સિનની અછત મામલે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.