ETV Bharat / state

Surat news: સુરતની 17 વર્ષીય શિહોરા જીશાએ દુબઈમાં કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું

author img

By

Published : May 7, 2023, 5:16 PM IST

17-year-old-shihora-jisha-from-surat-winning-gold-medal-in-karate-championship-in-dubai
17-year-old-shihora-jisha-from-surat-winning-gold-medal-in-karate-championship-in-dubai

દુબઈ ખાતે 30 એપ્રિલથી યોજાયેલ દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયન શિપ બુડોકેન કપ દુબઈ-2023 સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાંથી 600 થી વધુ કરાટે વિરવિરાંગનાઓ વચ્ચે યોજાઈ હતી. જેમાં સુરતની 17 વર્ષીય શિહોરા જીશાએ દુબઈમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ સાથે ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે.

સુરતની દીકરીએ દુબઈમાં ડંકો વગાડ્યો

સુરત: સુરતની 17 વર્ષીય શિહોરા જીશાએ દુબઈમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ સાથે ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે. દુબઈ ખાતે 30 એપ્રિલથી યોજાયેલ દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયન શિપ બુડોકેન કપ દુબઈ 2023 સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાંથી 600થી વધુ કરાટે વિર-વિરાંગનાઓ વચ્ચે યોજાઈ હતી. જીશાને નાનપણથી જ સ્પોર્ટ્સમાં એક્ટિવ રહેતી જીશાએ કરાટેમાં પોતાની કારકિર્દી બનવાનો વિચાર બનાવ્યો હતો.

કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો
કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો

કરાટેમાં ત્રીજો નંબર મેળવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો: ગોલ્ડ મેડલ જીતનાર શિહોરા જીશાએ જણાવ્યું હતું કે, સ્પર્ધામાં 600 લોકોએ ભાગ લીધો હતો. કરાટેમાં ત્રીજો નંબર મેળવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. કુમેટે ફાઇટમાં પેહલો નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ પરિણામ પાછળ તેને સતત પ્રેક્ટિસ કરી હતી. તે અભ્યાસ સાથે જ કરાટેની ટ્રેનિંગ કરતી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં પરિવાર સાથે 17 વર્ષીય શિહોરા જીશા રહે છે.

ઢોલ નગારા સાથે સ્વાગત
ઢોલ નગારા સાથે સ્વાગત

Sabarkatha news: ગુજરાતના છેવાડાના ગામની યુવતીની 'લાંબી છલાંગ', સિલ્વર મેડલ જીતીને વધાર્યું ગુજરાતનું ગૌરવ

Narmada News સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્કમાં નવું આકર્ષણ ઉમેરાયું, ટૂંકસમયમાં ખુલ્લું મૂકાશે

ઢોલ નગારા સાથે સ્વાગત: જીશા દુબઇથી સુરત પરત ફરી ત્યારે તેમના પરિવારજનો અને સોસાયટીના લોકોએ ફુલહાર મીઠાઈ અને ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું. પરિવારના લોકોએ તેમને કંધે બેસાવી સોસાયટીમાં ફેરવી પણ હતી. અંતે કેક કાપીને પરિવાર દ્વારા જીશાની આરતી ઉતારી પણ ઉતારવામાં આવી હતી.

સુરતથી છેક બારડોલી ટ્રેનિંગ માટે જતી: જીશાએ જણાવ્યું હતું કે, સ્પર્ધા પહેલા 1 મહિના સુધી આકરી ટ્રેનિંગ કરી હતી. સુરતથી છેક બારડોલી ટ્રેનિંગ માટે જતી હતી. પ્રેક્ટિસ હું એક જ ગર્લ હતી. બોયઝ વચ્ચે હું પ્રેક્ટિસ કરતી હતી. આ સફળતામાં પરિવાર, સ્કૂલ અને કોચે ખૂબ જ સપોર્ટ કર્યો છે. દરરોજ અપડાઉન કરવામાં પણ પરિવારે ખુબ સહકાર આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.