ETV Bharat / state

કોરોના દર્દીઓની સેવા માટે MBBS પોસ્ટ ગ્રેજ્યુએશનના 150 વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા

author img

By

Published : Aug 7, 2020, 12:52 AM IST

રાજય સ્તરીય ઉચ્ચ અધિકારીઓની ટીમના પ્રયાસથી કોરોના દર્દીઓને બહેતર સુવિધા મળી રહે તેવા પ્રયાસોમાં હવેથી વધુ 150 તબીબોની સેવાઓનો લાભ મળી રહેશે.

કોરોના દર્દીઓની સેવા માટે MBBS પોસ્ટ ગ્રેજ્યુએશનના 150 વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા
કોરોના દર્દીઓની સેવા માટે MBBS પોસ્ટ ગ્રેજ્યુએશનના 150 વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા

સુરત: કોરોના મહામારીમાં દર્દીઓની સેવામાં સુરત મેડીકલ કોલેજના MBBS પોસ્ટ ગ્રેજ્યુએટ 150 તબીબો સજ્જ બન્યા છે. ઈન્ટરશીપ પુર્ણ થયા બાદ કોરોના સંદર્ભે બે દિવસીય સધન તાલીમ બાદ તબીબી વિદ્યાર્થીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા પ્રતિજ્ઞાબધ્ધ બન્યા હોવાનું ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડો. ઋતંભરા મહેતાએ જણાવ્યું છે.

કોરોના દર્દીઓની સેવા માટે MBBS પોસ્ટ ગ્રેજ્યુએશનના 150 વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા

150 તબીબો જોડાવવાથી આરોગ્યની સારવાર સુવિધામાં વધારો થશે. દિવસ રાત દર્દીઓની સેવા કરતાં ડોક્ટરોને સહાયરૂપ થવાં અને વધતાં કેસોને પહોંચી વળવા 150 જેટલા MBBS ડોક્ટર્સ કોરોના વોરિયર્સ બની કોવિડ ડ્યૂટીમાં જોડાશે. બે દિવસની ઓરિએન્ટેશન ટ્રેનિંગમાં ઈન્ફેકશન પ્રિવેન્શન અને કંટ્રોલ, કાળજી અને કોરોનાથી પોતાની જાતને કેવી રીતે રક્ષણ કરવું તેની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સાથી તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીઓની સારવારમાં તમામ પ્રકારની સાવચેતી અંગે માહિતગાર કરાયા હતાં. PPPE કિટ પહેરતી વખતે એક બીજાને મદદરૂપ થઈ કોવિડ વોર્ડમાં જતાં પહેલાં “બડી ટેક્નિક”ને અપનાવે. બડી એટલે સાથી ડોક્ટર કે નર્સ PPE કીટ પહેરવામાં આ સાથી મિત્રની લેવામાં આવતી મદદને બડી ટેક્નિક કહેવાય છે. હેન્ડ હાઇઝિન અને સેલ્ફ હેલ્થ પણ જરૂરી છે.

તાલીમમાં ભાગ લઈ રહેલાં ઓપ્થેલ્મોલોજીસ્ટ ડૉ.શ્વેતાએ જણાવ્યું હતું કે, કોવિડ ફરજ દરમિયાન નર્વસ હતી, પરંતુ કોલેજના પ્રોફેસરો અને હોસ્પિટલ સ્ટાફનો ખૂબ જ સહકાર મળી રહ્યો છે. જેથી કોરોના સામે લડવા માટે મનોબળ મજબૂત બન્યું છે. અમે એક પરિવારની જેવાં જ માહોલમાં રહી સલાહ સૂચનો અને માર્ગદર્શન મેળવીએ છીએ. મનમાંથી કોરોનાનો ડર નીકળી ગયો છે. હું તાલીમ મેળવી કોરોના સંક્રમિત દર્દીઓની સેવા સારવાર કરવા તત્પર છું.

સાઈકિયાટ્રીસ્ટ રેસિડેન્ટ ડૉ.દર્શન ચૂડાસમાએ કહ્યું કે, કોરોના વાઇરસની હાલની સ્થિતિમાં લોકોને કોરોનાનો ભય વધારે ડરાવે છે. સામાન્ય રીતે 95 ટકા લોકો કોરોનામાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરે છે. જેથી સાવચેતી રાખવામાં આવે અને કોરોનાગ્રસ્ત થયાં પછી પણ સમયસર નિયત સારવાર લેવામાં આવે તો ઝડપથી કોરોનાને હરાવી શકાય છે. હું હોસ્પિટલથી ઘરે ગયા બાદ સાવચેતીના પગલાઓનું ખાસ ધ્યાન રાખુ છું, જેથી બીજા કોઈને ઇન્ફેશન ન લાગે. કોરોના સંક્રમિત દર્દી શારીરિક કરતા માનસિક રીતે વધારે ભાંગી પડતો હોય છે. આવા સમયે તેમની સાથે રહી તેમનું મનોબળ મક્કમ કરવાની જરૂર હોય છે. અમે આ તમામ બાબતો તાલીમ દરમિયાન શીખ્યા છીએ. આવી મહામારીમાં દેશની અને સમાજની સેવા કરવાનો મોકો મળ્યો છે જેથી અમે કોરોના ગ્રસ્તોની સેવા કરવામાં ક્યારેય પાછી પાની નહીં કરીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.