ETV Bharat / state

"ઘર ચલાને કે લિયે સાયન્સ કિ નહિ, હોમ સાયન્સ કી જરૂરત હોતી હૈ" કહેવતને સાબિત કરતા યુવરાજકુમારી

author img

By

Published : Aug 7, 2022, 4:05 PM IST

તમે જો કપિલ શર્માનું કિસ કિસકો પ્યાર કરુ મૂવી જોઈ હોય (Yuvrajkumari of Jamla) તો તમને કદાચ આ ડાયલોગ ચોક્કસ યાદ હશે કે, "ઘર ચલાને કે લિયે સાયન્સ કિ નહિ, હોમ સાયન્સ કી જરૂરત હોતી હૈ" અને આવા જ એક (Yuvrajkumari Becomes self-sufficient) હોમ સાયન્સનો અભ્યાસ કરેલા મહિલા કે, જે માત્ર ઘર જ નથી ચલાવતા પણ પશુપાલનના વ્યવસાયથી આત્મનિર્ભરતા તરફ ડગ માંડ્યા છે.

Yuvrajkumari of Jamla
Yuvrajkumari of Jamla

સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગરના જામડા ગામના ગૌભક્ત યુવરાજકુમારીસિંહ (Yuvrajkumari of Jamla) રાઠોડ કે, જેમણે રાજસ્થાનના અજમેરની સોફિયા યુનિર્વસિટીમાંથી હોમ સાયન્સની પદવી મેળવી છે. જેમણે આજના આધુનિકતા અને ટેકનોલોજીના યુગમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખીને શિક્ષણ, સંસ્કાર, પરંપરા અને સશક્તિકરણનુ અનેરૂ ઉદાહરણ સમાજ સમક્ષ મૂક્યું છે. પોતાની ઉચ્ચ શિક્ષણની પદવી ભાર વિના પશુપાલન (Yuvrajkumari Becomes self-sufficient) અને ખેતીના વ્યવસાયને સાંકળી જમીન સાથે જોડાયેલા યુવરાજકુમારી એક અલગ જ મહિલા છે.

આ પણ વાંચો: ગાયો માટે આયુર્વેદિક લાડુ, લમ્પીગ્રસ્તને આપવામાં આવી રહી છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ

પશુપાલક મહિલાઓ સાથે સંવાદ: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠાની પશુપાલક (Yuvrajkumari of Jamla Banaskantha) મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો, ત્યારે તેમણે એક સવાલ પૂછ્યો હતો કે, કોઈ મહિલા 100 થી વધુ ગાયો ધરાવે છે? ત્યારે એક હિન્દીભાષી મહિલાએ ઉભા થઈ ખુબ જ મૃદુ અવાજમાં જવાબ આપ્યો હતો. આ મહિલા એટલે કે, યુવરાજકુમારી સિંહ. જે રાજસ્થાનના દીકરી અને ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના જામડા ગામના પુત્રવધુ છે. રાજસ્થાની રીત રિવાજ મુજબ તેમનો સાંજ શણગાર સજી તેઓ 120 ગાયોની પોતાના બાળકની જેમ સાર-સંભાળ લે ત્યારે તેમને જોવા એ એક જ લાહવો બની રહે છે. તેમને શિક્ષણનું કોઈ જ અભિમાન નથી. તેમના પતિ કન્સ્ટ્રકશન બિઝનેસ સાથે જોડાયેલા હોવાથી તેઓ પૈસા માટેની જરૂરિયાત માટે આ વ્યવસાય નથી કરતા, પરંતુ ગાયના મહત્વને સમજી તેના સંવર્ધન અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે આ ગાયોનું પાલન કરે છે.

ગાયને નામથી બોલવે છે: યુવરાજકુમારી કહે છે કે, એક દિવસ શ્રાવણ માસમાં તેમના સાસુ દ્વારા કહેવામાં આવ્યું કે શિવજીને માત્ર ગાયનું દૂધ ચડે ત્યારે તેમને ગીરગાય કે દેશી ગાય વિશે કોઈ જાણકારી ન હતી. શરૂઆત તેમણે ગાયો પરના ઘણા બધા રિસર્ચ વાંચ્યા, બાદમાં પંજાબ, હરીયાણા અને ગુજરાતની 500થી વધુ ગૌશાળાની મુલાકાત લીધી એટલુ જ નહીં પણ તેઓ બ્રાઝિલમાં ગૌસંવર્ધનની પ્રવૃતિને નિહાળી આવ્યા હતા. જે બાદ આખરે તેઓએ ગુજરાતની ગીર ગાયની પસંદગી કરી અને આજે 100થી વધુ ગાયોનો ઉછેર શરૂ કર્યો છે. ગાયો પ્રત્યે તેમનો લગાવ એટલો વધી ગયો કે, જ્યારે ગાયોને ઘાસ ખવડાવવામાં આવે છે ત્યારે તેમની સામે લાઈવ મ્યુઝીક વગાડીને તેમનુ મનોરંજન કરવામાં આવે છે. તેટલુ જ નહીં પણ તેમણે દરેક ગાયને અલગ અલગ નામ આપ્યું છે અને જે ગાયને નામથી બોલવે તે સામે હોંકારો પણ ભાણે છે.

આ પણ વાંચો: વ્યક્તિએ લીધો અમીબાનો ટેસ્ટ, આવ્યું ભયાનક Result

120થી વધુ ગાયો: તેમણે ગૌસંવર્ધનની પ્રવૃતિમાં ગાયો માટે ઉત્તમ વાતાવરણ, પાણીની સગવડ, ઘાસચારો, તેમના મળ-મૂત્રનો યોગ્ય ઉપયોગ થકી વેસ્ટ મેનેજમેન્ટ જેવી અનેક નાનામાં નાની બાબતનું ધ્યાન રાખીને એક પછી એક ગાયનો વધારો કરી અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ કર્યું છે, જેના પરીણામે આજે તેમની પાસે 120 થી વધુ નાની મોટી ગાયો (Yuvrajkumari taking care of 120 cows) છે. તેમની પાસે ગુજરાતની ઉચ્ચ કોટીની ગણાતી તમામ ગાય ગીરની પ્રજાતિની જ છે, સાથે તેમની પાસે 6 જાફરાબાદી ભેંસ અને એક પાડો છે. હાલમાં તેઓ હિંમતનગર અને આસ-પાસના વિસ્તારોમાં ગાયનું દૂધ અને તેની બનાવટો જેવી કે ઘી,પનીર અને દહીંનું વેચાણ કરે છે.

ગોબરઘનનું મહત્વ: વધુમાં તેઓ ઉમેરે છે કે, હિન્દુ શાસ્ત્રમાં ગાયને માતા તરીકે પુજવામાં આવે છે. ગાયના દૂધનું જેટલું મહત્વનું છે તેટલુ જ મહત્વ ગૌમૂત્રનું છે. દેશના વડાપ્રધાને પશુપાલકોને ગોબરઘનનું મહત્વ સમજાવ્યું છે, ત્યારે યુવરાજકુમારી તેને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે. તેમણે ગાયોના ગૌમૂત્ર-છાણને એકત્ર કરી તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય તે માટે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સીસ્ટમ ગોઠવી ત્રણ મોટા ટંકા બનાવ્યા છે, જેમાં આ મળમૂત્ર એકઠુ કરી તેમાં વિષેશ ગૌ-બેક્ટેરીયા ઉમેરી મશીનરીથી તેનુ ફોર્મિંગ કરી પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગ કરે છે. સાથે જ તેઓ કુદરતી ખાતરનું વેચાણ પણ કરે છે. યુવરાજકુમારીને ત્યાના લોકો ભાભીસાના હુલામણા નામથી બોલાવે છે. આ ગૌશાળા થકી તેઓ 15થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.