ETV Bharat / state

ખેડબ્રહ્માના ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, વહીવટી તંત્ર નિષ્ફળ હોવાનો કર્યો આક્ષેપ

author img

By

Published : Apr 15, 2021, 6:58 AM IST

Updated : Apr 15, 2021, 1:12 PM IST

સાબરકાંઠાના ખેડબ્રહ્માના ધારાસભ્ય તેમજ કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલે બુધવારે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે કોરોના મહામારી મામલે વહીવટીતંત્ર નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ કરીને જનતા સાથે છેતરપિંડી થઈ હોવાની રજૂઆત કરી હતી.

Civil Hospital
Civil Hospital

  • ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી
  • સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી તંત્ર સામે કર્યો આક્ષેપ
  • કોરોના કીટ તેમજ ઇન્જેક્શન મામલે તંત્ર નિષ્ફળ ગયું હોવાનો કર્યો આક્ષેપ

સાબરકાંઠા: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દિન- પ્રતિદિન વ્યાપક રીતે વધી રહી છે, ત્યારે ખાનગી હોસ્પિટલો તેમજ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન તેમજ કોરોના તપાસ માટેની કીટ પૂરી થઈ ગઈ છે. જેના પગલે હવે આમ જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. આમ જનતાની સારવાર સામે પણ સવાલ ઊભો થયાનો આક્ષેપ કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે લગાવ્યો છે.

સિવિલ હોસ્પિટલ
સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચો : બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પાલનપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

ગુજરાતના મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરાઈ

સાબરકાંઠાની ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અશ્વિન કોટવાલે બુધવારે હિંમતનગરની સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઇને દર્દીઓને અપાતી સારવાર તેમજ રેપિડ ટેસ્ટ અને RTPCR માટેની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમજ તેમને જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં હાલના તબક્કે કોરોના પોઝિટિવ માટે કરાતા ટેસ્ટની કીટ પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ દર્દીઓને અપાતા ઇન્જેક્શનની પણ કમી સર્જાય છે. જોકે આ મામલે તેમને ગુજરાતના મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ગુજરાતની જનતા સહિત હિંમતનગર સિવિલ હોસ્પિટલને ટેસ્ટ કરવાની સામગ્રી અને ઇન્જેક્શન આપવાની માગ કરી છે.

ધારાસભ્ય અશ્વિન કોટવાલ
ધારાસભ્ય અશ્વિન કોટવાલ

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો, પાલનપુર સ્વયંભૂ બંધ

ખેડબ્રહ્માના ધારાસભ્યનો આક્ષેપ

સાબરકાંઠાની ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલે બુધવારે હિંમતનગરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ હાલમાં ઊભી થયેલી કોરોના મહામારીમાં વહીવટી તંત્ર તેમજ સરકાર સામે આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, હાલમાં સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત તેમજ વિશ્વ કોરોના મહામારીને પગલે ભયભીત બની ચૂક્યું છે, ત્યારે વહીવટીતંત્ર કોરોનાની સારવાર મામલે નિષ્ફળ પુરવાર થયું છે.

સિવિલ હોસ્પિટલ ઇન્જેક્શન તેમજ ટેસ્ટની સુવિધા પણ પૂરી કરી શકી નથી

હાલના તબક્કે સિવિલ હોસ્પિટલ કોરોના મહામારી માટે વપરાતા ઇન્જેક્શન તેમજ ટેસ્ટની સુવિધા પણ પૂરી કરી શકી નથી. જે સરકાર માટે પડકાર બની રહ્યો છે. જોકે આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા લેવાયેલી આ ઓચિંતી મુલાકાત બાદ કોરોના મહામારી મામલે કેટલું સબળ બને છે તે પણ મહત્વનું બની રહેશે.

Last Updated : Apr 15, 2021, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.