ETV Bharat / state

સાબરકાંઠાના ઇડરમાં 7 દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર

author img

By

Published : Sep 27, 2020, 12:25 PM IST

લોકો કોરોના મહામારીથી બચવાના સતત પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે લોકડાઉનએ એક માત્ર ઉપાય સાબિત થઈ રહ્યો છે. જેના અનુસંધાને સાબરકાંઠાના ઈડરમાં સાત દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

Seven-day voluntary lock-down announced in Idar
સાબરકાંઠાના ઇડરમાં સાત દિવસનું સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર

ઈડર: સાબરકાંઠામા દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ઇડરના સ્થાનિક તંત્ર સહિત નગરપાલિકા દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઇડર શહેર રવિવારથી આગામી 3 તારીખ સુધી સ્વયંભૂ સાત દિવસ માટે બંધ રાખવા તમામ વેપારીઓ દ્વારા સર્વાનુમતે નિર્ણય કરાવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં સાબરકાંઠામાં 900થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે જિલ્લામાં પ્રથમ ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર શહેર એક સપ્તાહ સુધી સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ લોકડાઉનમાં આવશ્યક સેવાઓ પણ મર્યાદિત સમય સુધી જ ચાલુ રહેશે. સવારે 7થી 9 સુધી દૂધ અને શાકભાજી માટે છૂટ આપવામાં આવી છે. જો કે, કોરોના મહામારીના વધતા કહેર સામે હવે સ્થાનિકો જાગૃત બન્યા છે. ત્યારે આગામી સમયમાં સ્વૈચ્છિક લોકડાઉન કેટલું સફળ રહે છે તે મહત્વનું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.