ETV Bharat / state

Sabarkantha News : 123થી વધુ પોઇન્ટ પર જંગલી પ્રાણીઓની વસતી ગણતરી, કયા પ્રકારની કામગીરી થઇ જૂઓ

author img

By

Published : May 10, 2023, 8:42 PM IST

સાબરકાંઠા જિલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રીંછ દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવનાઓ છે. 2016ની સરખામણીએ ઘણો મોટો વધારો થવાનું સાબરકાંઠા વન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Sabarkantha News : 123થી વધુ પોઇન્ટ પર જંગલી પ્રાણીઓની વસતી ગણતરી, કયા પ્રકારની કામગીરી થઇ જૂઓ
Sabarkantha News : 123થી વધુ પોઇન્ટ પર જંગલી પ્રાણીઓની વસતી ગણતરી, કયા પ્રકારની કામગીરી થઇ જૂઓ

કેવું હતું આયોજન જૂઓ

સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના જંગલ વિસ્તારમાં રહેતા વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે. 2016ની સરખામણીમાં આ વર્ષે રીંછ-દીપડા સહિતના અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો છે. 2016માં 18 રીંછ, 10 દીપડા અને અન્ય 385 જંગલી પ્રાણીઓ સહિત કુલ 413 જંગલી પ્રાણીઓ નોંધાયા હતાં. 2022માં હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીમાં 714 જંગલી પ્રાણીઓ નોંધાયા હતાં.

2016માં થઇ હતી ગણતરી : સાબરકાંઠા જિલ્લામાં આવેલા જંગલ વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, ઝરખ, શિયાળ, જંગલી ભૂંડ, જંગલી બિલાડી, સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. નોંધનીય છે કે વન વિભાગના સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે 2016માં હાથ ધરાયેલ ગણતરીમાં 18 રીંછ, 10 દીપડા સહિત અન્ય 385 વન્ય પ્રાણીઓ નોધાયા હતાં.

આ પણ વાંચો:

  1. Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો
  2. Porbandar news: પોરબંદરમાં પક્ષીઓની ગણતરી પૂર્ણ, ઈ-બર્ડ એપમાં નોંધ કરાઈ
  3. ગીરના જંગલોમાં સંકટ ગ્રસ્ત ગીધની પ્રજાતિની કરાઈ ગણતરી, આંકડો આગામી દિવસોમાં થશે જાહેર

રીંછની ગણતરી : તો ગત સાલે રીંછની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે હાથ ધરાયેલ ગણતરીમાં 30 રીંછ, 26 દીપડા સહીત 714અન્ય વન્ય પ્રાણીઓ નોધાયા હતા. એટલે કે 2016માં કુલ 413 જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે 2022માં હાથ ધરાયેલ ગણતરીમાં 714 વન્ય પ્રાણીઓ નોધાયા છે. ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી તે પ્રમાણે વન્ય પ્રાણીઓનો સંખ્યામાં વધારો થાય તેમ છે. હાલમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ગણતરીની કામગીરી કરવામાં આવી રહી છે.

વન્ય પ્રાણી દીપડાની ગણતરી સાથે અન્ય વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરીની થઇ રહી છે. રાત્રીના સમયે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ જંગલ વિસ્તારમાં જેતે પોઇન્ટ ખાતે ફરજ બજાવી ગણતરી કરે છે. દિવસ દરમિયાન જંગલમાં ફરી તેના પગ માર્ચ સહિતના પુરાવા એકત્રિત કરી વસતી ગણતરી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને પગ માર્ક વાળ મળ દ્વારા વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે...એમ. ડી.દેસાઈ (ફોરેસ્ટ ઓફિસર)

જંગલી પ્રાણી વસતી : 2022માં જંગલી પ્રાણી વસતી ગણતરીના આંકડા જોઇએ તો જંગલી ભૂંડ 336, નીલ ગાય 88, જંગલી બિલાડી 63, લોકડી 58, રીંછ 30, દીપડા 26, ઝરખ 29, શિયાળ 29, ચોશીંગા 31, શાહુડી 08, વણીયાર 05, વરુ 01 અને ઉડતી ખિસકોલી 01 નોંધાઇ હતી.

વન્ય જીવ ગણતરી
વન્ય જીવ ગણતરી

123થી વધુ પોઈન્ટ : આમ તો છેલ્લા કેટલાય સમયથી ઈડર વડાલી સહિત હિમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ અનેકવાર દેખા દીધી છે. છેલ્લા 15 દિવસમાં 3થી વધુ જગ્યાએ પશુઓના મારણ પણ કરેલા છે. એક તરફ જિલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વખતોવખત ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે તો બીજી તરફ ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરીમાં અલગ અલગ તાલુકાઓના આવેલા જંગલ વિસ્તારોમાં 123થી વધુ પોઈન્ટ ફાળવણી કરવામાં આવી હતી. આ પોઈન્ટમાં સાબરકાંઠા વન વિભાગના તાલીમબદ્ધ કર્મચારીઓ જંગલી પ્રાણીઓની ગણતરીની કામગીરી કરી રહ્યાં છે.

સાબરકાંઠા જિલ્લામાં આશરે 123 પોઇન્ટ પર ફોરેસ્ટ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. છેલ્લે વન્ય પ્રાણીઓની ગણતરી વર્ષ 2016માં થઇ તેમાં 10 દીપડા નોંધાયા હતા. વર્ષ ૨૦૨૩ માં આજદિન સુધીની પ્રાથમિક ગણતરી કરવાની છે. સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષે દીપડા તેમજ રીંછ જેવા વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેમાં રીંછ પર વધારે ઘ્યાન આપી તે વસ્તી ગણતરી દરમીયાન કુલ 30 રીંછ તેમજ 26 દીપડા નજરે પડ્યા હતા...વનરાજસિંહ ચૌહાણ (સબ ડીએફઓ હિમતનગર)

વનવિભાગની ટીમ શું કરી રહી છે : સાબરકાંઠા જિલ્લા વનવિભાગના 123 ફોરેસ્ટ અધિકારીઓ સહિત અન્ય કર્મચારીઓ અને 120થી વધુ રોજમદારો ગલી પ્રાણીઓની ગણતરીની કામગીરી કરી રહ્યાં છે. આ તમામ લોકો દ્વારા અલગ અલગ પોઈન્ટ પર તારીખ 5મી મેની રાતથી 6 મેની વહેલી સવારે પ્રાથમિક ગણતરી કરી હતી. 6મેની રાતથી 7મે સવાર સુધી અને 8મી મે તૃણાહારી પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે.

અત્યારે હાલ વન્ય પ્રાણીઓની પ્રાથમિક વસ્તીમાં હાલ માંસાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી છે. જેમાં દીપડાની વસ્તી પર ખાસ ઘ્યાન આપી રહ્યા છે. રેવન્યૂ વિસ્તારમાં માંસાહારી પ્રાણીઓમાં દીપડા તેમજ ઝરખ વઘુ જૉવા મળતા હોય છે. તેમજ તૃણાહારી પ્રાણીઓમા નીલ ગાય વઘુ પ્રમાણમાં જોવા મળતી હોય છે...શ્રેયાંશ પટેલ (જિલ્લા ફોરેસ્ટ અધિકારી)

કયા પ્રકારની કામગીરી : આમ તો આ ગણતરી માટે જ્યા માંસાહારી પ્રાણીઓની અવરજવર રહેતી હોય છે તેવા પીવાના પાણીના સ્ત્રોત પાસે માંચડા અને અવાવરુ જગ્યાએથી નિરીક્ષણ કરવામાં આવે છે. વન્ય પ્રાણીના પગલાંની નિશાની, અવાજ, મળ અને નરી આંખે જોયેલ વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. બાદમાં અલગ અલગ પોઈન્ટની વિગતો મુખ્ય કચેરીએ મોકલવામાં આવે છે. જ્યાં વન્ય પ્રાણીઓની સંખ્યા નક્કી કરવામાં આવશે જેનો રીપોર્ટ સરકારને મોકલવામાં આવશે. આ વખતે તમામ પ્રકારના પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે અને બાદમાં તમામ વન્ય જીવોના આંકડાઓ જાહેર કરવામાં આવશે.

સંખ્યામાં મોટા વધારાની સંભાવના : સાબરકાંઠા જિલ્લામાં એકતરફ જંગલ વિસ્તાર તો બીજીતરફ ખેતીલાયક ખેતરો પણ આવેલા છે. ત્યારે જંગલી પ્રાણીઓની ગણતરીમાં કુલ પ્રાણીઓની સંખ્યા વધવાની મોટી સંભાવનાઓ છે. અનેક વાર ગ્રામ્ય પંથકની સીમમાં દીપડા રીંછ સહિત અન્ય જીવોના વધતા જતા આંકડાઓ સ્થાનિક ગ્રામજનો તેમજ ખેડૂત જગત માટે ભયનો માહોલ ઊભો કરે તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.