ETV Bharat / state

Sabarkantha Crime : વિજયનગરમાં ઉછીના 40 રૂપિયાનો ઝઘડો બન્યો લોહિયાળ, પરિવાર પર હુમલામાં મહિલાનું મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 6:23 PM IST

Sabarkantha Crime : વિજયનગરમાં ઉછીના 40 રૂપિયાનો ઝઘડો બન્યો લોહિયાળ, પરિવાર પર હુમલામાં મહિલાનું મોત
Sabarkantha Crime : વિજયનગરમાં ઉછીના 40 રૂપિયાનો ઝઘડો બન્યો લોહિયાળ, પરિવાર પર હુમલામાં મહિલાનું મોત

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં 40 રુપિયાની લેતીદેતીમાં પરિવાર પર હુમલો કરવામાં આવતાં એક મહિલાનું મોત થયું હતું. હુમલામાં ઇજા પામેલા મહિલાનું મોત થતાં વિજયનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી

સાબરકાંઠા : સાબરકાંઠાના વિજયનગરમાં ઉછીના આપેલા માત્ર 40 રૂપિયા પરત માગતાં પરિવાર પર હુમલો અને છેવટે હત્યાનો બનાવ બન્યો હતો. ઉછીના લીધેલા 40 રુપિયા પરત માગતાં આરોપી યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને પરિવાર પર હુમલો કરાયાનો પ્રથમ બનાવ સામે આવ્યો છે. હુમલામાં ઇજા પામેલા મહિલાનું મોત નીપજતાં મામલો હત્યાનો પણ બની રહ્યો હતો. વિજયનગર પોલીસ આ મામલે પોલીસ ફરિયાદ નોંધી આરોપી મામલે તપાસ ચલાવી રહી છે.

રાજસ્થાની પરિવાર : સાબરકાંઠાના વિજયનગરના વાંકડા ગામે ગતરાત્રિએ 40 રૂપિયા પરત માગતા બાજુમાં આવેલા ગામના યુવક દ્વારા હુમલો કરાતા એક મહિલાનું મોત થયું છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી હતી. વિજયનગરના વાંકડા ગામ પાસે ઝુંપડું બનાવી વાદી પરિવાર છેલ્લા કેટલાક સમયથી સાવરણી બનાવી પેટીયુ રળતો હતો. રાજસ્થાનના ખેરવાડાના કાતરવાસ ગામના ભીમાભાઇ વાદી તેમજ ઉષાબેન વાદી પોતાના પરિવાર સાથે પીપલોદી વોકળા ગામે રહેતા હતાં.

40 રુપિયાના વિવાદમાં હત્યા : ત્યારે બાજુના કોડિયાવાડા ગામના ભૂપેન્દ્ર ડામોરને રૂપિયા 40 રૂપિયા જેવી મામૂલી રકમ ઉછીની આપી હતી. જોકે આજે 40 રુપિયા સમગ્ર પરિવારને વેરણછેરણ કરી નાખવાનું કારણ બન્યું છે. ઉછીના અપાયેલા 40 રૂપિયા પરત માગતા ભૂપેન્દ્ર ડામોરે સમગ્ર પરિવાર ઉપર હીચકારો હુમલો કર્યો હતો. જેમાં 60 વર્ષે રૂપાબેન વાદીનું મૃત્યુ થયું છે તેમજ ભીમાભાઇ વાદી ઘાયલ થયા છે. જેના પગલે વિજયનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાનું મોત થતાં ગુનો નોંધાયો : જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ આરોપીને ઝડપી લેવા કામે લાગી છે. ત્યારે આરોપી મામલે પણ વિવિધ વિગતો ખુલવા પામી છે. સાથોસાથ આરોપીએ માત્ર 40 રૂપિયાની લેતીદેતી મામલે અચાનક કરેલા હુમલામાં તીક્ષ્ણ હથિયારથી કરાયેલા હુમલા દરમિયાન રૂપાબેન વાદી મોત થયું છે.

આરોપી ફરાર : જોકે હુમલા બાદ આરોપી ફરાર થઈ જતા પોલીસે પણ આ મામલે ગંભીરતા દાખવી છે. તેમજ આરોપી બે વર્ષનો જેલવાસ ભોગવી આવેલાની વિગતો પણ પ્રકાશમાં આવી છે. સાથોસાથ અન્ય ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું ખુલ્યું છે. હાલમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ આ મામલે ગંભીરતા દાખવી તેને ઝડપી લેવા વિવિધ ચક્રો ગતિમાન કર્યા છે.

  1. Surat Crime : 100 રુપિયાની નજીવી બાબતમાં તકરાર અને ગુસ્સાના માહોલમાં શ્રમિક યુવકની હત્યા, આરોપીઓની ધરપકડ
  2. Ahmedabad Crime: નિકોલમાં ભાડાની લેતીદેતી બાબતે ભત્રીજાએ કાકા પર તલવારથી કર્યો હુમલો
  3. મિત્રોમાં પૈસાની લેતીદેતી કરતા હોવ તો થઈ જજો સાવધાન નહીં તો ગુમાવવો પડી શકે છે જીવ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.