ETV Bharat / state

7 દિવસની તરછોડાયેલી બાળકીને મળ્યો PSI પિતાનો સાથ

author img

By

Published : Sep 8, 2019, 8:09 PM IST

સાબરકાંઠાઃ પોલીસની તંગદિલીના અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે પણ તેમની દરિયાદિલીના ઘણા ઓછા બનાવ બહાર આવે છે. તેવા ઘણા ઓછા કિસ્સામાં સાબરકાંઠા પોલીસનો વધુ એક કિસ્સો ઉમેરાયો છે. સાબરકાંઠાની હૉસ્પિટલમાં 7 દિવસનો માસૂમ જીવ મા ના ખોળા માટે તરસી રહ્યું હતું, ત્યારે સાબરકાંઠા પોલીસે આ નોધારા બાળકને પિતાની છાંયા આપી છે. સાથે જ બાળકને બીમાર હાલતમાં છોડી દેવાના આરોપમાં તેના માતા-પિતા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT

માત્ર સાત દિવસની દીકરીને તેના સગા મા-બાપે તરછોડી દેતાં પોલીસ ત્યજેલા બાળકનું પરિજન બન્યું છે. હિંમતનગર બી ડીવીઝન પોલીસે બાળકની તમામ જવાબદારી અને ખર્ચ ઉઠાવ્યો છે. સાથો-સાથ બાળકીની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને અમદાવાદ ખસેડવામાં આવશે અને ત્યારબાદ માતા-પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદસરની કાર્યવાહી કરવામાં આવશે.

7 દિવસની તરછોડાયેલી બાળકીને મળ્યો PSI પિતાનો સાથ

હિંમતનગર શહેરના બી ડીવીઝનમાં એક ફરીયાદ આવી હતી કે, એક બાળકને જન્મતાની સાથે જ હૉસ્પિટલમાં છોડીને જતાં રહ્યાં છે. પોલીસ ફરીયાદને આગળ સાંભળે તે પહેલા PSI પ્રતિપાલસિંહ ગોહિલ અને સ્ટાફના ધ્યાને આવ્યું કે, બાળકની સ્થિતિ અત્યંત નાજુક છે, અને તેને સારવારની જરુર છે, ત્યારે પોલીસે ફરીયાદની કાર્યવાહીને બાજુ પર મૂકી બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યુ હતું, ત્યારે બાળકીને શ્વાસનળીની સર્જરી કરાવવાની જરૂર હોવાનું જણાવ્યું હતું, ત્યારે બી ડીવીઝન પોલીસે આ બાળકીની જવાબદારી ઉપાડી લીધી અને બાળકના માતા અને પિતા તરીકેની તમામ જવાબદારી પોતે જ સ્વીકારી હતી. તેમજ બાળકના પિતા તરીકેની ઓળખ પણ હોસ્પિટલમાં પોલીસે કર્મીએ પોતાની જ દર્શાવી હતી.

આ અંગે બાળકને સારવાર આપતા બાળરોગ નિષ્ણાત ડૉ.હિંમાંશુ પટેલે જણાવ્યું કે, "બાળકને તેની માતા અને પિતા ત્યજીને જતા રહ્યા છે. તેની સ્થિતિ નાજુક હતી. જેને લઇને તેને હાલમાં સારવાર આપવામાં આવી છે અને તેને સર્જરીની જરુર છે. જે અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ માટેની તમામ વાલી તરીકેની જવાબદારી અને સર્જરી માટેના ખર્ચની જવાબદારી પણ પોલીસે ઉપાડી છે.

Intro:

સાબરકાંઠા પોલીસની અન્ય એક સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં માત્ર 7 દિવસ ની તરછોડાયેલા બાળકને પોતાના બાપ સમાન પ્રેમ નસીબ થયો છે.
માત્ર સાત દિવસ ની દીકરી ને પોતાના સગા માં બાપે તરછોડી દેતા પોલીસ ત્યજેલ બાળકના પરિજન બન્યુ છે તેમજ હિંમતનગર બી ડીવીઝન પોલીસે બાળકની તમામ જવાબદારી અને ખર્ચ ઉઠાવ્યો છે સાથોસાથ બાળકીની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને અમદાવાદ ખસેડવામાં આવશે અને ત્યારબાદ માતા-પીતા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદસરની કાર્યવાહી કરવામાં આવશે.Body:
હોસ્પિટલના બીછાન પર સારવાર લેતી બાળકીને આ બાળકી ને ધરતી પર આવ્યાના માત્ર 7 દિવસ થયા છે. અને તેની યોગ્ય રીતે સારવાર ડૉક્ટરો કરી રહ્યા છે. પરંતુ તેની કાળજી લેવાની જવાબદારી તેના માતા-પિતા નહીં પણ ખાખી વર્દીધારી પોલીસ કર્મી કરી રહ્યા છે.

હિંમતનગર શહેરના બી ડીવીઝન પોલીસને એક ફરીયાદ આવી કે, એક બાળકને હોસ્પિટલમાં જ જન્મ આપીને તેના માતા અને સાથે આવેલા પિતા ત્યજીને જતા રહ્યા છે.પોલીસ તપાસ માટે ફરીયાદ આગળ સાંભળે એ પહેલા જ પી એસ આઇ પ્રતિપાલસિંહ ગોહિલ અને સ્ટાફના ધ્યાને આવ્યું કે બાળકની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેને વિશેષ પ્રકારની સારવારની જરુર છે.


પોલીસે ફરીયાદની કાર્યવાહીને બાજુ પર મુકીને પહેલા જ બાળકની ખબર અંતર લેવા માટે હોસ્પિટલ પહોંચી અને તેને તાત્કાલીક સારવાર માટેની તમામ સુવિધાઓ શરુ કરાવી દીધી.પોલીસને ડૉક્ટર તરફથી જાણવા મળ્યું કે બાળકને શ્વાસની તકલીફ છે.બાળકીને શ્વાસનળીની સર્જરી કરવી પડશે અને તે હિંમતનગરમાં શક્ય નથી.

કુદરતે અજાણ્યા બાળકને જીવન જીવવા માટે આપેલી પરીક્ષા પણ પોતાની જ હોવાનુ માનીને સર્જરી કરવાની તમામ જવાબદારી પણ બી ડીવીઝન પોલીસે ઉપાડી લીધી અને બાળકના માતા અને પિતા તરીકેની તમામ જવાબદારી પોતે જ સ્વીકારી લઇ વાલી તરીકેની ઓળખ પણ હોસ્પિટલમાં પોલીસે કર્મીએ પોતાની જ દર્શાવી દીધી છે...

બાળકને સારવાર આપી રહેલા બાળરોગ નિષ્ણાત ડૉ.હિંમાંશુ પટેલે જણાવ્યું કે, બાળકને તેની માતા અને પિતા ત્યજી ને જતા રહ્યા છે. તેની સ્થિતિ નાજુક હતી. તેને સારવાર આપવામાં આવી છે અને તેને સર્જરીની જરુર છે. તે પણ અમદાવાદ કરવામાં આવશે. આ માટેની તમામ વાલી તરીકેની જવાબદારી અને સર્જરી માટેના ખર્ચની જવાબદારી પણ પોલીસે ઉપાડી લીધી છે.

બાઈટ: પ્રતાપસિંહ ગોહિલ,પીએસઆઇ,બી ડિવિજન,હિંમતનગર

બાઈટ:- ડો. હિમાંશુ પટેલ,સંજીવની હોસ્પિટલ,હિંમતનગરConclusion:જોકે બાળકી ની સ્થિતિ ગંભીર હોવાના પગલે અમદવાદમાં રીડર કરાઈ છે તેમજ આગામી સમયમાં તેના માતાપિતા સામે ઠોસ પગલાં ભરવામાં આવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.