ETV Bharat / state

Illegal Mining Case: જળસંચય નામે ખનન પ્રવૃતિ બેફામ, JCB અને ટ્રક જપ્ત કરાયા

author img

By

Published : Apr 28, 2023, 9:16 AM IST

જળસંચય અભિયાન તો બીજી તરફ જળસંચયના નામે ખનન થઇ રહ્યું છે. પ્રાંતિજ ના ગોળા આંજણા ગામમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અચાનક રેડ પાડવામાં આવી હતી. તપાસ કરતા જેસીબી સહિત બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા.

જળસંચય અભિયાન તો બીજી તરફ જળસંચયના નામે ખનન
જળસંચય અભિયાન તો બીજી તરફ જળસંચયના નામે ખનન

જળસંચય અભિયાન તો બીજી તરફ જળસંચયના નામે ખનન

સાબરકાંઠા: ગુજરાતમાં એક તરફ જળસંચય અભિયાન ચાલી રહ્યું છે. તો બીજી તરફ જળસંચયના નામે ખનન પણ ચાલી રહ્યું છે. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ ના ગોળા આંજણા ગામ ખાણ ખનીજ વિભાગ દ્વારા અચાનક રેડ કરતા જેસીબી સહિત બે ડમ્પર ઝડપી લેવાયા છે. તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો Sabarkantha News : તળાવ ઊંડું કરવાના પ્રયાસથી મોતેસરી ગામે પાણી બચાઓ અભિયાન વરદાન સ્વરૂપ બન્યું

જળસંચયનું કામ: સાબરકાંઠા તલોદના ગોળા આંજણા ગામે પણ જળસંચયનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે તંત્ર દ્વારા નક્કી કરાયેલ જળસંચયના કામો અંતર્ગત ખોદકામ ન કરતા અન્ય જગ્યાએથી ખોદકામ થતું હોવાની સાબરકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ ફરિયાદ મળતા તેની ઘટના સ્થળે રેડ કરી હતી. જેમાં વહીવટી તંત્ર અંતર્ગત જળસંચય માટે નક્કી કરેલ જગ્યા ઉપર ખોદકામ ન કરતા અન્ય જગ્યાએ ખોદકામ કરાયા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ ફરિયાદ: જેના પગલે વહીવટી તંત્ર દ્વારા ઘટના સ્થળે કામ કરતા જેસીબી તેમજ ડમ્પરો ઝડપી લેવાયા છે. વહીવટી તંત્રએ કાર્યવાહી કરી છે. ત્યારે હજુ સુધી કોઈપણ પ્રકારની ફરિયાદ ન કરાતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવ્યા છે. જોકે ખનન સ્થળ ઉપર થી ઝડપી લેવાયા જેસીબી તેમજ ડમ્પર ઉપર કાર્યવાહી કરી છે. પરંતુ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરાઈ નથી.

જળસંચય અભિયાન: જોકે એક તરફ ગુજરાત સરકાર દ્વારા ખનીજ માફિયાઓ સામે કડક હાથે કામ લેવાની વાત છે. તો બીજી તરફ પાણી બચાવવા મામલે જળસંચય અભિયાન અંતર્ગત મોટાભાગના ગામડાઓને જોડવાની વાત છે. ત્યારે સાબરકાંઠામાં જળસંચય અભિયાન અંતર્ગત થઈ રહેલા ખનન મામલે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે. તે પણ મહત્વનું બની રહે છે.

આ પણ વાંચો Sabarkantha News : તળાવ ઊંડું કરવાના પ્રયાસથી મોતેસરી ગામે પાણી બચાઓ અભિયાન વરદાન સ્વરૂપ બન્યું

જળસ્તરમાં વધારો: ગુજરાતનો છેલ્લા છ વર્ષથી જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જળસંચય બાબતે જિલ્લા ના સિંચાઇ અધિકારીએ જણાવ્યું કે, ફેબ્રુઆરીથી મે મહિના દરમિયાન આ અભિયાન યોજાય છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 620 જેટલા કામો હાથ ધરાયા છે .જે અંતર્ગત 282 કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમજ 124 કામો બાકી રહ્યા છે. સાથો સાથ અન્ય કામો પ્રગતિ ઉપર છે. જોકે જળ સંચય અભિયાન અંતર્ગત ગુજરાતમાં પાછલા છ વર્ષમાં જળસ્તર સહિત સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યામાં ખૂબ મોટો ઘટાડો આવ્યો છે. સાથો સાથ પાણી બચાવવા સહિત મોટાભાગના જિલ્લામાં જળસ્તરમાં પણ વધારો થયો છે.

ભૂમિકા ભજવશે: જોકે દર વર્ષે યોજાઈ રહેલા જળસંચયના કામમાં આ વખતે પણ 17 ફેબ્રુઆરીથી શરૂઆત કરવામાં આવી છે. તેમજ મે માસ સુધી આ અભિયાન યથાવત રહેનાર છે. ત્યારે તંત્ર દ્વારા જળસંચય મામલે ખોદકામ ન થઈ શકે તેવા કામો પડતા મૂકી હાલના તબક્કે જળસંચયના મોટાભાગના કામો પ્રગતિ ઉપર છે. જેના થકી આગામી સમયમાં સાબરકાંઠામાં પાયા રૂપ ભૂમિકા ભજવશે તે નક્કી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.