પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર પ્રધાન બનતાં ખુશીનો માહોલ સર્જાયો

author img

By

Published : Sep 16, 2021, 9:02 PM IST

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર પ્રધાન બનતાં ખુશીનો માહોલ સર્જાયો

ગુજરાત સરકારમાં નવા વરાયેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં તમામ નવા ચહેરાઓને સ્થાન અપાતા સાબરકાંઠાના પ્રાંતિજ વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને પ્રધાનપદ માટે શપથ સમારોહમાં હાજર રહેવાની જાણ કરાતાં પ્રાંતિજ તલોદ વિધાનસભાના કાર્યકરો ટેકેદારો સહિત પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.

  • પ્રાંતિજ તલોદને વર્ષો પછી પ્રધાનમંડળમાં સ્થાન
  • ગજેન્દ્રસિંહ પરમારને પ્રધાનપદ મળ્યાંના સમાચારથી વિસ્તારમાં ફટાકડા ફૂટયાં
  • ગ્રામ પંચાયતથી પ્રધાન સુધીની સફરમાં સ્વભાવ સરળ અને શાંત

પ્રાંતિજઃ ગુજરાત સરકારના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના શપથ સમારોહ બાદ આજે 16 સપ્ટેમ્બરે 24 ધારાસભ્યોને ખાસ જાણ કરાઈ હતી કે તેઓ પ્રધાન બની રહ્યાં છે. જે અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિજ તલોદ વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને વિશેષ આમંત્રિત કરાયા હતાં. પરમાર તલોદ તાલુકાના વકતાપુર ગામના રહેવાસી છે તેમ જ વકતાપુર ગ્રામ પંચાયતના સરપંચ કે તેમને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ગ્રામ પંચાયતના સરપંચ બન્યા બાદ તેમને ભારતીય જનતા પાર્ટીના મંત્રી તરીકેની કામગીરી અદા કરી હતી.

જિલ્લામાં મહત્ત્વના સ્થાનોએ કર્યું છે કામ

સહકારી માળખામાં તેઓ સાબરકાંઠા સહકારી બેંકના ડિરેક્ટર પણ રહી ચૂક્યાં છે. સાથોસાથ જિલ્લાના સૌથી મોટા માર્કેટયાર્ડ ગણાતા તલોદ માર્કેટયાર્ડના ચેરમેનની જવાબદારી પણ બખૂબી નિભાવી છે. 2017ની વિધાનસભા બેઠક માટે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય તરીકે ગજેન્દ્ર સિંહ પરમાર વિજેતા બન્યાં હતાં. આજે નવા ગજેન્દ્રસિંહને રાજ્ય પ્રધાન તરીકે શપથ સમારોહમાં બોલાવાતાં પરિવારજનો સહિત કાર્યકરો અને ટેકેદારોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. આ તબક્કે પરિવારજનોની રૂબરૂ મુલાકાત કરતા તેમને આ ખુશીને કલ્પના બહારની ખુશી જણાવી હતી. સાથોસાથ પરિવારજનોએ એકબીજાને મોં મીઠું કરાવી ભાજપ સરકારના નિર્ણયને વધાવ્યો હતો. ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તલોદ વિધાનસભાના કામો થવાની આશા છે.


આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા અને ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા આગામી સમયમાં સ્થાનિક જનતાના કેટલા પ્રશ્નોને વાચા અપાશે, છેવાડાના લોકોમાં કેટલો ફેરફાર આવશે તે પણ જોવું મહત્વનું બની રહેશે.

આ પણ વાંચોઃ ભૂપેન્દ્ર પટેલનું પ્રધાન મંડળ અંતે રચાયું, જુના તમામ પ્રધાનો બાકાત, જુઓ નવા પ્રધાન મંડળની તમામ વિગતો

આ પણ વાંચોઃ રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોની બોલબાલા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.