ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak 2021: 12 આરોપીઓના ફરી રિમાન્ડની અરજી પ્રાંતિજ કોર્ટે ફગાવી, તમામને જેલમાં ધકેલાયા

author img

By

Published : Dec 27, 2021, 6:06 PM IST

હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે 12 જેટલા આરોપીઓના રિમાન્ડ (Remand of the accused of gsssb head clerk paper) પૂરા થતાં તમામને પ્રાંતિજ કોર્ટ (prantij court sabarkantha)માં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પ્રાંતિજ કોર્ટે પોલીસે રજૂ કરેલી વધુ રિમાન્ડની માંગણી ફગાવી છે.

GSSSB Head Clerk Paper Leak 2021: 12 આરોપીઓના ફરી રિમાન્ડની અરજી પ્રાંતિજ કોર્ટે ફગાવી, તમામને જેલમાં ધકેલાયા
GSSSB Head Clerk Paper Leak 2021: 12 આરોપીઓના ફરી રિમાન્ડની અરજી પ્રાંતિજ કોર્ટે ફગાવી, તમામને જેલમાં ધકેલાયા

પ્રાતિંજ: સાબરકાંઠાના પ્રાંતિજના ઉંછા પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે આજે એક સાથે 12 જેટલા આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ (Remand of the accused of gsssb head clerk paper) માટે રજૂ કરાયા બાદ કોર્ટ દ્વારા વધુ રિમાન્ડ ફગાવી જેલમાં મોકલી અપાયા છે. જો કે આ મામલે આગામી સમયમાં પેપર લીક મામલે વધુ ખુલાસા થાય તેવી સંભાવનાઓ છે.

12 જેટલા આરોપીઓના રિમાન્ડ પૂરા થયા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલા હેડ ક્લાર્ક પેપર લીક મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે (sabarkantha district police) આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જો કે આજે એક સાથે 12 જેટલા આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તમામને પ્રાંતિજ પોલીસ મથકે (prantij police station) રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, ત્યારે પ્રાંતિજ કોર્ટે વધુ રિમાન્ડની અરજી ફગાવી છે.

આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા

સાબરકાંઠાના પ્રાંતિજના ઊંછા પેપર લીક પ્રકરણે સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવી ચૂક્યું છે. જો કે સાબરકાંઠા જિલ્લા પોલીસે 28 જેટલા આરોપીઓની અટકાયત કરી તમામને પ્રાંતિજ કોર્ટ (prantij court sabarkantha)માં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. પ્રથમ તબક્કે તમામના રિમાન્ડ મેળવી લેવાયા હતા. જો કે આજે શરૂઆતના તબક્કે 12 જેટલા આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તમામને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે પ્રાંતિજ કોર્ટે પોલીસે રજૂ કરેલી વધુ રિમાન્ડની માંગણી ફગાવી છે, તેમજ તમામ આરોપીઓને કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

આગામી સમયમાં મોટા ભેદ ઉકેલાશે

આગામી સમયમાં પેપર લીક કૌભાંડ (head clerk exam paper leak scam) આચરનારા તમામ આરોપીઓ સુધી પહોંચવા જિલ્લા પોલીસ રિમાન્ડ ઉપર રહેલા આરોપીઓ થકી ટૂંક સમયમાં મોટા ભેદ ઉકેલાય તેવી સંપૂર્ણ સંભાવનાઓ રહેલી છે, ત્યારે જોવું રહ્યું કે આ મામલે આગામી સમયમાં કેવા અને કેટલા નામો બહાર આવે છે.

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021 : આરોપી દેવલ પટેલના 4 દિવસ રિમાન્ડ લેશે પોલીસ, અન્ય 4ના રિમાન્ડ નામંજૂર

આ પણ વાંચો: GSSSB Paper Leak Case: આપએ પેપર લીક કાંડને મામલે ઉપવાસ પર બેસવાની મંજૂરી માટે હાઈકોર્ટમાં કરી અરજી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.