ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં કેળનો પાક નિષ્ફળ

author img

By

Published : May 30, 2021, 8:01 PM IST

કેળનો પાક નિષ્ફળ
કેળનો પાક નિષ્ફળ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિસ્તાર સતત બે વાવાઝોડાને પગલે કેળના પાકને નુકસાન થયું છે. જેમાં તૌકતે વાવાઝોડાના પગલે કેળાના પાન અને ફુલ ખરી પડતા ઉત્પાદન ઘટશે તે નક્કી છે.

  • સાબરકાંઠામાં કેળના પાકને વાવાઝોડાથી નુકસાન
  • બાગાયત ખેતીમાં નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો
  • હિંમતનગર વિસ્તારમાં વાવાઝોડાથી કેળનો પાક નિષ્ફળ

સાબરકાંઠા : સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના પગલે લાખો રૂપિયાનું નુકસાન સર્જાયું છે. જો કે, સાબરકાંઠામાં હિંમતનગર વિસ્તારમાં કેળના પાકને ભારે નુકસાન થયું છે. જેના પગલે બાગાયતી ખેતી કરનારા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બાગાયતી પાકનું ચલણ વધ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા તૌકતે વાવાઝોડાના પગલે કેળના પાકને નુકસાન સર્જાયું છે. કેળના પાકમાં નવા પાંદડા તેમજ ફૂલ ખરી પડતા ખેડૂતોને ભારે ભોગવવાનું આવ્યું છે. સામાન્ય સંજોગોમાં નવા પાંદડા તેમજ ફુલ યોગ્ય માત્રામાં હોય તેમ જ વધુ લંબાઈ ન હોય તો ખેડૂતોને આર્થિક દ્રષ્ટિએ ફાયદો થતો હોય છે, પરંતુ આ વખતે તૌકતે વાવાઝોડાના પગલે તમામ પાક ધોવાણ ચૂક્યો છે, જેના પગલે ખેડૂતોને ઘણું મોટું નુકસાન થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો - 500 કરોડના વાવાઝોડા કૃષિ રાહત પેકેજની જાહેરાત સામે ખેડૂતોનો અસંતોષનો સૂર

વાવાઝોડાથી કેળનો પાક નિષ્ફળ

ખેડૂતો માટે બાગાયતી ખેતીમાં સૌથી વધારે કમાણી કરી આપનારો કેળનો પાક છે. જો કે, આ વર્ષે સર્જાયેલા તૌકતે વાવાઝોડાના પગલે કેળના પાકમાં નવા પાન તેમજ નવા ફુલની સંખ્યા ગત વર્ષો કરતાં ઘણી ઓછી જોવા મળી છે. આ સાથે મોટાભાગના કેળના ઝાડ ધરાશાયી થઇ જતાં ખેડૂતોને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોને આર્થિક દ્રષ્ટિએ મજબૂત કરવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવે છે, ત્યારે આ વર્ષે બાગાયતી ખેતીમાં નુકસાન પામેલા ખેડૂતોને સહાય કરવામાં આવે તો સમગ્ર સેક્ટરમાં તેજી આવી શકે તેમ છે, ત્યારે જોવું રહેતા મામલે આગામી સરકાર કેવા અને કેટલા પગલા ભરે છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.