ETV Bharat / state

અન્ન ત્રિવેણી યોજના માત્ર કાગળ પર, સાબરકાંઠામાં અનાજનો જથ્થો પહોંચતો જ નથી

author img

By

Published : Jul 12, 2019, 10:17 AM IST

સાબરકાંઠા : ગુજરાત સરકાર દ્વારા બજેટમાં અન્ન ત્રિવેણી યોજનામાં સૌથી વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે. પરતું ગુજરાતને કુપોષણમાંથી મુક્ત કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. માત્ર સાબરકાંઠાની વાત કરવામાં આવે તો આ યોજનામાં 2 વર્ષ પહેલાં ફાળવાઈ ચૂકેલો અનાજનો જથ્થો આજદિન સુધી પહોંચ્યો નથી. તો બીજી તરફ હજૂ પણ જિલ્લામાં 8 હજારથી વધુ બાળકો કુપોષિત છે.

અન્ન ત્રિવેણી યોજના છતા પણ ગુજરાતમાં કુપોષણ સૌથી વધુ

ગુજરાત સરકાર દ્વારા આ વખતે બજેટમાં રૂપિયા 2115 કરોડ જેવી રકમ થકી ગુજરાતને કુપોષણમાંથી મુક્ત કરાવવા યોજના માટે અન્ન ત્રિવેણી યોજના અંતર્ગત ફાળવણી કરવામાં આવી હતી. જોકે આટલી મોટી રકમ હોવા છતાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં કુપોષણના સૌથી વધુ બાળકો જોવા મળ્યા હતા. જેમાં વર્ષ 2016-17 ના પ્રથમ સત્રનો માલ સામાન અત્યારે હાલમાં વિતરિત કરાઈ રહ્યાં છે. જ્યારે 2017- 18 અને 2018-19 નો માલ સામાનની ફાળવણી બાકી છે. માત્ર ખેડબ્રહ્મા તેમજ પોશીના તાલુકાની વાત કરવામાં આવે તો 94 સ્કુલો પૈકી માત્ર 18 સ્કૂલોમાં જ અનાજની ફાળવણી કરાઈ છે. સ્થાનિક મામલતદાર આ યોજના માટે ગોડાઉન મેનેજર તેમજ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી ખૂલાસો માંગે છે તેમજ જિલ્લાકક્ષાએ આગામી સમયમાં રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ન ત્રિવેણી યોજના છતા પણ ગુજરાતમાં કુપોષણ સૌથી વધુ

જો કે આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કરતા તેમને સમગ્ર માલસામાન તેમજ અનાજ નિયત સમયે પહોચાડવામાં આવી છે, તેવી જાણકારી આપી હતી.જોકે આ યોજના અંતર્ગત સરકારી ચોપડે તમામ માલસામાનની ફાળવણી પણ થઈ ગઈ છે. 7000થી વધુ અતિ કુપોષિત બાળકો ધરાવનાર આ જિલ્લાની સ્થિતિ એવી છે કે, પ્રતિદન કુપોષિત બાળકોના કેસમાં વધારો થઇ રહ્યો છે.

સામાન્ય રીતે સરકાર દ્વારા જે અનાજની ફાળવણી કરવામાં આવે છે તેના થકી અનેક બાળકો આ કુપોષણથી બચી શકે છે. પરતું સરકારમાં ચાલતા કૌભાંડો વચ્ચે વનવાસી વિસ્તારમાં 30 કિલો અનાજ આપવાની શરૂઆત કેટલાય વર્ષોથી કરાઇ હોવાનું સરકારી ચોપડે નોંધ કરવામાં આવી છે. જોકે પાછલા ત્રણ વર્ષમાં આ માલસામાન હજી સુધી આ વિસ્તારમાં એક પણ વ્યક્તિને પહોંચ્યો નથી. તો બીજી તરફ આ મુદ્દે સરકારી ગોડાઉનના મેનેજર પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા. તેમણે કર્યું કે હાલ ગોડાઉનમાં 81000 બોરીની ઘટ છે.

સરકારી પરિપત્ર મુજબ સરકારી ગોડાઉનથી પંડિત દીનદયાળ ગ્રાહકની એજન્સી ધરાવનારા તમામ લોકોને સત્ર દીઠ 30 કિલો અનાજ પહોંચાડવાનું હોય છે. જે વિદ્યાર્થીની હાજરી 70 ટકાથી વધારે હોય તેને આ સહાય આપવામાં આવે છે. જોકે આજદિન સુધી આ યોજના છેવાડાના લાભાર્થી સુધી પહોંચી જ નથી.ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામના વનવાસી પરિવારનો સંપર્ક કરતા તેમને પણ આવા કાર્ડ તો અપાય છે પણ માલસામાન આજદિન સુધી એક પણ વાર આપવામાં આવ્યું નથી.

Intro:ગુજરાત સરકાર દ્વારા બજેટમાં અન્ન ત્રિવેણી યોજનામાં સૌથી વધુ રકમ ની ફાળવણી કરી ગુજરાતને કુપોષણમાંથી મુક્ત કરવાની વાતો વચ્ચે રિયાલિટી કંઈક ઓર જ છે માત્ર સાબરકાંઠા ની વાત કરવામાં આવે તો આ યોજનામાં 2 વર્ષ પહેલાં ફાળવાઈ ચૂકેલો અનાજનો જથ્થો આજદિન સુધી પહોંચ્યો નથી તો બીજી તરફ હજુ પણ જિલ્લામાં 8 હજારથી વધુ બાળકો કુપોષિત છેBody:ગુજરાત સરકાર દ્વારા આ વખતે બજેટમાં માં 2115 કરોડ જેવી રકમ થકી ગુજરાતને કુપોષણમાંથી મુક્ત કરાવવા યોજના માટે અન્ન ત્રિવેણી યોજના અંતર્ગત ફાળવણી કરાઈ છે જોકે આટલી મોટી રકમ થકી ચાલતી યોજનાના આજની તારીખે આંકડા સાંભળવામાં આવે તો પગ તળેથી જમીન સરકી જાય તેવો ઘાટ સર્જાયો છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મામલતદાર દ્વારા આ યોજનાનો લાભ ન મળતો હોવાની વાતની આધારે સરકારી ગોડાઉનના મેનેજર તેમજ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારતાં સમગ્ર મામલો બહાર આવી છે જેમાં વર્ષ 2016-17 ના પ્રથમ સત્ર નો માલ સામાન અત્યારે હાલમાં વિતરિત કરાઈ રહ્યાં છે જ્યારે 2017- 18 અને 2018-19 નો માલ સામાનની ફાળવણી બાકી છે. માત્ર ખેડબ્રહ્મા તેમજ પોશીના તાલુકાની વાત કરવામાં આવે તો 94 સ્કુલો પૈકી માત્ર ૧૮ સ્કૂલોમાં જ અનાજની ફાળવણી કરાઇ છે. સ્થાનિક મામલતદાર આ યોજના માટે ગોડાઉન મેનેજર તેમજ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી ખૂલાસો માંગે છે તેમજ જિલ્લાકક્ષાએ આગામી સમયમાં રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

બાઈટ_:-મામલતદાર ખેડબ્રહ્મા

જોકે આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી નો સંપર્ક કરતા તેમને સમગ્ર માલસામાન તેમજ આના જ નિયત સમયે પૂછતો હોવાની વાત કરી હતી જોકે આ યોજના અંતર્ગત સરકારી ચોપડે તમામ માલ સામાન ની ફાળવણી પણ થઈ ગઈ છે અને એ માટે સરકારી ગોડાઉન તેમજ કોન્ટ્રાક્ટર તરફથી પ્રમાણપત્ર પણ આપી દેવાય જિલ્લા તંત્ર પાસે છેલ્લા ત્રણ વર્ષના આંકડા મેળવતા ત્રણ વર્ષ પહેલાં જ તમામ માલ સામાન ની ફાળવણી થયાનું તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા માલસામાન પહોંચાડી દેવાયાનું સર્ટી પણ આપી દેવાઈ છે આટલું મોટું કૌભાંડ થયા બાદ પણ સબ સલામત હે ના નારા ગુંજી રહ્યા છે ત્યારે સત્ય ક્યારે બહાર આવશે એ પણ એક યક્ષ પ્રશ્ન છે 7000થી વધુ અતિ કુપોષિત બાળકો ધરાવનાર આ જિલ્લાની સ્થિતિ હોય તો અન્ય જિલ્લાઓ નું પૂછ્યું જી વિદ્યાર્થીનીઓ માટે 3 વર્ષ પહેલા 30 કિલો અનાજ ફાળવાયું હોવા છતાં આજ દિન સુધી અનાજ પહોંચ્યું નથી તો બીજી તરફ હવે ત્રણ વર્ષ પહેલાં અનાજ ફાળવવાની સુફિયાણી વાતો થઇ રહી છે જિલ્લાના સમાહર્તા સહિત રાજ્ય સરકાર આ મામલે ઠોસ પગલા ઉઠાવે તો ગુજરાતભરમાં આદિવાસી વિસ્તારોમાં ચાલતું મોટામાં મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે જોકે કોન્ટ્રાક્ટર દ્વારા મોટાભાગના અધિકારીઓ ને મેનેજ કરવાની પદ્ધતિ વધુ શુંશાસિત હોવાને પગલે આ કૌભાંડ એ પદ્ધતિ બની જાય તો નવાઈ નહીં આ મામલે જીલ્લા પુરવઠા અધિકારીનો ચાર્જ સંભાળનાર આ અધિકારીએ તમામ માલ સામાન પહોંચતુ હોવાની વાત કરી હતી

બાઈટ:-વાય એસ ચૌધરી-જીલ્લા પુરવઠા અધિકારી-સાબરકાંઠા

સામાન્ય રીતે આટલી મોટી યોજના થકી વનવાસી વિસ્તારમાં 30 કિલો અનાજ આપવાની શરૂઆત કેટલાય વર્ષોથી કરાઇ હોવાનું સરકારી ચોપડે નોંધવામાં આવી છે જોકે પાછલા ત્રણ વર્ષમાં આ માલસામાન હજી સુધી આ વિસ્તારમાં એક પણ વ્યક્તિને પહોંચ્યો નથી તો બીજી તરફ આ મુદ્દે સરકારી ગોડાઉન ના મેનેજર પોતાનો બચાવ કરતા જોવા મળ્યા તેમના નિવેદન અનુસાર ત્રણ મહિનાથી આ જગ્યા પર આવ્યો હોવાના પગલે કોઈ ખાસ વિગતો નથી જોકે હાલમાં આ ગોડાઉનમાં 81000 બોરી ની ઘટ હોવાનું જણાવ્યું હતું તેમજ આ યોજનાની પૂરતી વિગતો ન હોવાનું ઘણું ગાય રહ્યા હતા

બાઈટ:-દેવજીભાઈ રબારી ,સરકારી ગોડાઉન મેનેજર ખેડબ્રહ્મા

સામાન્ય રીતે સરકારી પરિપત્ર મુજબ સરકારી ગોડાઉન થી પંડિત દીનદયાળ ગ્રાહક ની એજન્સી ધરાવનારા તમામ લોકોને સત્ર દીઠ 30 કિલો અનાજ પહોંચાડવાનું હોય છે જે વિદ્યાર્થીની હાજરી 70 ટકાથી વધારે હોય તેને આ સહાય આપવાની હોય છે જોકે આજદિન સુધી આ યોજના છેવાડાના લાભાર્થી સુધી પહોંચી નથી.ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામના વનવાસી પરિવારનો સંપર્ક કરતા તેમને પણ આવા કાર્ડ તો અપાય છે પણ માલસામાન આજદિન સુધી એક પણ વાર ન અપાયા નું નિવેદન આપ્યું હતું ત્યારે આ મુદ્દે સ્થાનિક મામલતદાર કંઈક આમ બચાવ કરતા નજરે પડ્યા હતા.

બાઈ_ રત્નાબેન ગમાર ,લાભાર્થી ખેડબ્રહ્મા

Conclusion:જોકે આ મુદ્દે સૌથી મોટો મુદ્દો એ છે કે 2016-2017 પ્રથમ સત્રમાં આપવાનું આ અનાજ બે વર્ષ બાદ પહોંચાડી રહ્યા ની સુફિયાણી વાતો કરનારા અધિકારીઓ માટે બે વર્ષનો આટલો મોટો અનાજનો જથ્થો ક્યાં ગયું તે જાણવાની કે સમજવાની પણ તસ્દી લીધી નથી ત્યારે રાજ્ય સરકારનો હેતુ ક્યારે સફળ થશે એતો સમય બતાવશે જોકે હાલમાં તો સમગ્ર કૌભાંડ મુદ્દે અધિકારીઓ એકબીજાને ખો આપી કૌભાંડનો ઢાંકપિછોડો કરતા નજરે પડી રહ્યા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.