ETV Bharat / state

રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યું સ્વૈચ્છિક લોકડાઉન

author img

By

Published : Apr 19, 2021, 6:19 PM IST

Updated : Apr 19, 2021, 8:08 PM IST

રાજ્યમાં કોરોનાનો હાહકાર છે અને સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે વેપારીઓ સ્યમભૂં લોકડાઉન કરી રહ્યા છે. રાજકોટમાં પણ લોધીકા સંઘે 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સ્યમભૂં લોકડાઉન જાહેર કર્યું છે.

LOCKDOWN
રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યું સ્વૈચ્છિક લોકડાઉન

  • રાજકોટમાં કોરોનાનો હાહાકાર
  • કોરોના સંક્રમણ વધતા વેપારી મંડળો કરી રહ્યા છે સ્યંમભૂ લોકડાઉન
  • લોધીકા સંઘ દ્વારા કરવામાં આવ્યું સ્યંમભૂ લોકડાઉન

રાજકોટ: દેશ-રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 67 કોરોના દર્દીઓના મૃત્યું થયા છે. કોરોના પોઝિટિવ સંખ્યાની વાત કર્યે તો રાજકોટમાં 294 પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરના વેપારી મંડળો કોરોના સંક્રમણ અટકાવવા માટે સ્યમભૂં લોકડાઉન જાહેર કરી રહ્યા છે. રાજકોટ -લોધીકા ખરીદ વેચાણ સંઘ દ્વારા પણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે.

આ પણ જાણો : કુંભમેળામાંથી રાજકોટ પરત આવેલા 147 યાત્રિકોનું રેલવે સ્ટેશન ખાતે રેપીડ એન્ટીજન ટેસ્ટિંગ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું


આગામી તારીખ 21-4 થી 30-4 સુધી રાજકોટ લોધીકા સંઘ બંધ રહેશે

રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંઘ દ્વારા પણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે. આગામી તારીખ 21-4 થી 30-4 સુધી રાજકોટ લોધીકા સંઘ બંધ રહેશે. રાજકોટ લોધીકા સંઘનું ત્રંબા ખાતે આવેલા યુનિટ પણ બંધ રાખવામાં આવશે. સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ત્રંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધતા સંઘના સહકારી આગેવાનો દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Last Updated : Apr 19, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.