ETV Bharat / state

જળસંચય સાથે રાજકોટ જિલ્લાના ગ્રામિણોને ઘરઆંગણે મળી રહી છે રોજગારીની તક

author img

By

Published : May 14, 2020, 7:56 PM IST

સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ રાજકોટ જિલ્લાના ગ્રામિણોને ઘરઆંગણે રોજગારીની તક મળી રહી છે. રાજકોટ જિલ્લામાં ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુસર હાલ 80 જેટલા ગામોમાં 119 જેટલા વિકાસ કામો થકી 3354 લોકોને રોજગારી અપાઇ રહી છે.

રાજકોટ
રાજકોટ

રાજકોટઃ મુખ્યત્વે ખેતીપ્રધાન આર્થિક પ્રવૃતિ પર નિર્ભર ગ્રામ્ય વિસ્તારોમાં પાણી એ જ જીવનનાં પાયાનો આધાર છે. ગુજરાતને જળ સુરક્ષા આપવાના હેતુથી અને વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ છેલ્લા બે વર્ષથી સતત સુજલામ સુફલામ જળ અભિયાન જન ભાગીદારીથી શરૂ કરાવ્યું છે.

જળ સંચય સાથે રાજકોટ જિલ્લાના ગ્રામિણોને ઘરઆંગણે મળી રહી છે રોજગારીની તક
જળ સંચય સાથે રાજકોટ જિલ્લાના ગ્રામિણોને ઘરઆંગણે મળી રહી છે રોજગારીની તક
ગ્રામ્ય વિસ્તારમાં આ જળસંયચ થકી અનેક સકારાત્મક પરિણામો મળ્યા છે. જેને અનુલક્ષીએ આ વર્ષે પણ સુજલામ સુફલામ જળઅભિયાનના ત્રીજાચરણનો રાજ્યમાં પ્રારંભ કરાયો છે. 10મી જુન સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાં 3463 ગ્રામ પંચાયતોએ 18.824 કામો મનરેગા અંતર્ગત હાથ ધર્યા છે. જે અન્વયે 3 લાખ 4 હજાર 756 ગ્રામીણ શ્રમિકો રોજગારી દ્વારા આર્થિક આધાર મેળવતા થયા છે.રાજકોટ જિલ્લામાં પણ ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુસર હાલ 80 જેટલા ગામોમાં 119 જેટલા વિકાસ કામો થકી 3354 લોકોને રોજગારી અપાઇ રહી છે. આ કામોમાં સમાજીક વનીકરણ, તળાવ ઉંડું કરવા સહિતના માળખાકીય વિકાસ કામોનો સમાવેશ કરાયો છે.
જળ સંચય સાથે રાજકોટ જિલ્લાના ગ્રામિણોને ઘરઆંગણે મળી રહી છે રોજગારીની તક
જળ સંચય સાથે રાજકોટ જિલ્લાના ગ્રામિણોને ઘરઆંગણે મળી રહી છે રોજગારીની તક
ઉપલેટા તાલુકાના 10 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતું ઢાંક ગામ પાસે આવેલા ભિમેશ્વર તળાવને પણ ઉંડુ કરવાનું સુજલામ સુફલામ અભિયાનનું કામ મનરેગા હેઠળ ચાલી રહ્યું છે. જયાં આસપાસના વિસ્તારના 450 જેટલા ગ્રામિણોને રોજગારી મળી રહી છે. ખાસ કરીને લોકડાઉનના કપરા કાળમાં અન્ય વેપાર-ઘંધા બંધ હોવાથી કામ વગર રોજગારી મેળવવા ઇચ્છતા શ્રમિકોને મનરેગા હેઠળ પાંચ લાખથી વધુ રકમના શરૂ કરેલા આ વિકાસ કાર્ય થકી 2400 માનવદિન ઉત્પન્ન થયા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.