ETV Bharat / state

Usury case: પઠાણી ઉઘરાણી કરવા વ્યાજખોરોએ પિતાનું કર્યું અપહરણ, 3 આરોપીઓની ધરપકડ

author img

By

Published : Apr 14, 2023, 9:05 AM IST

રાજ્ય સરકાર દ્વારા વ્યાજના ચુંગાલમાં ફસાયેલા વ્યક્તિઓને વ્યાજખોરોથી મુક્ત કરાવવા અને પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે પોલીસ તંત્ર દ્વારા રાજ્યભરમાં લોક દરબાર યોજવામાં આવ્યા હતા. આમ છતાં જસદણમાં વ્યાજખોરો બેફામ બની જઈ ઉઘરાણી કરતાં હોય છે આવો જ એક કિસ્સો જસદણમાં સામે આવ્યો છે.

Usury case: પઠાણી ઉઘરાણી કરવા વ્યાજખોરોએ પિતાનું કર્યું અપહરણ, 3 આરોપીઓની ધરપકડ
Usury case: પઠાણી ઉઘરાણી કરવા વ્યાજખોરોએ પિતાનું કર્યું અપહરણ, 3 આરોપીઓની ધરપકડ

Usury case: પઠાણી ઉઘરાણી કરવા વ્યાજખોરોએ પિતાનું કર્યું અપહરણ, 3 આરોપીઓની ધરપકડ

રાજકોટ: રાજકોટ પાસેના જસદણમાં હીરાના કારખાનેદાર પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી માટે અપહરણ કરી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બન્યો છે. જસદણ શહેરના ખાનપર રોડ પર વિવેકાનંદ નગરમાં રહેતા અને નવા બસસ્ટેન્ડ પાછળ હીરાનું કારખાનું ચલાવતા મગન ભોળાભાઈ ચોહલીયાના પુત્ર જીજ્ઞેશએ ધંધા માટે રૂપિયા 1 લાખ માસિક 8 ટકા વ્યાજે લીધા હતા. આ રકમની વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી ત્રણ શખ્સોએ તેનું ગાડીમાં અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની સંપત્તિ અને અન્ય પુરાવાઓ અંગે તપાસ કરી શરુ

શું કહે છે ફરિયાદીઃ આ અંગે ફરિયાદી અને ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારા છોકરાએ 8 મહિના પહેલા ધંધા માટે જરૂરિયાત હોવાથી રૂપિયા 1 લાખ 8 ટકા માસિક વ્યાજે આમની પાસેથી લીધા હતા. એ લોકો પછી અમને ધમકી દેવાનું ચાલું કરી દીધું હતું. પછી ખોટી રીતે પૈસા ઉઘરાવવાનું ચાલું કરી દીધું હતું. દીકરાએ આ પહેલા પણ વ્યાજના પૈસા આપી દીધા હતા. પછી વધારે પડતું પ્રેશર કરતા ફરીથી રૂપિયા 25000 આપી દીધા હતા. તેમ છતાં બે અજાણ્યા વ્યક્તિઓ કારખાનાને આવ્યા હતા.

ધમકી આપીઃ આ બાબતે રવિ રામાણી અને રાહુલ રબારી બુલેટ લઈને આવ્યા હતા. મને કહ્યું તમે બેસી જાવ જેથી મેં તેમને કહ્યું કે, તમે જાવ હું પાછળ આવું છું. તેઓ જતાં હતા ત્યાં રસ્તામાં કૈરવી પાનના ગલ્લા પાસે પૃથ્વીરાજ ઊભો હતો. તેમણે મને કહ્યું કે, તમે ગાડીમાં બેસી જાવ. એ બાદ ગાડીમાં બેસાડી દીધો હતો. બાદમાં જસદણના ઔદ્યોગિક વિસ્તારમાં લઈ ગયા હતા. પછી ત્યાં એક અજાણી જગ્યા પર વૃક્ષ નીચે બેસાડીને કહ્યું કે, આજને આજ પૈસાનું કરી આપ. નહીં તો કારખાનાનો સામાન સાથે લઈ જઈશું.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : પૂર્વ પ્રેમીએ કરી હતી મહિલાની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે આ રીતે ઉકેલ્યો ગુનાનો ભેદ

પ્રાથમિક વિગતઃ આ કેસમાં જસદણ પોલીસની પ્રાથમિક તપાસમાંથી ઘણી વિગત સામે આવી હતી. જે પૈકી ફરિયાદીના પુત્ર જીજ્ઞેશએ ધંધામાં આર્થિક જરૂરીયાત ઊભી થઈ હતી. જેમાં જસદણમાં રહેતા પૃથ્વીરાજ ખાચર પાસેથી રૂપિયા 1 લાખ 8 ટકા માસિક વ્યાજે લીધા હતા. જેની સામે ચૂકવણા પેટે રૂપિયા 32000 વ્યાજ લેખે ચૂક્તે કર્યા હતા. એ પછી આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ જતા વ્યાજના પૈસા આપી શક્યા ન હતા. બાદમાં બાકીની રકમ અને વ્યાજની ઉઘરાણી માટે કારખાનેદાર મગનભાઈને પૃથ્વીરાજ ખાચર, તેના મિત્રો રવિ રામાણી અને રાહુલ રબારીએ ધમકી આપી કારખાનેદારનું અપહરણ કરી ગયાનું તપાસમાં ખુલ્યું હતું.

પોલીસ ફરિયાદ કરીઃ આ ઘટના બાદ પરિવારના સભ્યોએ જસદણ પોલીસને ફરિયાદ કરતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ત્યાં દોડી આવ્યો હતો. વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. વ્યાજખોરો લોકો એવું દબાણ કરતા હતા કે, પહેલા પૈસા આપો તો જ જવા દઈશું. ત્યાં સુધી જવા નહી. તેવી ધમકીઓ સતત આપતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે જસદણ પોલીસ દ્વારા જસદણના ચિતલીયા ગામના પૃથ્વીરાજ કથુભાઈ ખાચર અને જસદણના રવિ ડાયાભાઈ રામાણી તેમજ રાહુલ રામશીભાઈ રબારી નામના ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 365, 384, 386, 387, 504, 506(2), 114 તથા ગુજરાત નાણાધીરધાર કરનાર અધિનિયમ 5, 3, 4, 40, 42 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.