ETV Bharat / state

Unseasonal Rain: ભરઉનાળે રાજકોટના રસ્તા થયા પાણીપાણી, એક કલાકમાં સવા ઈંચ વરસાદ

author img

By

Published : Mar 22, 2023, 8:56 PM IST

રાજકોટમાં આજે ભરઉનાળે ધોધમાર વરસાદ વરસતાં શહેરના રસ્તા પાણીપાણી થઈ ગયા હતા. અહીં માત્ર એક જ કલાકમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.

Unseasonal Rain: ભરઉનાળે રાજકોટના રસ્તા થયા પાણીપાણી, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
Unseasonal Rain: ભરઉનાળે રાજકોટના રસ્તા થયા પાણીપાણી, એક કલાકમાં સવા ઈંચ વરસાદ

એક કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો

રાજકોટઃ હવામાન વિભાગની આગાહીના કારણે શહેરમાં બપોર દરમિયાન એકાએક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તેના કારણે શહેરીજનો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. છેલ્લા એક કલાકમાં રાજકોટમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે શહેરના વિવિધ રાજમાર્ગો વરસાદના કારણે પાણીપાણી થયા હતા. સાથે જ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. શહેરમાં કમોસમી વરસાદ આવવાના કારણે તંત્ર પણ એલર્ટ થયું હતું. જ્યારે રાજકોટ સહિત જિલ્લાના અલગઅલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગની અગાહીને પગલે કમોસમી વરસાદ
હવામાન વિભાગની અગાહીને પગલે કમોસમી વરસાદ

આ પણ વાંચોઃ Unseasonal Rain: રાજકોટ સહિતના જિલ્લાઓમાં માવઠાનો માર, ખેતિના પાકને ભારે નુકસાનની ભીતિ

એક કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યોઃ હાલ રાજ્યમાં ઉનાળાની શરૂઆત છે. આવામાં વરસાદ પડવાના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. જ્યારે રાજકોટમાં બપોરે 2થી 3 વાગ્યા સુધીમાં એટલે કે, એક કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમાં શહેરના મધ્ય ઝોનની વાત કરીએ તો, 21 મિમી વરસાદ, પૂર્વ ઝોનમાં 31 મિમી અને પશ્ચિમ ઝોનમાં 32 મિમી વરસાદ વરસ્યો હતો.

વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

શહેરીજનો મુશ્કેલીમાં મુકાયાઃ શહેરમાં અચાનક વરસાદ આવવાના કારણે શહેરીજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. એક તરફ હાલ ઉનાળાની શરૂઆત થઈ રહી છે. એવામાં અચાનક વરસાદ આવવાના કારણે આગામી દિવસોમાં રોગચાળો વધે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.

શહેરના રસ્તા પાણી પાણી
શહેરના રસ્તા પાણી પાણી

હવામાન વિભાગની અગાહીને પગલે કમોસમી વરસાદઃ હવામાન વિભાગે ગુજરાતના રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આગામી 2થી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી હતી. તેને લઈને રાજકોટમાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોરે 2 વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જે વરસાદ છેલ્લા એક કલાક સુધી વરસ્યો હતો. આના કારણે શહેરના અંડરબ્રિજવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા
શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચોઃ Unseasonal Rain: ભેજ-કમોસમી વરસાદથી આંબામાં જોવા મળી શકે રોગ, જાણો ઉપાય

તંત્ર એલર્ટઃ વરસાદના કારણે મહાનગરપાલિકાનું તંત્ર પણ એલર્ટ થયું હતું. જ્યારે એકાએક વરસાદ પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેના કારણે ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.