ETV Bharat / state

રાજકોટ સામુહિક આત્મહત્યા મામલોઃ 2 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ

author img

By

Published : May 6, 2021, 11:12 AM IST

રાજકોટમાં થોડા દિવસો પહેલા ત્રણ જેટલા સભ્યોએ ઝેરી દવા પીને સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમાં પિતા અને પુત્રનું મોત થયું છે.પુત્રી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. સ્યુસાઈડ નોટના આધારે પોલીસે વકીલ આર. બી. વોરા અને દિલીપ કોરાટ સામે IPCની કલમ 306, 114, 406, 387, 120(બી) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

સામુહિક આત્મહત્યા
સામુહિક આત્મહત્યા

  • ઝેરી દવા પીને સામુહિક આત્માહત્યાનો પ્રયાસ કર્યો
  • સ્યુસાઈડ નોટના આધારે 2 સામે ગુનો દાખલ
  • દિલીપ કોરાટને રૂપિયા 1.20 કરોડમાં મકાન અપાવ્યું

રાજકોટ : જિલ્લામાં થોડા દિવસો પહેલા ત્રણ જેટલા સભ્યોએ ઝેરી દવા પીને સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે તમામને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સોમવારે પુત્રનું મોત થયુંં હતું. જ્યારે મંગળવારે રાત્રે પુત્ર-પુત્રીને કોરોનાની દવા હોવાનું કહી ઝેરી દવા પીવડાવનાર પિતાનું પણ મોત થયું છે. હાલ પુત્રી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે વકીલ આર. બી. વોરા અને દિલીપ કોરાટ સામે સ્યુસાઈડ નોટના આધારે IPCની કલમ 306, 114, 406, 387, 120(બી) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

રાજકોટમાં પરિવારના ત્રણ સભ્યોએ કરી સામુહિક આત્મહત્યા

આ પણ વાંચો : વડોદરાના સોની પરિવાર આત્મહત્યા કેસને મામલે બે જ્યોતિષની ધરપકડ

સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં કૃપાલી સારવાર હેઠળ

સોમવારે આ પરિવારના અંકિત લાબડીયા નામના પુત્રનું મોત થયું હતું. જેને લઈ તાલુકા પોલીસ દ્વારા કોરોનાના નામે ઝેરી દવા આપનાર પિતા કમલેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. જો કે, હવે જેના ઉપર ગુનો નોંધાયો હતો તે કમલેશે મંગળવારે જ દમ તોડી દેતા બે દિવસમાં જ બ્રાહ્મણ પરિવારનાં બે સભ્યોનાં મોત થયા છે. હાલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પુત્રી કૃપાલીની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : ભાવનગરમાં સામુહિક આત્મહત્યાની ઘટનાઃ મૃતકે ગળેફાંસો લગાવતા પહેલા જણાવ્યું કારણ, વીડિયો વાઈરલ

સામૂહિક ઝેરી દવા પીધી હોવાનો ઉલ્લેખ કર્યો

પોલીસ તપાસમાં દિલીપ કોરાટને રૂપિયા 1.20 કરોડમાં મકાન અપાવ્યું હતું. સ્યુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ, સંતાનોના લગ્ન માટે કમલેશે લીંબાડિયાએ પોતાનું મકાન વહેંચવા જાહેરાત આપી હતી. જેના આધારે એડવોકેટ આર. ડી. વોરાએ સંપર્ક કરી તેના સગા દિલીપ કોરાટને રૂપિયા 1.20 કરોડમાં મકાન અપાવ્યું હતું. મકાનના આર. ડી. વોરા અને દિલીપ કોરાટે 20 લાખ રોકડા આપ્યા હતા. જો કે, બાકી નિકળતા રૂપિયા 1 કરોડની માંગ કરતા આ રૂપિયા આપી દીધા હોવાનું કહીને પોલીસમાં અરજી કરી હેરાનગતી કરતા હતા. મકાન અને કારના હપ્તા ચડી ગયા હોવાથી પોતે સામૂહિક ઝેરી દવા પીધી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.