ETV Bharat / state

First Case Of Love Jihad In Rajkot : ધોરાજી તાલુકામાં લવ જેહાદનો આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયો

author img

By

Published : Jul 18, 2021, 8:09 AM IST

લવ જેહાદનો આરોપી
લવ જેહાદનો આરોપી

First Case Of Love Jihad In Rajkot : જિલ્લાના ધોરાજી પોલીસ મથકમાં રાજકોટ જિલ્લામાં પ્રથમ લવ જેહાદ (Love Jihad)ની ફરિયાદ દાખલ થઇ છે. જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી લીધો છે.

  • રાજકોટ જિલ્લામાં પ્રથમ Love Jihadનો કિસ્સો
  • પરણિત હોવાની વાત છુપાવી મહિલા સાથે દુષ્કર્મ કર્યું
  • ધાર્મિક કલમા ઈન્સ્ટાગ્રામમાં મોકલતો હતો

રાજકોટ : રાજ્યમાં લવ જેહાદ (Love Jihad)નો કાયદો બન્યા પછી એક પછી એક લવજેહાદના કિસ્સાઓ જે રીતે સામે આવી રહ્યા છે. તેમાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ફોસલાવી ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટના ધોરાજી પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં રાજકોટ જિલ્લામાં પ્રથમ લવજેહાદનો ગુન્હો ધોરાજી પોલીસ મથકમાં દાખલ થયો હતો. જે પછી પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી લીધો છે.

આ પણ વાંચો : વસ્તી નિયંત્રણ, ત્રિપલ તલાક, લવ જેહાદ અને ધર્મ પરિવર્તન કાયદો ભાજપને ચૂંટણીમાં કેટલો ફાયદો અપાવશે?

મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માનસિક ત્રાસ આપતો

લવજેહાદની પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ધોરાજી રાધાનગરમાં રહેતા મુસ્લિમ પરણિત યુવક મહોમદ ઉર્ફે ડાડો ગનીભાઈ સમા સામે આ અંગેનો ગુનો નોંધાયો હતો. આ સાથે જ આ ફરિયાદમાં યુવતીને ઇન્સ્ટાગ્રામ ઉપર યુવકે ધાર્મિક કલમા મોકલી આપ્યા હોવાની વાત સામે આવી હતી. બીજી તરફ યુવકે કાયદેસર મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને લેવા માનસિક ત્રાસ આપતો હોવાનો પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ધોરાજી પોલીસ મથક
ધોરાજી પોલીસ મથક

ધર્મપરિવર્તન કરાવવા માટે મૌલવીની મદદ લીધી

યુવક દ્વારા મહિલાને રૂબરૂ કહેલું કે, આપણે મૌલવી પાસે કાયદેસર રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા કહીને લલચાવી અને ફોસલાવી અને આ રીતે તેને ધર્મ પરિવર્તન કરાવવા માટે માનસિક દબાણ કરીને ધર્મ પરિવર્તન માટેનો પ્રયત્ન કર્યો હતો. લગ્નની લાલચ આપીને ફરિયાદીની દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદની મરજી વિરૂદ્ધ તેમની સાથે જાતીય સંબંધ બાંધી અને તેને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરેલો હતો.

આ પણ વાંચો : Vapi love jihad case: આરોપી મુસ્લિમ યુવકની બિહારથી ધરપકડ

પીડિત મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ

આ સમગ્ર બનાવ અંગે મહિલાએ ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની વધુ તપાસ જેતપુર નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમાર ચલાવી રહ્યા હતા. ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી લીધો છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.