ETV Bharat / state

ગોંડલ તાલુકામાં વિચિત્ર અવકાશી નજારો દેખાયો, વીડિયો વાયરલ

author img

By

Published : May 14, 2020, 10:33 AM IST

ગોંડલ અને તાલુકાના અનિડા ભાલોડી તેમજ હડમતાળાના આકાશમાં વિચિત્ર નજારો દેખાયો હતો. જેથી ગ્રામજનોએ મોબાઈલમાં વીડિયો શૂટિંગ કરીને આ વીડિયો વાયરલ કર્યો હતો.

ETV BHARAT
ગોંડલ તાલુકામાં વિચિત્ર અવકાશી નજારો દેખાયો

રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના ઘણા ગામડાઓમાં બુધવારના રાત્રે 9 કલાકે આકાશમાં કોઈ અગનગોળા ઉડતા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. જેથી ગ્રામલોકોએ આ સમગ્ર ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી. આ સાથે જ ગ્રામજનોએ તર્ક-વિતર્કો કર્યા હતા કે, ઊંચાઈએ વિમાન ઉડી રહ્યું છે અને આ વિમાનમાંથી અગનગોળા છોડવામાં આવી રહ્યા છે.

ગોંડલ તાલુકામાં વિચિત્ર અવકાશી નજારો દેખાયો

આ અંગે ગોંડલના એક પત્રકારે પ્રાંત અધિકારી રાજેશકુમારને જાણ કરી હતી. જેથી રાજેશકુમારે રાજકોટ કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને તાકીદે માહિતી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.