ETV Bharat / state

સૌરાષ્ટ્રનો સૌથી મોટો પૂલ અતિશય જર્જરીત હાલતમાં, સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના છતાં તંત્ર ઘોર નિદ્રામાં

author img

By

Published : Nov 1, 2022, 10:24 AM IST

રાજકોટના ઉપલેટામાં આવેલો રાજાશાહી વખતનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો પુલ અતિશય જર્જરીલ હાલતમાં (Saurashtra bridge in Dilapidated condition) છે. રાહદારીઓ અને વાહનચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે હવે અહીં પણ મોરબી જેવી દુર્ઘટના ઘટે (Morbi Bridge Collapse) તો તેના માટે જવાબદાર કોણ તે અંગે રાહદારીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો પૂલ અતિશય જર્જરીત હાલતમાં, સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના છતાં તંત્ર ઘોર નિદ્રામાં
સૌરાષ્ટ્રનો સૌથી મોટો પૂલ અતિશય જર્જરીત હાલતમાં, સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના છતાં તંત્ર ઘોર નિદ્રામાં

રાજકોટ શહેરમાં ઉપલેટા અને પાટણવાવ સહિત અન્ય ગામડાઓને જોડતો રાજાશાહી વખતનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો પુલ અતિશય જર્જરીત હાલતમાં (Saurashtra bridge in Dilapidated condition) છે. અહીં રાહદારીઓ અને વાહનચાલકો જીવના જોખમે પૂલ પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે હવે અહીં પણ મોરબી જેવી દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર તે અંગે લોકોમાં ચિંતા છે.

તંત્ર પૂલનું સમારકામ કરશે કે કેમ

પૂલની હાલત અતિ દયનીય મોરબીનો ઝૂલતો પુલ અચાનક તૂટી (Morbi Bridge Collapse) જવાથી અનેક લોકોએ પોતાના સ્નેહીજનો અને પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલો રાજાશાહી વખતનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો પૂલ કે, જે ઉપલેટા શહેર વિસ્તારથી અન્ય ગામડાઓ જેવા કે ચિખલીયા, મોટીમારડ, સમઢીયાળા, પાટણવાવ, માણાવદર, વંથલી, જૂનાગઢ સહિતના અસંખ્ય ગામડાઓને જોડતા પૂલની હાલત અતિદયનીય (Saurashtra bridge in Dilapidated condition) છે.

પૂલની હાલત અતિ દયનીય
પૂલની હાલત અતિ દયનીય

અનેક લોકોના જીવ જઈ શકે છે આ પૂલ હાલ અતિ જર્જરીત હાલતમાં (Saurashtra bridge in Dilapidated condition) જોવા મળે છે. આમ જોઈએ તો, આ પુલ તૂટી ગયેલ હોવાનું પણ સ્પષ્ટ રીતે દેખાય છે. આ પૂલ કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જીને અનેક લોકોના જીવ લઈ શકે છે.

ક્યારેય પણ તૂટી શકે છે બ્રિજ આ અંગે લોકોના જણાવ્યા મુજબ, આ પૂલ બંને બાજુએથી રેલિંગ તૂટેલી છે. આ પૂલ ક્યારે તુટી જાય તે નક્કી નથી. આ પૂલની ખરાબ સ્થિતિની લઈને અહીંના તેમ જ આસપાસના પંથકના લોકો તેમ જ રાહદારીઓ અને આગેવાનો સહિતના તમામ લોકોએ પૂલની મરામત અને સારસંભાળ લેવા અનેક વખત તંત્રને રજૂઆત (upleta nagarpalika) કરી છે. જોકે, તંત્રને આ મામલે કંઈ પડી જ નથી.

ક્યારેય પણ તૂટી શકે છે બ્રિજ
ક્યારેય પણ તૂટી શકે છે બ્રિજ

તંત્ર પૂલનું સમારકામ કરશે કે કેમ જે રીતે મોરબીમાં ઝૂલતો પૂલ (Morbi Bridge Collapse) તૂટવાથી ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે ત્યારે રાજાશાહી વખતો આ તૂટેલ હાલતમાં રહેલ પૂલને તંત્ર (upleta nagarpalika) રીપેર કરશે કે, કોઈ અહીયાં પોતાનો જીવ ગુમાવે કે, મોટી દુર્ઘટના બને તેની રાહ જોવે છે તેવું પણ જણાઈ (Saurashtra bridge in Dilapidated condition) આવે છે.

પૂલ તૂટશે તો થઈ શકે છે મોટી જાનહાની ઉપલેટા શહેર તેમ જ અહીંયાથી જૂનાગઢ સહિતના જિલ્લા અને તાલુકાઓને જોડતો તેમ જ ગામડાઓને જોડતો આ એક માત્ર પૂલ છે, જે હાલ મરણ પથારીએ દેખાઈ રહ્યો છે. ત્યારે જો આ પૂલ તૂટી જાય તો મોટી જાનહાની સર્જાઈ તેવી પરિસ્થિતિનું નિર્માણ (Saurashtra bridge in Dilapidated condition) પામે તેમ છે. આથી લોકોનું કહેવું છે કે, જવાબદાર તંત્ર (upleta nagarpalika) મોરબી જેવી (Morbi Bridge Collapse) ઘટના ઉપલેટામાં બને તે પહેલા રિપેર કરીને સમારકામ કરે તેવી માગ કરી રહ્યા છે. ત્યારે અહીં કોઈ ગંભીર ઘટના બને તે પહેલા તંત્ર તાત્કાલિક જાગી અને કાર્વાહી શરૂ કરે તેવું પણ સ્પષ્ટ પણે જણાઈ આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.