ETV Bharat / state

Rajkot News: પીએમ મોદીના હસ્તે “સૌની યોજના”ના લીંક 3ના પેકેજ-8 અને પેકેજ–9નું લોકાર્પણ

author img

By

Published : Jul 24, 2023, 7:56 AM IST

પીએમ મોદીના હસ્તે “સૌની યોજના”ના લીંક 3ના પેકેજ-8 અને પેકેજ–9નું લોકાર્પણ કરવામાં આવશે. સૌની યોજના લીંક-3ના પેકેજ 8 અંતર્ગત રૂપિયા 264.94 કરોડના ખર્ચે લીંક-3ના પેકેજ-5ની મુખ્ય પાઇપ લાઇન ગુંદાસરા ગામ નજીકના એન્ડ પોઇંટ થી ભાદર-1 ડેમ સુધી જોડવામાં આવી છે. જેમાં પેકેજ-8ના 32.561 કિ.મી. માટેના પાઇપલાઇન તથા વેરી તળાવને આશરે 1.8 કીમી પાઇપ લાઇન નાખી જોડવામાં આવી છે.

પીએમ મોદીના હસ્તે “સૌની યોજના”ના લીંક 3ના પેકેજ-8 અને પેકેજ–9નું લોકાર્પણ
પીએમ મોદીના હસ્તે “સૌની યોજના”ના લીંક 3ના પેકેજ-8 અને પેકેજ–9નું લોકાર્પણ

રાજકોટ: સૌરાષ્ટ્રની સૂકી ધરાને સૌની યોજના થકી મા નર્મદાના આશીર્વાદ મળ્યા છે. વર્ષો અગાઉ દુકાળનો માર સહન કરનારું સૌરાષ્ટ્ર ક્યારેય સિંચાઈ તથા પીવાના પાણી માટે વલખા મારે નહીં તેવું દૂરંદેશીપૂર્ણ અને નક્કર આયોજન તત્કાલીન મુખ્યપ્રધાન તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. સૌની યોજના શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2016માં સૌરાષ્ટ્રમાં આજી-3 ડેમમાં નર્મદાના નીરના અવતરણ વખતે રાજકોટના અનેક ગામોમાં લાપસીના આંધણ લેવાયા હતા. ફરીવાર આવો જ માહોલ સર્જાવા જઈ રહ્યો છે.

પીએમ મોદીના હસ્તે “સૌની યોજના”ના લીંક 3ના પેકેજ-8 અને પેકેજ–9નું લોકાર્પણ
પીએમ મોદીના હસ્તે “સૌની યોજના”ના લીંક 3ના પેકેજ-8 અને પેકેજ–9નું લોકાર્પણ

નાખી જોડવામાં આવી: કામગીરી અંદાજિત રૂપિયા 396.67 કરોડના ખર્ચે થઈઆગામી તા. 27 જુલાઈના રોજ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન “સૌની યોજના”ના લીંક 3ના પેકેજ-8અને પેકેજ–9 નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ બંને પેકેજની કામગીરી અંદાજિત રૂપિયા 396.67 કરોડના ખર્ચે થઈ છે. સૌની યોજના લીંક-3ના પેકેજ 8 અંતર્ગત રૂપિયા 264.94 કરોડના ખર્ચે લીંક-3ના પેકેજ-5ની મુખ્ય પાઇપ લાઇન ગુંદાસરા ગામ નજીકના એન્ડ પોઇંટ થી ભાદર-1 ડેમ સુધી જોડવામાં આવી છે. જેમાં પેકેજ-8ના 32.561 કિ.મી. માટેના પાઇપલાઇન તથા વેરી તળાવને આશરે 1.8 કીમી પાઇપ લાઇન નાખી જોડવામાં આવી છે.

સીધો લાભ મળશે: 42,380 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભસૌની યોજના લીંક-3 પેકેજ-8 દ્વારા 42,380 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે. જેનાથી આશરે 10,568 ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકશે. ઉપરાંત આસપાસના 57 ગામોના 75 હજારથી વધુ લોકોની પીવાના તથા સિચાઈના પાણીની સુવિધામાં વધારો થશે. સૌની યોજના લીંક-3ના પેકેજ-9 માં આજી-1 એક્ષટેન્શન તથા ફોફળ-01 ફીડર એક્ષટેન્શનનું કામ રૂપિયા 128.71 કરોડના ખર્ચે લીંક-3ના પેકેજ-4ના ઠેબચડા ગામ પાસેથી પાસેથી આજી-1 જળાશયના સબમર્જન્સ સુધી આશરે 6.279 કિ.મી. લંબાઇની પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી છે.

પીએમ મોદીના હસ્તે “સૌની યોજના”ના લીંક 3ના પેકેજ-8 અને પેકેજ–9નું લોકાર્પણ
પીએમ મોદીના હસ્તે “સૌની યોજના”ના લીંક 3ના પેકેજ-8 અને પેકેજ–9નું લોકાર્પણ

ઋતુનો પાક લેતો થયો: જ્યારે ફોફળ-1 ના એક્ષટેન્શન ફીડર પાઇપલાઇનના કામમાં લીંક-3ના પેકેજ- 5 પાસેથી (ગામ : ચાંદલી તા. લોધીકા) કનેક્શન આપી ફોફળ-1=જળાશયના સબમર્જન્સ સુધી આશરે 28.1320કિ.મી. લંબાઇની પાઇપલાઇન જોડવામાં આવી છે. વડાપ્રધાનના હસ્તે લોકાર્પિત થનાર આ યોજના દ્વારા 38 ગામોના 23000થી વધુ લોકોને ફાયદો થયો છે તથા 10,018 એકર જમીનને સિંચાઇની અને પીવાના પાણીની સુવિધાઓ વધારવા સાથે હરિયાળી બનશે. સૌની યોજના થકી મા નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રની ધરા નવપલ્લવિત થઈ રહી છે. ત્યારે આયોજન થકી આજે સૌરાષ્ટ્રનો ખેડૂત ત્રણ ઋતુનો પાક લેતો થયો છે.

  1. Rajkot News : સૌરાષ્ટ્રમાં ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા 105 ડેમોનું કરાયું નિર્માણ, અનેક ડેમ પાણીથી ભરાયા
  2. Rajkot News: રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયો 70 ટકા ભરાયા, પાણીની સમસ્યા હલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.