ETV Bharat / state

Farmer protest Rajkot: હાડ થીજાવતી ઠંડીમાં દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ, દિવસે મરેલી વીજળીની નનામી કાઢી

author img

By

Published : Jan 27, 2023, 12:28 PM IST

રાજકોટના ઉપલેટા પંથકના ખેડૂતોએ ખેતી (Farmer protest Rajkot) માટેની વિજળી રાત્રીને બદલે સવારથી સાંજ સુધીમાં આપવામાં આવે તેવી માગ કરાઈ છે. સ્થાનિક ખેડૂતોએ પોતાની માગને લઈને અનોખી રીતે વિરોધ પણ કર્યો હતો. ખેડૂતોએ તેમને પડતી મુશ્કેલીઓને લઈને ETV Bharat સામે વેદના ઠાલવી હતી.

Rajkot Rural Upleta Area Farmers Demanding Light For Day During The Winter Weather
Rajkot Rural Upleta Area Farmers Demanding Light For Day During The Winter Weather

ઠંડીમાં દિવસે વીજળી આપવા ખેડૂતોની માગ

ઉપલેટા (રાજકોટ): રાજકોટમાં ઉપલેટા પંથકમાં ખેડૂતોને રાત્રે વીજળી મળતા અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. ખેડૂતોએ તંત્રને રાત્રેને બદલે દિવસે વીજળી મળે તેવી માગ કરી હતી. ખેડૂતો જણાવે છે કે રાત્રી દરમિયાન આપવામાં આવતી વીજળીથી ખેડૂતોને કડકડતી ઠંડીનો સામનો કરવો છે અને સાથે ખુબ જ ભયભીત થઈને રાત્રે કામ કરવું પડે છે.

સ્થાનિક ખેડૂતોએ પોતાની માગને લઈને અનોખી રીતે વિરોધ
સ્થાનિક ખેડૂતોએ પોતાની માગને લઈને અનોખી રીતે વિરોધ

ખેડૂતોની માગ: ઉપલેટા પંથકમાં ખેડૂતોને રાત્રીના સમયે વીજળી આપવામાં આવે છે. રાત્રે ખેડૂતો કડકડતી ઠંડીમાં ખેતરમાં કામ કરવા મજબુર થયા છે. દિવસેને દિવસે વધતી ઠંડીને કારણે બીમારીઓ અને બીજી ઘણી સમસ્યાઓની સાથે કાતિલ ઠંડી શરીરને સુન્ન કરી નાખે છે. વર્તમાન સમયમાં ઠંડીમાં ખેતરમાં કામ કરવાથી ખેડૂતોના મોત પણ થયા હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે. તંત્ર દ્વારા જેમ શાળાઓમાં ઠંડીથી બાળકોને રક્ષણ આપવા પરિપત્ર કરીને શાળાઓનો સમય 1 કલાક પાછળ કરી શકતી હોય તો ખેડૂતો વિષે પણ તંત્રે વિચારવું જોઈએ.

દિવસે મરેલી વીજળીની નનામી કાઢી
દિવસે મરેલી વીજળીની નનામી કાઢી

ઠંડીના કારણે થયા ખેડૂતોમાં મોત: ખેડૂતોએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાત્રિને બદલે જો દિવસે વીજળી મળે તો ખેડૂતોની ઘણી સમસ્યાઓ દૂર થઇ જશે. રાત્રે ખેતરમાં કામ કરવાથી જંગલી પ્રાણીઓનો પણ ભય રહે છે. સાથે જ કાતિલ ઠંડીના કારણે તેમને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ઘણા એવા પણ કિસ્સાઓ બન્યા છે જયારે ઠંડીમાં કામ કરતી વખતે ખેડૂતોના મોત પણ થયા હોય.

આ પણ વાંચો Gujarat Weather : બર્ફીલા પવન સાથે ઠંડીના ઠારમાં રાજ્ય, વધુ એક શીત લહેરની ચેતવણી

દિવસે મરેલ વીજળીની અંતિમ યાત્રા: ઉપલેટા પંથકના ખેડૂતોએ દિવસે મરેલ વીજળીની અંતિમ યાત્રા કાઢીને હતી અને અનોખી રીતે સરકાર સમક્ષ પોતાની માગ કરી છે. દિવસે વીજળી આપવાની આ પંથકના ખેડૂતોને માંગ કરી છે. જે રીતે ખેતરમાં મોદી રાતે વીજળી આપવામાં આવે છે તેને લઇને વિરોધમાં સુત્રોચાર પણ કર્યો હતો. ઉપલેટા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે પણ સરકારમાં માંગ કરી છે કે જગતના તાતની સરકાર અને તંત્રએ ચિંતા કરી ખેડૂત અને ખેડૂત પરિવારનું રક્ષણ કરી સહકાર આપે તેવી પણ વિશેષ માગ ETV BHARATના માધ્યમથી કરી છે.

આ પણ વાંચો Bullet Train Bharuch Station: બુલેટ ટ્રેન માટે નર્મદા નદી પર પુલનું નિર્માણ શરૂ

કિસાન સૂર્યોદય યોજના સૂર્યાસ્ત: ગુજરાત સરકારે ખેડૂતો સારી રીતે પાકનું વાવેતર કરી શકે તે માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. ગુજરાતના ખેડૂતોને દિવસના સમયે પણ પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે એ માટે રાજ્યના 31 જિલ્લાના વધુ 4020 ગામોનો કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryodaya Yojana)માં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુઓનો ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે અને ખેતરોમાં પાણીના સિંચન વીજળીનો દિવસે જ વપરાશ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.