રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો

author img

By

Published : Jan 10, 2023, 11:05 PM IST

રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો

રાજ્યમાં બેફામ બનેલા બૂટલેગરો (Rajkot Rular police) દ્વારા બેરોકટોક દેશી-વિદેશી દારૂનો જંગી જથ્થો વિવિધ જિલ્લાઓમાં ઉતારી રહ્યાં છે ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી બુટલેગરો પર ઘોસ બોલાવવામાં આવી રહી છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં પણ SMC દ્વારા વિદેશી દારૂ (Rajkot liquro Case) અંગે દરોડા પાડ્યા બાદ શહેર અને જિલ્લા પોલીસ સાબદી બની વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી રહી છે.

રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટ: રાજકોટ જિલ્લામાં (Rajkot Rular police)સતત બીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે જેમાં શાપર વેરાવળ નજીક પડવલા રોડ (Rajkot Shapar police) પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો જે ટ્રકમાં ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં (Rajkot liquro Case) મળી આવ્યો હતો જો કે ગઇકાલે રૂરલ LCB એ કરેલ દરોડા અને બીજા દિવસે શાપર પોલીસે કરેલ દરોડામાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ ચાઈનીઝ દોરી વેચતાં 10 વિક્રેતાઓની કરાઇ ધરપકડ, પોલીસે આપ્યો સંદેશ

વિદેશી દારૂઃ રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ દ્વારા પડવલા (Rajkot liquor Raid) રોડ પરથી એક ટ્રકના ચોર ખાનામાંથી કુલ 5,940 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડની (Rajkot Shapar police) વિદેશી દારૂની બોટલ મળી ટ્રક સાથે કુલ 29,05,150 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને મંગાવ્યો હતો અને કોને આપવાનો હતો સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.

ખેપ મારીઃ અગાઉ રાજકોટ રૂલર પોલીસ હેડક્વાર્ટર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી આટકોટ પોલીસે દારૂની ખેપ મારતા ઝડપી પાડ્યો હતો જયારે રૂલર LCBએ પણ GIDC વિસ્તરામાં બંધ ગોડાઉનમાં પડેલ ટ્રકમાંથી 6000થી વધુ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તો આ તરફ રાજકોટ શહેર (Rajkot police constable in liquro case) પોલીસે પણ પુનિતનગર વિસ્તારમાં દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ.34.53 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ પોલીસે લોકસંવાદ કરી વ્યાજખોરો અંગે માહિતીગાર કર્યા, દંપતિ પકડાયા બાદ કરી અપીલ

ગોદામ પકડાયુંઃ ડિસેમ્બર 2022માં SMC એ કરેલ દરોડામાં કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં નવાગામ ખાતે નકલી દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું જેને લઇ સ્થાનિક પોલીસની બેદરકારી સબબ કુવાડવા પોલીસ (Rajkot Rular police) સ્ટેશનના PI ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આટલી મોટી માત્રામાં દારૂ કેવી રીતે આહી આવી જે છે તેને લઈને ચેકપોસ્ટ અને પોલીસ દ્વારા કરવામાં આવતી વાહન ચેકિંગની કામગીરીઑ પર પણ લોકો ચર્ચા કરીને સવાલો ઊભા કરે છે ત્યારે આવું કયા સુધી રાજકોટ જીલ્લામાં અને ગુજરાતમાં ચાલશે તે તો કાયદો કડક બને તો શક્ય બને તેવું પણ લોકો જણાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.