ETV Bharat / state

ચાઈનીઝ દોરી વેચતાં 10 વિક્રેતાઓની કરાઇ ધરપકડ, પોલીસે આપ્યો સંદેશ

author img

By

Published : Jan 10, 2023, 9:37 PM IST

ચાઈનીઝ દોરી વેચતાં 10 વિક્રેતાની ધરપકડ, પોલીસની અપીલ આવી
ચાઈનીઝ દોરી વેચતાં 10 વિક્રેતાની ધરપકડ, પોલીસની અપીલ આવી

ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી ઉતરાયણ પર્વની (Makar Sankaranti 2023 )ઉજવણી થાય છે. એના ઉત્સાહમાં ચાઇનીઝ દોરીનો વપરાશ માતમનું કારણ બની જાય છે. ત્યારે ગાંધીનગર પોલીસે ઝૂંબેશ (Gandhinagar Police Drive ) ચલાવતાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતાં 10 વિક્રેતાની ધરપકડ (Vendors arrested for selling Chinese Dori )કરી છે.

ચાઈનીઝ દોરીનું વેચાણ અને સંગ્રહ કરનારા લોકો સામે સઘન ડ્રાઈવનું આયોજન

ગાંધીનગર ગુજરાતના નાના અને મોટા તમામ લોકોનો પ્રિય તહેવાર એવો ઉતરાયણ (Makar Sankaranti 2023 ) છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ઉતરાયણમાં જે ચાઈનીઝ દોરીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને લઈને કેટલાક લોકોના મૃત્યુ પણ નીપજ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રાજ્ય સરકારના ગૃહ વિભાગને એફિડેવિટ કરવાની સૂચના અને કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ગાંધીનગર પોલીસે ઝૂંબેશ (Gandhinagar Police Drive ) ચલાવતાં કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ (Vendors arrested for selling Chinese Dori ) કરી છે.

આ પણ વાંચો વ્યાજખોરો અને ચાઈનીઝ દોરીઓનું વેચાણ કરનારા સામે પોલીસની ખાસ ઝુંબેશ

10 વેપારીઓની ધરપકડ ગાંધીનગરના ડીવાયએસપી લીના પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ અને સંગ્રહ કરનારા કુલ 10 વેપારીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી (Vendors arrested for selling Chinese Dori )દેવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ ગાંધીનગર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ અને સંગ્રહ કરનારા લોકો સામે સઘન ડ્રાઈવનું આયોજન (Gandhinagar Police Drive ) કરવામાં આવ્યું છે. જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો જે જગ્યા ઉપર પતંગનું વેચાણ થઈ રહ્યું છે ત્યાં પણ પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને ચાઈનીઝ દોરીનું વેચાણ અને સંગ્રહ કરનારા તેમજ ઉપયોગ કરનારા ઈસમો વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો ચાઈનીઝ દોરીને લઈને રાજયનું પોલીસ તંત્ર એક્શન મોડમાં, ડભોઈ પોલીસ અને SOGની ટીમનો સપાટો

પોલીસને કરો જાણ રાજ્યના ગ્રુપ વિભાગ દ્વારા ચાઈનીઝ દોરીનો પ્રતિબંધનો ભંગ કરી તેનો ઉપયોગ કરવા બદલ એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જો કોઈપણ વ્યક્તિ ચાઈનીઝ દોરી તૂક્કલ અથવા તો કાચથી તૈયાર કરવામાં આવેલ દોરીનો ઉપયોગ કરે અથવા તો તેનું વેચાણ કરે અને સંગ્રહ કરે તો તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશન અથવા તો કંટ્રોલ નંબર ઉપર ફોન કરવાની જાહેરાત (Gandhinagar Police Drive ) કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર પોલીસે પણ આ જાહેરાતનું અનુસરણ કરીને ગાંધીનગર જિલ્લાના તમામ રહેવાસીઓને ચાઈનીઝ દોરીના ઉપયોગ કરનારા તત્વો સંગ્રહ કરનારા તત્વો અને વેચાણ કરનારા તત્વોની માહિતી આપવાની અપીલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.