ETV Bharat / state

Rajkot Rape Case: પિતાના વિધર્મી મિત્રએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ

author img

By

Published : Apr 12, 2023, 10:11 AM IST

રાજકોટમાં પિતાના વિધર્મી મિત્રએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પિતાના મિત્રના ઘરે સગીરા મોબાઇલ આપવા માટે ગઈ હતી. જે દરમિયાન વિધર્મી મિત્રએ તેને બળજબરીથી ઘરમાં પૂરી હતી. તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પોલીસ ફરિયાદ થઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Rape Case: રાજકોટમાં પિતાના વિધર્મી મિત્રએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
Rape Case: રાજકોટમાં પિતાના વિધર્મી મિત્રએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

રાજકોટ: મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુ:ખમાં આગળ હોય. પરંતુ હવે આ કહેવત ખોટી પડી રહી છે. કારણ કે સમાજમાં એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેના કારણે આ કહેવતને ગ્રહણ લાગ્યું છે. રંગીલા રાજકોટમાં ગંભીર ક્રાઇમ થઇ રહ્યા છે. રાજકોટમાં ક્રાઇમનો દર વધી ગયો છે. શહેરમાં પિતાના જ વિધર્મી મિત્રોએ ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

મોબાઈલ દેવા ગઈઃ પિતાના મિત્રના ઘરે સગીરા મોબાઇલ આપવા માટે ગઈ હતી. જે દરમિયાન વીધર્મી મિત્રએ તેને બળજબરીથી ઘરમાં પૂરી હતી. તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આ મામલે સગીરાએ પોતાના માતા પિતાને વાત કરતા અંતે ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે પોલીસ ફરિયાદ નોંધાતા ગણતરીની કલાકોમાં જ પોલીસે દુષ્કર્મમાં આચરનાર આરોપી એવા રફીક આબરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Rajkot Police : શહેરમાં સાઈબર ક્રાઈમ અટકાવવા ખાખીનો માસ્ટર પ્લાન

રફિક વિરુદ્ધ ગુનો: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ધોરણ 9ની વિદ્યાર્થીની પોતાના પિતાના મિત્ર એવા રફીક આબરના ઘરે એકટીવા લઈને તેનો મોબાઇલ આપવા માટે ગઈ હતી. જે દરમિયાન રફીકે તેને વાતોમાં ફોસલાવી હતી. પોતાના ઘરમાં ખેંચી લીધી હતી. ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કરમાં આચાર્ય હતું. જ્યારે આ યુવતી જેમ તેમ કરીને ત્યાંથી નીકળી ગઈ હતી. આ ઘટનાની વાત તેને પોતાના માતા પિતાને જણાવવી હતી. અંતે આ મામલે રાજકોટ મહિલા પોલીસ પથકમાં રફિક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં પકડાયો રીઢો બાઇક ચોર, 50થી વધુ બાઈક ચોરી સહિતના અનેક ભેદ ઉકેલાશે

એકટીવા આપ્યું: પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રફીક આરબ નામનો ઈસમ આ યુવતીના પિતાનો મિત્ર છે. જેના કારણે તે આ સગીરાના ઘરે આવતો જતો હતો. જે દરમિયાન સગીરાને એકટીવા ચલાવવું હોય તેના માટે રફીકે તેને પોતાનું એકટીવા આપ્યું હતું. ત્યારબાદ એકટીવામાં મોબાઇલ હોવાના બહાને તેને ઘરે બોલાવી હતી. તેની સાથે દુષ્કર્મમાં આચાર્યું હતું. જ્યારે રફીક હાલ રીક્ષા ચલાવતો હોવાનું અને તે બે સંતાનોનો પિતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહિલા પોલીસ મથકમાં ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ફરિયાદ થતા પોલીસે પણ ઘટનાની ગંભીરતા દાખવી હતી. આરોપી એવા રફીકને પકડી પાડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.