ETV Bharat / state

Rajkot Pradyuman Park: સિંહણને ત્યાં પારણું બંધાયું, 'સ્વાતી' આપ્યો બેબી લાયનને જન્મ

author img

By

Published : Feb 15, 2023, 12:21 PM IST

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે એશિયાઇ સિંહણએ સિંહ બાળને જન્મ આપ્યો છે. જેના કારણે કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. એશિયાઇ સિંહ નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્‍થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા આ સિંહ બાળનો જન્‍મ થયો છે.

રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ માં પારણું બંધાયું
રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ માં પારણું બંધાયું

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રદ્યુમન પાર્ક માં એશિયાઈ સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો છે. જેને લઈને ઝુના કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે હાલમાં આ સિંહ બાળ અને તેને જન્મ આપનાર સિંહણ બંને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે અને બન્ને તંદુરસ્ત છે.

રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ માં પારણું બંધાયું
રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ માં પારણું બંધાયું

મોટી સંખ્યામાં મુલાકાતીઓ: પ્રાણીઉદ્યાન સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે. જ્યારે જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે.

આ પણ વાંચો Junagadh Sasan Forest: સાસણ ગીરમાં પણ હવે જોવા મળશે શોલે, જય-વીરૂની થઈ ચૂકી છે એન્ટ્રી

સિંહ બાળને આપ્યો જન્મ: વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. ત્યારે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે તા.12-02-2023નાં રોજ એશિયાઇ સિંહએ સિંહ બાળને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી 105 ‍દિવસના ગર્ભાવસ્‍થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા આ સિંહ બાળ જીવ નો જન્‍મ થયો છે. માતા સ્વાતી દ્વારા બચ્‍ચાંની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્‍ત છે.

આ પણ વાંચો દાદરાનગર હવેલીના લાયન સફારી પાર્કમાં પ્રવાસીઓને થશે 3 નવા સિંહના દર્શન

સિંહ બાળને જન્મ આપ્યો: સિંહણ સ્વાતીએ આ બીજી વખત બચ્ચાને જન્મ આપ્યો છે. જ્યારે આ અગાઉ તા.24/09/2014ના રોજ સિંહ નર “નીલ” સાથેના સંવનનથી ત્રણ સિંહ બાળને જન્‍મ આપ્યા હતા. સામાન્‍ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્‍ચાંને જન્‍મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્‍સામાં એક બચ્‍ચું અથવા ચારથી પાંચ બચ્‍ચાંઓ જન્‍મતા હોય છે.

સિંહની સંખ્યા 15 થઈ: રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહે છે. હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ–01નો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા 15 થઇ છે. જેમાં પુખ્ત નર-05, પુખ્ત માદા-09તથા બચ્ચા-1નો સમાવેશ થાય છે. જયારે રાજકોટ ઝુ ખાતે નવા જન્મેલ સિંહ બાળ સહિત અત્યાર સુધીમાં કુલ 50 (પચાસ) સિંહબાળનો જન્મ થયો છે.

રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ માં પારણું બંધાયું
રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ માં પારણું બંધાયું

પ્રાણીઓની અદલાબદલી: વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના ઘણા ઝૂને સિંહ આપી બદલામાં મહત્વના બીજી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવેલ છે. જેમાં મૈસુર ઝૂ, હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ - પંજાબ, લખનવ ઝૂ, ભીલાઇ ઝૂ - છતીસગઢ, અમદાવાદ ઝૂ, સક્કરબાગ ઝૂ - જુનાગઢ વિગેરેનો સમાવેશ થાય છે. હાલ ઝૂ માં જુદી જુદી 60 પ્રજાતિઓનાં કુલ-525 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.