ETV Bharat / state

રાજકોટમાં પોલીસનો લોક દરબાર, વ્યાજખોરો વિરુદ્ધ 60 અરજીઓ આવી

author img

By

Published : Jan 10, 2023, 10:43 PM IST

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં (Rajkot police lok darbar ) દિવસે દિવસે વ્યાજ લઈ ખોટી રીતે હેરાન કરવાના કેસ વધી રહ્યા છે. જેને ગંભીરતાથી લઈને રાજકોટ પોલીસે લોકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં જુદા જુદા મુદ્દાઓ હેઠળ રાજકોટ પોલીસને 60 અરજીઓ વ્યાજખોરોની (illegal money laundering case Rajkot) વિરૂદ્ધમાં મળી છે. જેની સામે રાજકોટ પોલીસે પણ કેસનો નીવેડો લાવવા ખાતરી આપી છે.

રાજકોટમાં પોલીસનો લોક દરબાર, વ્યાજખોરો વિરુદ્ધ 60 અરજીઓ આવી
રાજકોટમાં પોલીસનો લોક દરબાર, વ્યાજખોરો વિરુદ્ધ 60 અરજીઓ આવી

રાજકોટમાં પોલીસનો લોક દરબાર, વ્યાજખોરો વિરુદ્ધ 60 અરજીઓ આવી

રાજકોટઃ રાજકોટમાં યોજાયેલા લોક દરબારમાં (Rajkot police lok darbar) વ્યાજખોરો વિરુદ્ધ 60 અરજીઓ આવી છે. રાજ્યમાં વ્યાજખોરી ડામવા રાજ્ય સરકાર દ્વારા કમર કસવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને આજે રાજકોટ પોલીસ દ્વારા વ્યાજખોર ( illegal money laundering Rajkot)નો ભોગ બનેલા લોકોની ફરિયાદ સાંભળવામાં આવી હતી. આ કાર્યવાહી કરવા માટે હેમુગઢવી હોલ ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટૂંક સમયમાં મોટું આયોજનઃ જેમાં સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં વ્યાજખોરીનો ભોગ બનેલા લોકોની અંદાજીત 60 અરજીઓ આવી હતી. રાજકોટ પોલીસ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં આ લોક દરબારનું આયોજન (Hemu Gadhvi Hall Rajkot) કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભોગ બનનાર ઉમટી પડ્યા હતા. રૂપિયા 10 લાખના 17 લાખ ભર્યા છતાં હજુ પણ ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી.

આ પણ વાંચોઃ વ્યાજખોરો અને બૂટલેગર સામે એક્શનમાં મોરબી પોલીસ, ધરપકડ શરુ

શું કહે છે લોકોઃ જ્યારે વ્યાજખોરીનો ભોગ બનેલા મનીષાબેન ટુડિયાએ જણાવ્યું હતું કે હું કનકનગર વિસ્તારમાં રહું છું. અમે વર્ષ 2016માં વ્યાજે પૈસા લીધા હતા અને હાલમાં અમે વ્યાજ ભરી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી, મારા પતિને હાર્ડ અટેક આવેલો છે અને મને ડાયાબિટીસ તેમજ કિડનીની બીમારી છે. જેના કારણે અમે મહેનત કરી શકતા નહિ. જ્યારે અમે 10 લાખ રૂપિયા વ્યાજે લીધા અને અને એનાથી ત્રણ ગણા પૈસા 5 ટકા વ્યાજના (Thread About Illegal Money laundering) ચૂકવ્યા છે. અત્યારે અમારું ઘર પણ લોન પર છે. પિન્ટુભાઈ કવા ભાઈ રાઠોડ પાસેથી આ પૈસા લીધા હતા. ત્રણ ઘણા પૈસા આપવા છતાં તેઓ અમે વારંવાર પૈસા આપવા માટે ડરાવે અને ધમકીઓ આપે છે.

કેસ 2ઃ જ્યારે બીજા કિસ્સામાં સામે આવ્યું છે કે વિરનગર ગામમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા અલ્પેશ રાદડીયાએ પોતાની પત્નીની સારવાર માટે રૂ.1 લાખ 10 ટકા વ્યાજે લીધા જતા. જેમાં તેને આ વ્યાજે પૈસા અંગેનું નોટરી કરાવ્યું અને વ્યાજના બે મહિનાના 20 હજાર રૂપિયા ત્યાં જ લઇ લીધા હતા. નોટરીમાં રૂ 2500 કાપીને મને વ્યાજે પૈસા આપ્યા હતા. મેં એમને પૈસા આપ્યા છતાં તે મારી પાસે પઠાણી ઉઘરાણી કરે છે. જ્યારે મેં સવા લાખ રૂપિયા આપ્યા છતાં પણ વ્યાજખોર મારી પાસે વ્યાજના પૈસાની વારંવાર માંગણી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મોબાઈલ સ્નેચિંગ કરતો 'શાહરૂખ' ઝડપાયો, સરખેજ પોલીસે ભણાવ્યો પાઠ

પોલીસની કામગીરીઃ રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની પોલીસે વ્યાજખોરોની ખોટી ઉઘરાણીને ડામવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેમાં સમયાંતરે પોલીસે આવા કેસને ગંભીરતાથી લઈને પ્રક્રિયા કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, પોલીસે પણ એવી ખાતરી આપી હતી કે, આવા ગંભીર કેસમાં કાયદાના દ્રષ્ટિકોણથી પગલાં લેવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.