ETV Bharat / state

રાજકોટમાં પુત્રના મૃત્યુ બાદ માતાએ દોઢ જ કલાકમાં જીવન ટૂંકાવ્યું

author img

By

Published : Dec 22, 2022, 4:19 PM IST

રાજકોટમાં પુત્રના મૃત્યુ બાદ માતાએ આત્મહત્યા કરતા (Suicide case in Rajkot) ચકચાર મચી ગઈ છે. પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા દોઢ જ કલાકમાં માતાએ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. (Mother suicide after son death in Rajkot)

રાજકોટમાં પુત્રના મૃત્યુ બાદ માતાએ દોઢ જ કલાકમાં જીવન ટૂંકાવ્યું
રાજકોટમાં પુત્રના મૃત્યુ બાદ માતાએ દોઢ જ કલાકમાં જીવન ટૂંકાવ્યું

રાજકોટ : શહેરમાં પુત્રના મૃત્યુ થયાના દોઢ કલાકમાં જ માતાએ પણ આત્મહત્યા કરી (Suicide case in Rajkot) લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ ઘટનામાં પુત્રએ આઠ દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. જેની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ હતી. એવામાં સારવાર દરમિયાન આજે પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું. પુત્રના મૃત્યુ થતાની સાથે જ માતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે એક જ પરિવારના બે બે સભ્યોના મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. (Mother suicide after son death in Rajkot)

આ પણ વાંચો ભાવનગર સગીર આત્મહત્યા કેસ: ગૃહરાજ્ય પ્રધાનને રજુઆત બાદ ત્રણ ઝડપાયા

પુત્રએ આઠ દિવસ પહેલા આત્મહત્યા કરી જાણવા મળતી વિગતો મુજબ દુધસાગ૨ ૨ોડ પ૨ ૨હેતા 21 વર્ષીય મૃતક યુવાનને એક યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ પાંગ૨યો હતો. ત્યા૨બાદ બંને ભાવનગ૨ ૨ોડ પ૨ આવેલા શિવાજીનગ૨માં એક મકાન ભાડે ૨ાખી ૨હેવા લાગ્યા હતા. મૃતક યુવાને આઠેક દિવસ પહેલા પોતાના શિવાજીનગ૨માં આવેલા મકાનમાં (Suicide in Shivajinagar Rajkot) આત્મહત્યા કરતા લેતા યુવતી તેમને જોઈ ગઈ હતી. જેને લઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. (Son and mother committed suicide in Rajkot)

આ પણ વાંચો ભાવનગરમાં સગીરાની આત્મહત્યા પાછળ અસામાજિક તત્વોના ત્રાસની ગૃહપ્રધાનને રજુઆત

માતાએ પણ આત્મહત્યા કરી જ્યારે ઘટના દરમિયાન પુત્રનું મૃત્યુ થતા માતાએ પણ પોતાના આવાસમાં (Rajkot Police) આત્મહત્યા કરી લીધી હતી. મૃતક પુત્રના મૃત્યુના દોઢ કલાકમાં જ માતાએ આત્મહત્યા ક૨ી લેતા પરીવા૨માં દુઃખની લાગણી પ્રસરી છે. જ્યારે આ સમગ્ર બનાવમાં મૃતક યુવકે આત્મહત્યા શા માટે કરી? તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી ૨હી છે. (Rajkot Crime News)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.