ETV Bharat / state

Rajkot News : ઉપલેટામાં સમસ્ત બ્રહ્મ સમાજ ખાતે શરદોત્સવની ઉજવણી, ભૂદેવ દંપતીનું વિશેષ સન્માન કરાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 10:43 PM IST

રાજકોટના ઉપલેટામાં સમસ્ત બ્રહ્મ સમાજ ખાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે જ્ઞાતિજનો દ્વારા સામુહિક રાસ રમીને શરદોત્સવની ઉજવણી કરી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Rajkot News
Rajkot News

ઉપલેટામાં સમસ્ત બ્રહ્મ સમાજ ખાતે શરદોત્સવની ઉજવણી

રાજકોટ : ઉપલેટા શહેરના સમસ્ત બ્રહ્મ સમાજ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ આયોજનમાં બ્રહ્મ સમાજના યુવક-યુવતીઓ, વડીલો, આગેવાનો અને અગ્રણીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રીના પાવન પર્વ બાદ આ શરદોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

ભવ્ય શરદોત્સવનું આયોજન : આ અંગે બ્રહ્મ સમાજના મહિલા આગેવાન યોગિની પંડ્યાએ જણાવ્યું હતું કે, ઉપલેટા બ્રહ્મ સમાજ ખાતે નવરાત્રી દરમિયાન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના યુવક-યુવતી અને આગેવાનો રાસ રમ્યા હતા. આ કાર્યક્રમ પહેલા નવરાત્રી નિમિત્તે પણ ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા તેમજ કારોબારી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા અને આનંદની લાગણી સાથે નવરાત્રી મહોત્સવ તેમજ શરદપૂનમની ભવ્ય ઉજવણી કરી હતી. -- યોગેશકુમાર પંડ્યા (ભૂદેવ, ઉપલેટા બ્રહ્મસમાજ)

ગરબાની રમઝટ બોલી : આ ઉજવણીમાં ખેલૈયાઓ પણ મન મૂકીને રાસ રમ્યા હતા. જેમાં યુવક-યુવતીઓ, આગેવાનો અને અગ્રણીઓ સહિતના લોકો રાસની રમઝટમાં જોડાયા હતા. ત્યારે આ તકે કાર્યક્રમ અને સામાજિક કાર્યોમાં સહયોગ આપનાર આગેવાનો, અગ્રણીઓ અને દાતાઓનું હાર પહેરાવી તેમજ સાલ ઓઢાડીને ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉપલેટા બ્રહ્મ સમાજના પ્રમુખ તેમજ તેમના પત્નીનું પણ વિશેષ સન્માન પત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સન્માન કાર્યક્રમ : ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે. ત્યારે આ વર્ષે પણ યુવક- યુવતીઓ, મહિલાઓ અને બાળકો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ અંગે મહિલાઓએ જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે થતા આયોજનમાં બ્રહ્મ સમાજના સૌ કોઈ ખેલૈયા અહીંયા ગરબે રમવા પધારે છે. ઉપરાંત માતાજીની આરાધના અને સાધના કરવામાં આવે છે.

બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ આયોજન : આ તકે બ્રહ્મ સમાજના ભૂદેવ દ્વારા જણાવાયું હતું કે, બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા તેમજ કારોબારી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા અને આનંદની લાગણી સાથે નવરાત્રી મહોત્સવ તેમજ શરદપૂનમની ભવ્ય ઉજવણી કરી હતી. ઉપરાંત સમાજના ઉપસ્થિતિ લોકોએ ભાવથી ભોજન પ્રસાદ પણ લીધો હતો.

  1. Navratri 2023 : ઉપલેટામાં અર્વાચીન દાંડિયા મહોત્સવનું ભવ્ય આયોજન, ગાય માતાના લાભાર્થે 2 વર્ષથી ચાલતો સેવાયજ્ઞ
  2. Rajkot News : માજી ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, જુઓ શું કહ્યું...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.