ETV Bharat / state

Rajkot News : રાજકોટ-અમદાવાદ હાઈવેનું કામ ગોકળગાયની ગતિએ, પૂર્ણ થતા લાગી શકે છે વધુ એક વર્ષ

author img

By

Published : Jul 5, 2023, 9:49 PM IST

Updated : Jul 5, 2023, 9:59 PM IST

રાજકોટ અમદાવાદ સીક્સલેન હાઇવેના સપનાં જોતાંજોતાં નાગરિકોના 5 વર્ષ તો હાલ્યાં ગયાં છે. સીક્સલેન હાઈવે બનાવવાનું કામ 2018થી શરૂ થયું હતું અને 2020માં પૂર્ણ કરવાનું કહેવાતું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં રાજકોટ અમદાવાદ હાઈવે વિલંબમાં પડવાને લઇને રાજકોટવાસીઓ ચણભણી રહ્યાં છે.

Rajkot News : રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ ગોકળગાયની ગતિએ, પૂર્ણ થતા લાગી શકે છે વધુ એક વર્ષ
Rajkot News : રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ ગોકળગાયની ગતિએ, પૂર્ણ થતા લાગી શકે છે વધુ એક વર્ષ

કોન્ટ્રાક્ટ એજન્સી ઉપર અનેક સવાલો

રાજકોટ : સૌરાષ્ટ્ર સાથે જોડાવા માટે રાજકોટને મુખ્ય શહેર માનવામાં આવે છે. જ્યારે રાજકોટ અને અમદાવાદ વચ્ચે હાઇવે સિક્સલેન હાઇવે બનાવવાનું કામ વર્ષ 2018થી શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આ સિક્સલન હાઇવેનું કામ વર્ષ 2020માં પૂર્ણ થઈ જવાનું હતું પરંતુ હાલ 2023 શરૂ છે. એવામાં રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઈવેનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી.

કોન્ટ્રાક્ટ એજન્સી ઉપર અનેક સવાલો :રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઈવેના કામમાં વિલંબને લઇને આ હાઇવેનું નિર્માણ કરતી કોન્ટ્રાક્ટ એજન્સી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાઇવે નિર્માણની કામની ગતિ જોઈને લાગે છે કે હજુ પણ આ હાઇવે પૂર્ણ થતા એક વર્ષનો સમય વીતી જશે. એવામાં રાજકોટથી અમદાવાદ દૈનિક મુસાફરી કરતા વાહન ચાલકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે.

કોઈ સરકાર દ્વારા જે નોટીસો ફટકારવામાં આવી છે. તેના દ્વારા જાણવા મળ્યું હતું કે રાજકોટ અમદાવાદ હાઈવે બનાવનાર એજન્સી એ સમયસર કામ પૂર્ણ કર્યું નથી. જ્યારે હાઇવે પર જે સર્વિસ રોડનું નિર્માણ કર્યું છે તે સર્વિસ રોડ પણ યોગ્ય રીતે બનાવ્યા નથી. સરકાર દ્વારા આ કોન્ટ્રાક્ટ એજન્સીને રોડના નિર્માણ માટે એડવાન્સ રૂપિયા આપવામાં આવ્યા હતા તે એડવાન્સ રૂપિયા આ કોન્ટ્રાક્ટ એજન્સીએ પોતાના અન્ય પ્રોજેક્ટમાં વાપર્યા હતા. સરકારને આ તમામ આ તમામ બાબતની જાણ છે છતાં પણ આ કોન્ટ્રાક્ટ એજન્સી વિરુદ્ધ કોઈ પણ પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. જેની હાલાકીનો ભોગ હાલ આ રસ્તા ઉપરથી પસાર થતાં લોકોને બનવું પડી રહ્યું છે. રાજકોટ અમદાવાદ સીક્સલેન્ડ હાઇવેનો પ્રોજેક્ટ અંદાજિત 2600 થી 3000 કરોડ રૂપિયાનો છે.શૈલેન્દ્રસિંહ જાડેજા(વકીલ)

3 હજાર કરોડનો આખો પ્રોજેક્ટ : રાજકોટ અમદાવાદ સીક્સલેન હાઇવેની કામગીરી અંગે રાજકોટના વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજાએ આરટીઆઈ કરી હતી. જેમાં અનેક ચોંકાવનારી બાબત સામે આવી હતી. શૈલેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારે સમયાંતરે અમદાવાદ જવાનું થતું હોય છે. જેના કારણે મેં આર.ટી.આઈ કરી હતી કે રાજકોટ અમદાવાદ સીક્સ લેન હાઇવેનું કામ ક્યારે પૂર્ણ થશે. જ્યારે આ આરટીઆઈમાં ખૂબ જ ચોંકાવનારી બાબતો સામે આવી છે.

નોટિસમાં કેટલીક ક્ષતિઓ : રાજકોટ અમદાવાદ હાઈવે નિર્માણનું કામ વર્ષ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. જે વર્ષ 2020માં પૂર્ણ થવાનું હતું પરંતુ વર્ષ 2023નો જુલાઈ માસ શરૂ થયો છતાં પણ હજુ સુધી આ હાઇવેનું કામ પૂર્ણ થયું નથી. જ્યારે આ કામ બાબતે સરકાર દ્વારા અમદાવાદ રાજકોટ હાઇવેના રોડનું નિર્માણ કરતા કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસો ફટકારવામાં આવી છે. આ નોટિસમાં પણ કેટલીક ક્ષતિઓ જોવા મળી છે.

વધારાના છ મહિનાનો સમય માંગ્યો : જૂન 2023માં કામ પૂર્ણ થવાનું હતું બીજી તરફ રાજકોટ અમદાવાદ હાઈવે નિર્માણ કરતી કંપની દ્વારા સરકાર પાસે વારંવાર આ કામના સમય મર્યાદામાં વધારો કરવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અગાઉ 30 જુન 2023ના રોજ રાજકોટ અમદાવાદ હાઈવે નિર્માણનું કામ પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી રાજકોટ અમદાવાદ હાઈવે નું કામ પૂર્ણ થઈને થયું નથી. જ્યારે આ હાઈવેના નિર્માણ કરનાર એજન્સી દ્વારા સરકાર પાસે વધુના વધારાના છ મહિનાનો સમય માંગ્યો છે.

હજુ એક વર્ષ સુધી હાઈવેનું કામ પૂર્ણ થશે નહીં : આવડા મોટા પ્રોજેક્ટમાં વિલંબ માટે સરકાર હવે આ કોન્ટ્રાક્ટ એજન્સી વિરુદ્ધ કયા પ્રકારના પગલાં લેશે કે તેને હજુ પણ સમય મર્યાદા વધારશે તેને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. એવામાં આ મામલે શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હજુ પણ આ રસ્તા નિર્માણ દરમિયાન ઘણા બધા ઓવરબ્રીજો આવે છે જેને જોઈને લાગે છે કે હજુ એક વર્ષ સુધી હાઈવેનું કામ પૂર્ણ થશે નહીં. ત્યારે તાજેતરમાં જ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર લીમડી નજીક રસ્તા ઉપર ખાડો પડવાના કારણે બે દિવસ સુધી 15 કિલોમીટરનું ટ્રાફિક જામ સર્જાયું હતું. એવામાં હજુ પણ રાજકોટવાસીઓને આ ટ્રાફિક જામનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.

  1. Ahmedabad Rajkot Highway : ખાડામાંથી મુક્તિ અપાવીને એક જ સ્પીડે લોકોને મંઝીલે પહોંચાડવાનું સરકારનું આયોજન
  2. મોરબી રાજકોટ હાઈવેના કામકાજને પોણા ચાર વર્ષ થયા પણ રોડ નથી બન્યો
  3. ભાવનગર શહેરના સિક્સ લેન રોડમાં થુકના સાંધા જેમ થતી કામગીરી, પ્રોજેકટ પ્રમાણે થશે રોડ ?
Last Updated : Jul 5, 2023, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.