ETV Bharat / state

Rajkot News: કણીવાળા લાલ રસદાર તરબૂચના દૈનિક 20થી 25 ટ્રક યાર્ડમાં ઠલવાયા, મબલખ આવક

author img

By

Published : Mar 11, 2023, 11:57 AM IST

Updated : Mar 11, 2023, 12:18 PM IST

ઉનાળાની સીઝન શરૂ થતાં રાજકોટ યાર્ડમાં તરબૂચની મબલખ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં દરરોજ લગભગ 20થી 25 તરબૂચના ટ્રક ઠલવાય રહ્યા છે.

Rajkot News : કણીવાળા લાલાચટક રસદાર તરબૂચના 20થી 25 ટ્રક યાર્ડમાં ઠલવાય દરોરજ
Rajkot News : કણીવાળા લાલાચટક રસદાર તરબૂચના 20થી 25 ટ્રક યાર્ડમાં ઠલવાય દરોરજ

રાજકોટ યાર્ડમાં દરરોજ 20થી 25 ટ્રક ઠલવાય છે તરબૂચના ટ્રક

રાજકોટ : રાજ્યમાં હવે ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ તીવ્રતા વાધી છે. એવામાં દર વર્ષે ઉનાળાની સીઝન દરમિયાન મોટા પ્રમાણમાં તરબૂચનું વેચાણ થાય છે. રાજકોટ યાર્ડમાં પણ મોટી માત્રામાં દરરોજ તરબૂચની આવક થઈ રહી છે. હાલ રાજકોટમાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં તરબૂચ ઠાલવવામાં આવી રહ્યા છે. જ્યારે આગામી દિવસોમાં આ તરબૂચ શહેરના અલગ અલગ રાજમાર્ગો પર વેચવા માટે આવશે.

મોટા પ્રમાણમાં તરબૂચનું વેચાણ
મોટા પ્રમાણમાં તરબૂચનું વેચાણ

દૈનિક 20થી 25 ટ્રક તરબૂચની આવક : રાજકોટ યાર્ડમાં તરબૂચના વેપારી એવા ચતુર ભોજાણીએ જણાવ્યું હતું કે, હાલ દૈનિક 20થી 25 ટ્રક તરબૂચની આવક રાજકોટ યાર્ડમાં થઈ રહી છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં ઠંડક હતી અને કમોસમી વરસાદ હતો એટલે બે દિવસથી તરબૂચની આવક ઓછી હતી. પરંતુ, જેમ વાતાવરણ ખુલ્લું થશે. તેમ તેમ તરબૂચની આવક વધશે. રાજકોટ ખાતે સોમનાથ વેરાવળ, દ્વારકા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં તરબૂચની આવક થાય છે.

તરબૂચની મબલખ આવક
તરબૂચની મબલખ આવક

આ પણ વાંચો : Lemon Price: ઉનાળા પહેલાં જ લીંબુના ભાવ આસમાને, જનતાનો છૂટી જશે પસીનો

ઉનાળામાં તરબૂચ ખાવાથી પેટમાં ઠંડક મળે છે : જ્યારે રાજકોટ યાર્ડમાં તરબુચની ખરીદી કરવા આવેલા નયના ખૂટે જણાવ્યું હતું કે, હાલ રાજકોટ યાર્ડમાં અલગ અલગ ક્વોલિટીના મોટા પ્રમાણમાં તરબૂચની આવક થઈ છે. જ્યારે ઉનાળામાં તરબૂચ ખાવા જોઈએ જે પેટમાં ઠંડક આપે છે અને તેના અનેક ફાયદા છે. અમે પણ રાજકોટ યાર્ડ ખાતે તરબૂચ લેવા માટે આવ્યા છીએ. જ્યારે હેતલ વસોયાએ જણાવ્યું હતું કે, રાજકોટ યાર્ડમાં તરબૂચ સારા આવ્યા છે. બાળકોને તરબૂચ ઉનાળામાં ખૂબ જ ભાવે છે અને વિટામિન પણ મળે છે.

આ પણ વાંચો : Surat Lemon Price: ગરમીને લીધે લીંબુની માંગ વધી અને સામે સપ્લાય ઘટી, ગુજરાતમાં લીંબુના ભાવ આસમાને

તરબૂચ ખાવાના અનેક ફાયદા : સામાન્ય રીતે તરબૂચ ખાવાથી શહેરમાં ગરમીથી રાહત મળે છે. તેની સાથે તરબૂચ આપણા સ્વાસ્થ્ય માટે પણ કેટલીય રીતે ફાયદાકારક છે. તેમાં તેમાં રહેલા પોટેશિયમ, રિબોફ્લેવિન, આયર્ન, કેલ્શિયમ, ઝિન્ક, ફાઇબર, નિયાસિન, આયર્ન, વિટામિન-એ, સી, બી અને લાઇકોપીન જેવા કેટલાય પોષક તત્ત્વો હોય છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને અટકાવવા માટે તરબૂચના સેવન અથવા તેનું જ્યુસ પીવાથી ફાયદાકારક માનવામાં આવે છે. તે હાર્ટ પ્રોબ્લેમ માટે મોટું કારણ બને છે. જેમાં સાઇટ્રલાઇન નામનો પદાર્થ હાર્ટના એથેરો સ્ક્લેરોસિસ પ્રોબ્લેમને દૂર કરવામાં મદદ કરે છે. તરબૂચમાં પાણી અને ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આ બંને વસ્તુઓ પાચનક્રિયાને ઠીક રાખવામાં મદદરૂપ કરે છે.

Last Updated :Mar 11, 2023, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.