ETV Bharat / state

Rajkot News : યુવરાજસિંહ જાડેજાના બચાવ માટે કરણી સેના મેદાને પડી, 26 એપ્રિલે આપશે આવો કાર્યક્રમ

author img

By

Published : Apr 24, 2023, 6:13 PM IST

ડમી ઉમેદવાર કૌભાંડ મામલે ભારે ઉહાપોહ છે ત્યારે રાજકોટ કરણી સેનાએ યુવરાજસિંહ જાડેજાનો બચાવ કર્યો છે. કરણી સેના દ્વારા યુવરાજસિંહના સમર્થનમાં આગામી 26 તારીખે રાજ્યભરમાં આવેદનપત્ર આપશે. સાથે માગ કરવામાં આવી છે કે યુવરાજસિંહના પરિવારને તાત્કાલિક પોલીસ રક્ષણ આપવામાં આવે.

Rajkot News : યુવરાજસિંહ જાડેજાના બચાવ માટે કરણી સેના મેદાને પડી, 26 એપ્રિલે આપશે આવો કાર્યક્રમ
Rajkot News : યુવરાજસિંહ જાડેજાના બચાવ માટે કરણી સેના મેદાને પડી, 26 એપ્રિલે આપશે આવો કાર્યક્રમ

26 તારીખે રાજ્યભરમાં આવેદનપત્ર આપશે

રાજકોટ : આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. છે. એવામાં આ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. ત્યારે શ્રી કરણી રાજપુત સેના પણ હવે યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં બહાર આવી છે.

સમર્થકોમાં રોષ : કરણી સેના દ્વારા તમામ સમાજને એક સાથે રાખીને આગામી 26 તારીખના રોજ રાજ્યના તમામ તાલુકાઓ અને જિલ્લાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ અંગેની જાહેરાત કરણી સેનાના પ્રદેશ પ્રમુખ જે પી જાડેજા દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ યુવરાજસિંહના પરિવારને તાત્કાલિક પોલીસ રક્ષણ આપવાની પણ કરણી સેના દ્વારા માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ ઠેર ઠેર તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો Bhavnagar News : 1 કરોડની ડીલ બાબતે યુવરાજસિંહના સાળાની કબૂલાત, 38 લાખ રોકડા રીકવર થયા, પંચોની હાજરીમાં થોકડીયું ગણાઇ

તમામ જિલ્લા તાલુકા મથકે આવેદનપત્ર પાઠવાશે : આ અંગે રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે પી જાડેજાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ વિવિધ સમાજના સામાજિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને અપીલ કરતાં જોવા મળી રહ્યા છે. જેમાં જણાવી રહ્યા છે કે છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં સરકારી ભરતીઓમાં તેમજ પરીક્ષાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જ્યારે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે યુવરાજસિંહ જાડેજા લડત કરી રહ્યા છે અને તેમની લડતને કારણે પણ સરકારે પાછી પાની કરવી પડી છે. જેમાં કેટલીક સરકારી પરીક્ષાઓ રદ પણ કરવી પડી છે. આ પ્રકારના સંજોગોમાં યુવરાજસિંહ જાડેજાને પાડી દેવા માટે તેનો અવાજ દબાવી દેવા માટે કૌભાંડીઓ અને સરકાર દ્વારા તેને જેલમાં પુરવામાં આવ્યો છે અને જેલમાં પૂરીને તેનો અવાજ દબાવી દેવા માંગે છે.

આ પણ વાંચો AAP Leader Yuvrajsinh: ડમીકાંડમાં યુવરાજસિંહ સહિત 6 સામે એક કરોડ લીધાની પોલીસ ફરિયાદ

યુવરાજસિંહને જેલ મુક્ત કરવા માગ : કરણી સેનાના અધ્યક્ષ દ્વારા વધુમાં જણાવાયુ હતું કે આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને આપણે બધાએ હવે આગળ આવવું જોઇશે. આગામી તારીખ 26 એપ્રિલના રોજ બુધવારે સવારના 11:00 વાગે તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં એક આવેદનપત્ર આપવાનું છે. જેમાં યુવરાજસિંહને વહેલી તકે જેલ મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરવાની છે.

યુવરાજસિંહના પરિવારને રક્ષણની માગ : કરણી સેનાના અધ્યક્ષ દ્વારા વધુમાં જણાવાયું હતું કે આ સાથે યુવરાજસિંહ દ્વારા આ પ્રકારના કૌભાંડો બહાર પાડવામાં આવેલા છે જેને કારણે તેમના દુશ્મનોમાં વધારો થયો રહ્યો છે. ત્યારે તેમનું અને તેમના પરિવારજનોને પણ રક્ષણ મળે તે માટેની સરકાર પાસે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ડમી ઉમેદવાર કૌભાંડ મામલે યુવરાજસિંહ અને તેમના સાળાની સંડોવણી બહાર આવી છે. ત્યારે તેમના સાળાની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ મામલે હવે યુવરાજસિંહના સમર્થકમાં કરણી સેના પણ મેદાને આવી છે અને તમામ સમાજને એક કરીને આગામી દિવસોમાં આ મામલે લડત ચલાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.