ETV Bharat / state

Rajkot New Mayor: રાજકોટના પ્રથમ નાગરિક તરીકે નયના પેઢડિયાની પસંદગી, જાણો અન્ય હોદ્દા કોને મળ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 10:47 AM IST

Updated : Sep 12, 2023, 12:42 PM IST

રાજકોટમાં 22માં નવા મહિલા મેયર તરીકે પાટીદાર કોર્પોરેટર નયના પેઢડિયાને જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 34માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી છે. દંડક તરીકે મનીષ રાડિયા અને શાસક પક્ષના નેતા તરીકે લીલુ જાદવની નિમણૂક કરવામાં આવી છે.

rajkot-new-mayor-nayna-ben-pedhadiya-selection-of-narendra-singh-jadeja-as-deputy-mayor
rajkot-new-mayor-nayna-ben-pedhadiya-selection-of-narendra-singh-jadeja-as-deputy-mayor

રાજકોટના પ્રથમ નાગરિક તરીકે નયના પેઢડિયાની પસંદગી

રાજકોટ: રાજકોટ મહાનરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે. એવામાં આજે ભાજપ પ્રદેશ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મેયર તરીકે નયના પેઢડિયાની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની વરણી કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી: અન્ય પદોની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની વરણી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવની નિમણૂંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે મનીષ રાડિયા, જયમીન ઠાકર, નેહલ શુક્લ અને ચેતન સુરેજાના નામો ચર્ચાઇ રહ્યા હતા. હવે જયમીન ઠાકરના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે.

'રાજકોટ મહાનગરપાલિકાની ગત બોડીએ પેન્ડિંગ કામ મોટાભાગના પૂર્ણ કરી લીધા છે. હવે જે પણ નવા કામ હશે તે અમે પૂર્ણ કરીશું. આ સાથે જ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે જેને લઇને આગામી દિવસોમાં રાજકોટની વધુમાં વધુ વિકાસ થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. આવનારા સમયમાં પાણીને સમસ્યાને લઈને પણ ઉકેલ લાવવામાં આવશે.' -નયના પેઢડિયા, નવા મેયર, રાજકોટ

ચૂંટણીને ધ્યાનમાં રાખીને પસંદગી: ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજનાર છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની જ્ઞાતિ સમીકરણોને આધારે નિમણૂક કરવામાં આવી છે. જેમાં મેયર પદ માટે પાટીદાર સમાજના સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે ક્ષત્રિય સમાજને સ્થાન આપવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બ્રહ્મ સમાજને સ્થાન અપાયું છે. આમ જ્ઞાતિ સમીકરણોના આધારે નિમણૂક કરવામાં આવી છે. ગત ટર્મના પદાધિકારીઓ દ્વારા રાજકોટના પ્રાણ ક્ષમા પ્રશ્નો એવા રોડ રસ્તાના બાંધકામ તેમજ રાજકોટની ભાગોળે સુવિધાઓનો અભાવ અને ચોમાસામાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પડકાર જનક રહ્યા હતા એવામાં ભાજપની નવી ટર્મને રાજકોટવાસીઓને ઘણી આશા છે.

  1. Surat New Mayor: સુરતના નવા મેયર પદે સૌરાષ્ટ્રવાસી દક્ષેશ માવાણીની જાહેરાત, પૂર્વ પત્રકાર બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
  2. President Murmu Gujarat visit: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 12 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે
Last Updated :Sep 12, 2023, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.