ETV Bharat / state

Rajkot New Airport: મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં વિવાદ, એરપોર્ટનું નિર્માણ કરનાર કંપની આવી રોયલ્ટી વિવાદમાં

author img

By

Published : Apr 1, 2023, 8:54 AM IST

Updated : Apr 1, 2023, 1:53 PM IST

રાજકોટમાં પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ બનવા જઇ રહ્યો છે. પરંતુ રાજકોટ હિરાસર એરપોર્ટનું નિર્માણ કરનાર કંપની રોયલ્ટી વિવાદમાં આવી છે.એરપોર્ટ ઓથોરિટી અને આ કંપનીની એજન્સી પાસેથી કંપની દ્વારા પેઇડ કરવામાં આવેલી રોયલ્ટીની ડિટેલ્સ માંગવામાં આવી છે. એરપોર્ટ નિર્માણમાં આ કંપની દ્વારા જે પણ વિસ્તારમાંથી મટીરીયલ ખરીદ્યું હોય તેની રોયલ્ટીના આધાર પુરાવા પણ રજૂ કરવા પડશે.

મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં વિવાદ
મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં વિવાદ

મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં વિવાદ

રાજકોટ: સરકારના કોઇ પણ પ્રોજેકટમાં વિવાદના આવે તો એવું થાય કે શીરા માં ખાંડ નાખતા ભૂલી ગયા લાગે છે. થોડા સમય પહેલા મોરબી દુર્ધટનામાં પણ કંઇને કંઇક ઝુલતા પુલને રીપેર કરવા માટે સોંપનાર કંપનીની જ ભૂલ સામે આવી હતી. ફરી એક વખત રાજકોટમાં બનવા જઇ રહેલા હીરાસર એરપોર્ટને લઇને વિવાદ સામે આવ્યો છે.

મોદીના ડ્રીમ પ્રોજેક્ટ: રાજકોટની ભાગોળે હીરાસર ખાતે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા હીરાસર એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એવામાં આ વર્ષે હીરાસર એરપોર્ટનું કામ પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા ખાસ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હિરાસર એરપોર્ટનું નિર્માણ કરનાર કંપની વિવાદમાં આવી છે. હીરાસર એરપોર્ટનું કામ દિલીપ બિલ્ડકોન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કંપની દ્વારા હિરાસર ખાતે ખોદકામ કરીને જે પણ માટી પત્થર ધૂળ નીકળ્યા હતા. તેને સરકારને આપવામાં બદલે હીરાસર એરપોર્ટના કામમાં જ વાપરી નાખવામાં આવ્યા હતા. જેને કંપની દ્વારા રોયલ્ટીના કાયદાનો ભંગ કરીને નફો મેળવ્યો છે. જ્યારે આ ઘટના તંત્રના ધ્યાને આવતા હવે આ મામલે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો Rajkot Police : મુખ્યપ્રધાન સુધી રજૂઆત, પોલીસ કર્મી ઓફિસે આવીને 7 લાખનો તોડ કર્યોનો આરોપ, જૂઓ CCTV

એરપોર્ટ ઓથરિટી: ભૂસ્તર શાસ્ત્રી જગદીશસિંહ વાઢેર કહે છે કે, રાજકોટના આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ એરપોર્ટનું નિર્માણનું કામ દિલીપ બિલ્ડકોન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે હીરાસર એરપોર્ટ ખાતેથી નીકળતા ખાણ ખનીજ અને વિવિધ મટીરીયલ માટે કંપની દ્વારા 2020માં રોયલ્ટીના ઉપયોગ માટે દરખાસ્ત કરી હતી. સરકારને રિક્વેસ્ટ પણ કરતી અરજી કરવામાં આવી હતી. આ અરજી કર્યા બાદ જુલાઈ 2022માં સરકાર દ્વારા આ અરજીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ રોયલ્ટીનો તમે ઉપયોગ કરી શકો નહીં. ત્યારબાદ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટ ઓથોરિટીને ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ કાર્યમાં જે કંપની કામ કરી રહી છે. તે એજન્સીનું નામ તેમજ આ એજન્સીને આપવામાં આવેલા ટેન્ડરની કોપી સહિતની તેની વિગતો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો Rajkot paper leak: ધોરણ 12નું પેપર ફૂટવાની ઘટના મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ

ખનીજ વિભાગ: એરપોર્ટ ઓથોરિટી અને આ કંપનીની એજન્સી પાસેથી કંપની દ્વારા પેઇડ કરવામાં આવેલી રોયલ્ટીની ડિટેલ્સ માંગવામાં આવી છે. એરપોર્ટ નિર્માણમાં આ કંપની દ્વારા જે પણ વિસ્તારમાંથી મટીરીયલ ખરીદ્યું હોય તેની રોયલ્ટીના આધાર પુરાવા પણ રજૂ કરવા પડશે. ત્યારબાદ આ રોયલ્ટીના આધાર પુરાવા મુજબ ઘટના સ્થળે જઈને તપાસ પણ કરવામાં આવશે.

Last Updated : Apr 1, 2023, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.