ETV Bharat / state

Rajkot Health Update : રાજકોટ મનપાના આગોતરા આયોજનના પરિણામે મચ્છરજન્ય રોગના કેસ શૂન્ય

author img

By

Published : Jul 13, 2023, 6:07 PM IST

રાજકોટ મનપાના આગોતરા આયોજનના પરિણામે મચ્છરજન્ય રોગના કેસ શૂન્ય
રાજકોટ મનપાના આગોતરા આયોજનના પરિણામે મચ્છરજન્ય રોગના કેસ શૂન્ય

ચોમાસાની ઋતુ દરમિયાન રાજકોટ જિલ્લામાં રોગચાળો વકર્યો હોય છે. પરંતુ આ વર્ષે મનપાએ પાણી પહેલા પાળ બાંધી છે. તંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરી સહિત અન્ય સાવચેતીના આગોતરા પગલાં ભર્યા હતા. જેના પરિણામ સ્વરૂપે રાજકોટ કોર્પોરેશનમાં મચ્છરજન્ય રોગચાળાનો આંક શૂન્ય આવ્યો છે.

રાજકોટ : દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન રાજકોટ જિલ્લામાં રોગચાળો વકર્યો હોય છે. જેમાં મુખ્યત્વે મચ્છરજન્ય રોગચાળો વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ કોર્પોરેશનમાં મચ્છરજન્ય રોગચાળાનો આંક શૂન્ય આવ્યો છે. જ્યારે શરદી-ઉધરસના 263 કેસ, સામાન્ય તાવના 41 કેસ અને ઝાડા ઊલટીના 101 કેસ નોંધાયા છે. એવામાં મચ્છરજન્ય રોગ જેમકે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના એક પણ કેસ નોંધાય નથી. બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. જેને લઈને આરોગ્ય તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

અધિકારીઓની બેઠક : ડો. જયેશ વંકાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે જ મનપા કમિશનર દ્વારા ત્રણેય ઝોનના સીટી એન્જિનિયર્સ, સિંચાઇ વર્તુળના એન્જિનિયર્સ, સોલીડ વેસ્ટ અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે રોગચાળા મામલે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહત્વની સૂચનાઓ આપવામાં આવી હતી.

સામાન્ય રીતે દર વર્ષે વર્ષાઋતુમાં રોગચાળો વધારો થતો જોવા મળતો હોય છે. જેમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતો હોય છે. ગયા અઠવાડિયે રાજકોટમાં મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેને લઇને રાજકોટ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધે નહીં તે માટે સર્વેલન્સની કામગીરી તેજ કરવામાં આવી હતી.-- ડો. જયેશ વંકાણી (આરોગ્ય અધિકારી, રાજકોટ મહાનગરપાલિકા)

મનપાની કામગીરી : આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મનપા કમિશનરે શહેરમાં રોગચાળો ન વકરે તે માટે જે સૂચનાઓ આપી હતી. તેનું આરોગ્ય વિભાગ દ્વારા સત્તત પાલન કરવામાં આવી રહ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પણ વરસાદી પાણી ભરાયા છે તે પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે જગ્યાએ સ્વચ્છતા નથી ત્યાં તાત્કાલિક સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. વિવિધ વિસ્તારોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

મચ્છરજન્ય રોગચાળો શૂન્ય : શહેરમાં ગત અઠવાડિયે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના એક પણ કેસ નોંધાયા નથી. પરંતુ શરદી-ઉધરસના કેસમાં થોડો વધારો જોવા મળ્યો છે. આ સાથે જ કોર્પોરેશન દ્વારા શહેરમાં પીવાના પાણીનું કલોરીનેશન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં જે જગ્યાએ મચ્છરજન્ય રોગચાળાના કેસ વધુ પ્રમાણમાં હતા તે તમામ સ્થળો ઉપર ખાસ નજર રાખવામાં આવી છે. જેના કારણે આ મચ્છરજન્ય રોગચાળો આગામી દિવસોમાં ઘટાડી શકાય છે.

  1. Monsoon 2023 : રાજકોટમાં ચોમાસા દરમિયાન રોગચાળો વઘ્યો, તંત્રએ ગલી ગલીમાં ફોગિંગ કર્યું ચાલુ
  2. Rajkot Pre Monsoon : રાજકોટમાં પ્રિ મોન્સુનની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે, 900 CCTV કેમેરાથી કામગીરીનું નિરીક્ષણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.