ETV Bharat / state

રાજકોટ મનપા કમિશનરની ફરજ સાથેની માનવતા આવી સામે, શાકભાજી ખરીદીને દંડ વસૂલ્યો!

author img

By

Published : Apr 28, 2020, 7:24 PM IST

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલની ફરજ સાથેની માનવતા સામે આવી છે. કમિશનરે શાકભાજી ખરીદીને રૂ. 500નો દંડ ભરાવ્યો હતો.

રાજકોટ
રાજકોટ

રાજકોટ: મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલની ઉદારતાની ફરજ સામે આવી છે. તાજેતરમાં મનપા કમિશ્નર પોતાના સરકારી વાહનમાં જંગલેશ્વર વિસ્તારમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં એક શાકભાજીની લારીવાળો જાહેરમાં જ લઘુશંકા કરતો હતો. જેને લઈને મનપા કમિશનર દ્વારા વાહનમાંથી ઉતરીને પોતાની ફરજના ભાગરૂપે આ શાકભાજીવાળાને રૂ.500નો દંડ જાહેરમાં લઘુશંકા માટે ફટકાર્યો હતો. જો કે, આ શાકભાજી વાળા પાસે દંડ ભરવા માટે માત્ર રૂ.300 જ હતા. જેને લઈને તે મુસીબતમાં મુકાયો હતો. જેને લઈને મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે માનવતા દાખવીને આ શાકભાજી વાળા પાસેથી રૂ.200નું શાકભાજી ખરીદ્યું હતું.

આ કમિશ્નરે પોતાની ફરજ સાથે માનવતાનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હાલ, આ ઘટનાએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના કમિશનર દ્વારા આ રીતે સરકારી વાહનમાંથી ઉતરીને દંડ ફટકારવાની ઘટના કદાચ પ્રથમ વખત સામે આવી હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.