ETV Bharat / state

Rajkot Crime News : રાજકોટના જેતપુરમાં મોબાઈલમાં મિત્રતા કેળવીને વિધર્મીઓએ તરુણી પર આચર્યું દુષ્કર્મ

author img

By

Published : Jun 6, 2023, 9:09 PM IST

Rajkot Crime : જેતપુરમાં લવ જેહાદ જેવું જ, મોબાઈલમાં મિત્રતા કેળવીને વિધર્મીઓએ તરુણી પર આચર્યું દુષ્કર્મ
Rajkot Crime : જેતપુરમાં લવ જેહાદ જેવું જ, મોબાઈલમાં મિત્રતા કેળવીને વિધર્મીઓએ તરુણી પર આચર્યું દુષ્કર્મ

રાજકોટના જેતપુરમાં સગીર યુવતીને સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી ભારે પડી ગઈ છે. બે વિધર્મી યુવાનોએ મિત્રતા કેળવીને તરુણી પર દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મ કરીને યુવતીને પરત મૂકવા આવતા વિધર્મીઓને ગામના યુવાનોએ પકડીને પોલીસને સોંપ્યા હતાં. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

રાજકોટ : જેતપુર તાલુકાના એક ગામની હિન્દુ તરુણીનું અમરેલીના બે વિધર્મી યુવાનોએ અપહરણ કરી તેણી સાથે દુષ્કર્મ કર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી. લવ જેહાદના આ બનાવમાં અપહરણ કરનાર બંને વિધર્મી યુવાનો તરુણીને પરત મુકવા આવવા સમયે તરુણીના પિતાએ ગામના યુવાનોની મદદથી બંનેને ઝડપી પોલીસને હવાલે કર્યા હતાં.

શું હતો સમગ્ર મામલો : હાલ લવ જેહાદના બનાવો શહેરી વિસ્તાર પૂરતા મર્યાદિત રહ્યા નથી, પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લવ જેહાદે પગપેસારો કર્યો છે. જેમાં જેતપુર તાલુકાના એક ગામની તરુણી એકાદ વર્ષ પૂર્વે અમરેલીના લોહાણા મહાજન વાડી સામે, બહારપુરા, ઘાંચીવાડ વિસ્તારમાં રહેતો સાહિલ કયુમભાઈ પરમાર ઉ.વ. 27 નામના મુસ્લિમ શખ્સ સાથે સોશિયલ મીડિયાની સ્નેપચેટ એપ્લિકેશન મારફત સંપર્કમાં આવેલી હતી, ત્યારબાદ સાહિલે તરુણીના મોબાઈલ નંબર મેળવી તેણી સાથે વાતો ચાલુ કરી હતી. ત્યારબાદ તરુણીના ભોળવીને તેણીના ગામની એક દરગાહે સાહિલ આવેલ અને ત્યાં તેણીને મળ્યો હતો.

તરુણીનું અપહરણ કરી દુષ્કર્મ : હિન્દુ તરુણીને કોઈ રીતે ભોળવીને ગતરોજ સાહિલ અમરેલી ગામના જ પોતાના મિત્ર અમીર અલ્તાફભાઈ ચૌહાણ સાથે કારમાં આવી તરુણીનું અપહરણ કરી ગયેલા હતા. તેણીને જેતપુર રાજકોટ રોડ ચરખડી ગામના પાટીયા પાસે આવેલ ઋષિ ગેસ્ટ હાઉસે લઈ જઈ ત્યાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું. તેણીને લઈને પરત આવતો હતો, ત્યારે તરુણીના ગામના ત્રણેક યુવાનો તરુણીને કારમાં જોઈ જતાં કાર પાછળ મોટર સાયકલ દોડાવી ઓવરટેક કરી કાર આડે મોટર સાયકલ રાખીને થોભાવીને તરુણીને બહાર કાઢી તેણીના પિતાને જાણ કરી હતી. તરુણીના પિતા સ્થળ પર આવીને પોલીસને બોલાવીને બંને વિધર્મી યુવાનોને પોલીસને સોંપ્યા હતાં.

આ યુવાનો મજૂરી કામ કરે છે છતાં પણ નવી કાર સાથે આકર્ષક કપડાં પહેરે છે. તે માટે તેઓને કોઈ ફંડિગ કરતું હશે એટલે આ બનાવ લવ જેહાદનો જ છે અને આવા વિધર્મી યુવાનોથી હિન્દુ દીકરીઓને સાવધાન રહેવાની જરૂર છે. - તરુણીના પિતા

યુવકો પર ફરીયાદ : આ સમગ્ર બનાવમાં હાલ જેતપુર તાલુકા પોલીસ તરુણીની માતાની ફરિયાદ પરથી બંને યુવકો સામે IPC 363, 366, 374(2)N, 376(3), 114 અને પોક્સો એક્ટની 4, 6, 17 હેઠળ ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરી હતી.

  1. Valsad News : સરકારે એન્ટી લવ જેહાદ કાયદો લાવવા કટ્ટર હિન્દુત્વવાદી નેતાની માગણી, બજરંગ દળની રેલી યોજાઇ
  2. Vadodara News : વડોદરાના મુસ્લિમ વિસ્તારોમાં હોર્ડિંગ લગાવી મુસ્લિમ યુવતીઓને શી સલાહ અપાઇ રહી છે જૂઓ
  3. Love jihad: લવ જેહાદ કરનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું-પ્રેમને બદનામ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.