ETV Bharat / state

Rajkot News: રાજકોટમાં વૃદ્ધાને બંધક બનાવીને ઘરકામ કરતી મહિલાએ કરી લૂંટ

author img

By

Published : Jun 6, 2023, 9:02 AM IST

રાજકોટમાં વૃદ્ધાને બંધક બનાવીને ઘરકામ કરતી મહિલાએ કરી લૂંટ
રાજકોટમાં વૃદ્ધાને બંધક બનાવીને ઘરકામ કરતી મહિલાએ કરી લૂંટ

રંગીલા રાજકોટમાં ઘરકામ કરતી મહિલાઓ હવે લૂંટ કરતી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ આવી જ એક ઘટના સામે આવી હતી. ફરી વાર એવી જ એક ઘટના સામે આવી છે. ઇન્દિરા સર્કલ નજીક આવેલ કોહિનૂર એપાર્ટમન્ટમાં એક વૃદ્ધાને બંધક બનાવીને અંદાજિત રૂપિયા 3 લાખની લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં વૃદ્ધાને બંધક બનાવીને ઘરકામ કરતી મહિલાએ કરી લૂંટ

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં જાણે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક લૂંટની ઘટના રાજકોટમાં બનવા પામી છે. શહેરના ઇન્દિરા સર્કલ નજીક આવેલ કોહિનૂર એપાર્ટમન્ટમાં એક વૃદ્ધાને બંધક બનાવીને અંદાજિત રૂપિયા 3 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અહીંયા ઘરકામ કરતી નેપાળી મહિલા દ્વારા જ આ વૃદ્ધને પહેલા માર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રૂમમાં પૂરીને આ લૂંટ ચલાવામાં આવી હતી. જ્યારે ઘટનાને પગલે તાત્કાલિક DCP, ACP, PI સહિતની પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. હાલ આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

"રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલ કોહિનૂર એપાર્ટમેન્ટના ત્રીજા માળે એક ફ્લેટમાં લૂંટની ઘટન સામે આવી છે. આ લૂંટ બપોરના સમયે અહી રહેતા એક વૃદ્ધા અને તેમના દીકરા 301 નંબરના મકાનમાં હતા. ત્યારે તેમને ઘરમાં કામ કરતી એક યુવતી અને તેની સાથે આવેલ અજાણ્યા યુવક દ્વારા અહીંયા લૂંટના બનાવને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં બપોરના સમયે વૃદ્ધા તેમના રૂમમાં સૂઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઈસમો રૂમમાં કબાટમાંથી ચોરી કરી રહ્યા હતા. ત્યારે આ વૃદ્ધા જાગી જતાં ત્યારે આ વૃદ્ધાને શખ્સો દ્વારા બાંધી દેવામાં આવ્યા હતા. એવામાં આ શખ્સો લૂંટ ચલાવી ભાગી ગયા ત્યારબાદ વૃદ્ધાને રૂમમાં તપાસ કરતા તેમનો પુત્ર પણ બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો-- સુધીર દેસાઈ ( રાજકોટના DCP)

તપાસ શરૂ: ડીસીપી સુધીર દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં લૂંટ થઈ તે દરમિયાન અહીંયા આ વૃદ્ધાનો પુત્ર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક મેડિકલ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસની અલગ અલગ ટીમ બનાવીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બપોરના સમયે લૂંટની ઘટના સામે આવ્યા બાદ ચકચાર જવા પામી છે. હાલ આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ શહેરમાં લૂંટની ઘટના સામે આવ્યા બાદ પોલીસ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ઠેર તપાસ શરૂ કરી રહી છે. તેમજ સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે. એવામાં આરોપી મહિલા નેપાળી હોવાનું ખુલ્યું છે. ત્યારે આ દિશામાં પણ પોલીસે દ્વારા હવે તપાસ શરૂ કરાઇ છે.

Rajkot Crime: કામવાળી રાખતા પહેલા ચેતજો! ઘરકામના બહાને રહીને ઘરફોડ ચોરીને અંજામ આપતી કામવાળી દિલ્હીથી પકડાઈ

Navsari crime news: ચોરી કરી નાસી જનાર ગેંગસ્ટર જેમ્સ અલ્મેડાંનો નવસારી ટાઉન પોલીસે કબજો મેળવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.