ETV Bharat / state

Rajkot Crime : રાજકોટમાં ત્રણ દિવસમાં ત્રીજી દુષ્કર્મની ઘટનામાં પાંચ વર્ષની બાળકી બની ભોગ, સગીર આરોપીની ધરપકડ

author img

By

Published : Apr 12, 2023, 6:55 PM IST

Rajkot Crime : રાજકોટમાં ત્રણ દિવસમાં ત્રીજી દુષ્કર્મની ઘટનામાં પાંચ વર્ષની બાળકી બની ભોગ, સગીર આરોપીની ધરપકડ
Rajkot Crime : રાજકોટમાં ત્રણ દિવસમાં ત્રીજી દુષ્કર્મની ઘટનામાં પાંચ વર્ષની બાળકી બની ભોગ, સગીર આરોપીની ધરપકડ

રાજકોટ શહેરમાં ત્રણ દિવસમાં દુષ્કર્મની ત્રીજી ઘટના સામે આવી છે. આ મામલામાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયું છે. ફરિયાદ નોંધાતા ઉદ્યોગનગરના કારખાનામાં કામ કરતા પોલીસે પરપ્રાંતીય સગીર આરોપીની ધરપકડ કરી લીધી છે.

રાજકોટ : રાજકોટમાં સતત ત્રીજા દિવસે દુષ્કર્મની ઘટના સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં રાજકોટના એ ડિવિઝન વિસ્તારમાં આવતા ઉદ્યોગનગરમાં એક પરપ્રાંતીય સગીર શખ્સ દ્વારા 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. બાળકી પર દુષ્કર્મની ઘટનાના મામલામાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ સગીર એવા આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ દિવસમાં ત્રીજો દુષ્કર્મનો મામલો : રાજકોટમાં સતત ત્રીજા દિવસે દુષ્કર્મની ઘટનાનો આ મામલો સામે આવ્યો તેમાં જાણવા મળે છે કે આરોપી પણ સગીર વયનો છે અને તે 5 વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને કારખાનામાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મમાં આચર્યું હતું. જોકે રાજકોટમાં ત્રણ દિવસમાં ત્રીજો દુષ્કર્મનો મામલો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો Rajkot Rape Case: પિતાના વિધર્મી મિત્રએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ

દુષ્કર્મ આરોપી કારખાનામાં કામ કરે છે : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા ઉદ્યોગનગરમાં કારખાનામાં કામ કરતો પરપ્રાંતીય સગીર શખ્સ ગઈકાલે સાંજે 7:00 વાગ્યાની આસપાસ વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને પોતાની પાસે બોલાવી હતી અને ત્યારબાદ તેને નજીકના કારખાનામાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આરોપી સગીરની ધરપકડ : દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી રડતી રડતી ઘરે ગઈ અને પોતાની માતાપિતાને આ બાબતની જાણ કરતાં માતાપિતાએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા આ પરપ્રાંતીય સગીરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે થોડા દિવસો અગાઉ જ આ પરપ્રાંતિય સગીર ઉત્તર પ્રદેશથી રાજકોટ ખાતે કામ કરવા માટે આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં પ્રોફેસરની પત્ની સાથે 8 વર્ષથી દુષ્કર્મ આચરતા યુવકની ધરપકડ

અગાઉ બે દુષ્કર્મની નોંધાઈ છે ફરિયાદ : જ્યારે રાજકોટમાં અગાઉ બે દિવસોમાં બે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીને તેના જ પિતાના વિધર્મી મિત્ર દ્વારા પોતાની હવસનો શિકાર બનાવવામાં આવી હતી. આ મામલમાં રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે દુષ્કર્મ બીજી ફરિયાદ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને નામાંકિત કોલેજના પ્રોફેસરની પત્ની સાથે પણ દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બંને ઘટનામાં આરોપીઓને પોલીસે ગણતરીને કલાકોમાં જ પકડી પાડ્યા હતા. ત્યારે આજે ત્રીજા દિવસે રાજકોટમાં ફરી એક વખત દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ રાજકોટ પોલીસની કામગીરી ઉપર અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. બીજીબાજુ માત્ર 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ શહેરમાં ચકચાર મચી ગઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.