ETV Bharat / state

Rajkot CP Extortion Money Case: પોલીસ કમિશનર પર આક્ષેપ મામલે તપાસ કમિટી ટિમના રાજકોટમાં ધામા

author img

By

Published : Feb 10, 2022, 4:44 PM IST

ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા પોલીસ કમિશનર પૈસા લેવાના આક્ષેપ(Rajkot CP Extortion Money Case) સાથે લેટર લખવામાં આવ્યો છે. ધારાસભ્યના લેટર બાદ એકાએક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટ સીઆઇડી ક્રાઈમની ઓફીસ ખાતે ગાંધીનગરથી એસપી હરેશ દુધાતની ટિમ આવી પહોંચી હતી. તેમજ આ મામલે જેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તે મહેશ સખીયા અને જગજીવન સખીયા સાથે સમગ્ર મામલે હાજર રહેલા રાજકોટના તબીબ ડૉ. કરમટાની પુછપરછ કરી હતી.

Rajkot CP Extortion Money Case: પોલીસ કમિશનર પર આક્ષેપ મામલે તપાસ કમિટી ટિમના રાજકોટમાં ધામા
Rajkot CP Extortion Money Case: પોલીસ કમિશનર પર આક્ષેપ મામલે તપાસ કમિટી ટિમના રાજકોટમાં ધામા

રાજકોટ: રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા પોલીસ કમિશનર પૈસા લેવાના આક્ષેપ સાથે લેટર(MLA Govind Patel Letter) લખવામાં આવ્યો છે. ધારાસભ્યના લેટર બાદ એકાએક રાજકારણમાં (Rajkot CP Extortion Money Case) ગરમાવો આવ્યો છે. આ મામલે રાજ્ય સરકાર દ્વારા પોલીસ અધિકારી વિકાસ સહાયને તપાસ કરી રિપોર્ટ સોંપવાની સૂચનાઓ આપી કમિટીની રચના કરવામાં આવી છે. આ મામલે તપાસ કમિટી દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર પર આક્ષેપ મામલે

આ પણ વાંચોઃ સરકારની મીઠી નજર હેઠળ અધિકારીઓ બેફામ : લલિત વસોયા

હરેશ દુઘાત ટિમ સાથે રાજકોટ ખાતે પહોંચ્યા

હાલ MLA લેટર બૉમ્બ બાદ રાજકોટ પોલીસ અધિકારીઓ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટિમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આજે રાજકોટ સીઆઇડી ક્રાઈમની ઓફીસ ખાતે ગાંધીનગરથી એસપી હરેશ દુધાતની ટિમ આવી પહોંચી હતી. તેમજ આ મામલે જેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તે મહેશ સખીયા અને જગજીવન સખીયા સાથે સમગ્ર મામલે હાજર રહેલા રાજકોટના તબીબ ડૉ. કરમટાની પુછપરછ કરી હતી.
આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case: ધારાસભ્ય ગોવિંદ પટેલ મનોજ અગ્રવાલ સામે લખેલા પત્ર અંગે સરકારને કરશે રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.