ETV Bharat / state

Builder Jeram Kundaria Case : આત્મહત્યાના પ્રયાસ બાદ કુંડારિયાએ કહ્યું કે, કાંતિ અમૃતિયા સામે મારે કોઈ ફરિયાદ નથી

author img

By

Published : Apr 18, 2023, 10:40 PM IST

Updated : Apr 19, 2023, 7:44 AM IST

રાજકોટના બિલ્ડર જેરામ કુંડારિયાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયામાં જેરામ કુંડારિયા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે કોઈપણ ફરિયાદ નથી.

Builder Jeram Kundaria Case : બિલ્ડર કુંડારીયાના કેસમાં નવો વળાંક, કહ્યું કે મારે અમૃતિયા સામે કોઈ ફરિયાદ નથી
Builder Jeram Kundaria Case : બિલ્ડર કુંડારીયાના કેસમાં નવો વળાંક, કહ્યું કે મારે અમૃતિયા સામે કોઈ ફરિયાદ નથી

બિલ્ડર જેરામ કુંડારિયાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

રાજકોટ : થોડાક દિવસો પહેલા શહેરના નામાંકિત બિલ્ડર જેરામ કુંડારિયા દ્વારા પોતાના ઘરે ઊંઘની ગોળીનો ઓવરડોઝ લઈને આત્મહત્યા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક સુસાઇડ નોટ વાયરલ થઈ હતી. જેમાં મોરબીના હાલના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના લોકોનું નામ હતું. જ્યારે જેરામ કુંડારિયાએ વ્યાજખોરોના ત્રાસથી આ પ્રકારનું પગલું ભર્યા હોવાનું પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. ત્યારબાદ આ કેસમાં હવે નવો જ વળાંક આવ્યો છે. જેમાં જેરામ કુંડારિયા દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. તેમાં તેઓ જણાવી રહ્યા છે કે, મારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે કોઈપણ ફરિયાદ નથી. જેને લઈને ફરી આ કેસ મામલે ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો : Professor Suicide : સરકારી કામના ભારણે પ્રોફેસરની આત્મહત્યાને લઈને કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર

સોશિયલ મીડિયામાં વિડિયો કર્યો વાઇરલ : રાજકોટના નામાંકિત બિલ્ડર જેરામ કુંડારિયાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે હું જયરામભાઈ કુંડારીયા આજરોજ કોઈના દબાણમાં આવ્યા વગર અને સમજણ પૂર્વક કહી રહ્યો છું કે મારા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિશે સોશિયલ મીડિયામાં ઘણી બધી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેના વિશે હું થોડીક સ્પષ્ટતા કરવા માંગુ છું. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે મારે કોઈપણ પ્રકારની ફરિયાદ નથી.

વાતો તદ્દન ખોટી : વધુમાં કુંડારિયાએ જણાવ્યું હતું કે, જ્યારે તેમની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી વાતો હાલ થઈ રહી છે. તે તમામ વાતો તદ્દન ખોટી છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા લોકોને સાથ સહકાર આપીને આગળ આવે તેવા મદદરૂપ થાય એ પ્રકારના વ્યક્તિ છે. જેનો મને પણ અનુભવ છે. ત્યારે આવા લોકલાડીલા કાંતિભાઈ અમૃતિયાએ મોરબી દુર્ઘટના દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકીને અન્ય લોકોને બચાવ્યા હતા. જેની નોંધ પીએમ મોદીએ પણ લીધી છે અને તમામ લોકોને આ બાબતની જાણ છે.

આ પણ વાંચો : Ahmedabad police: પત્નીને કરેલા મેસેજથી આત્મહત્યા અટકી, મૃત્યું હાર્યું મિલનની જીત

કાંતિભાઈ કોઈનું ખરાબના વિચારે : વીડિયોમાં વધુમાં જણાવ્યું હતું કે કાંતિભાઈ અમૃતિયા કોઈ વ્યક્તિનું ખરાબ વિચારી ના શકે, એમની નામના અને રાજકારણ અને મારા અને તેમની વચ્ચેના સંબંધોની અરસપરસ વચ્ચેની લાગણીને ઠેસ પહોંચાડવાની ચેષ્ટા કામયાબ ન થાય તેવું હું ઈચ્છું છું. ઉલ્લેખનીય છે બિલ્ડર જેરામ કુંડારીયાએ આ કેસમાં બે વ્યાજખોરોના નામ ફરિયાદમાં આપ્યા છે. જેમાંથી એક વ્યાજખોરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજાની શોધખોડ શરૂ છે. એવામાં નામાંકિત બિલ્ડરને પણ વ્યાજખોરોએ ત્રાસ આપ્યો હોવાની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં પણ ચકચાર મચી જવા પામી હતી.

Last Updated : Apr 19, 2023, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.