ETV Bharat / state

ટીમ 108ની પ્રમાણિકતા, ઈજાગ્રસ્ત બાઈકચાલકના પર્સ- દાગીના પરત કર્યા

author img

By

Published : Dec 20, 2022, 4:21 PM IST

Rajkot 108 Team return wallet and Gold chain: સમાજમાંથી પ્રમાણિકતાનું ઉદાહરણ સમયાંતરે જોવા મળે છે ત્યારે એક વાત નક્કી થાય છે કે, દુનિયામાં માણસાઈ હજું જીવી રહી છે. જેને કેટલાક ઉમદા લોકો ધબકતી રાખે છે. યુદ્ધના ધોરણે મદદ કરવા માટે દોડી આવતી 108ની ટીમે રાજકોટમાં (Rajkot 108 Team) હવે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. ઈજાગ્રસ્ત બાઈક ચાલક પાસેથી મળેલી વસ્તુઓ મૂળ માલિકને પાછી (return wallet and Gold chain)આપીને ઈમાનદારી દાખવી છે. એટલું જ નહીં એના પરિવારજનોને બોલાવીને એ તમામ વસ્તુઓ પરત કરી છે.

Etv Bharatટીમ 108ની પ્રમાણિકતા, ઈજાગ્રસ્ત બાઈકચાલકના પર્સ- દાગીના પરત કર્યા
Etv Bharatટીમ 108ની પ્રમાણિકતા, ઈજાગ્રસ્ત બાઈકચાલકના પર્સ- દાગીના પરત કર્યા

રાજકોટ: રાજકોટમાં 108 ટીમની પ્રમાણિકતા ઈજાગ્રસ્ત બાઈકચાલક પાસેથી મળેલ પર્સ- દાગીના (Rajkot 108 Team) પરત કર્યા છે. જાહેર માર્ગો પર અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર આપતા સમયે તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી પરત કરી દીધા છે. ઈજાગ્રસ્ત દર્દીઓના (return wallet and Gold chain) જીવ બચાવવાની સાથે પ્રમાણિકતા અને નૈતિકતા પણ નિભાવવામાં આવી છે. આ પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા 108 ટીમના રાજકોટના જિલ્લા સુપરવાઈઝર વિરલભાઈ ભટ્ટએ સમગ્ર કિસ્સાની દિલ ખોલીને વાત કરી છે. (Rajkot 108 Team return wallet and Gold chain)

આ પણ વાંચો: 108 સેવા બની દેવદૂત, એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક ડિલિવરી કરી બે જિંદગી બચાવી

આવી હતી ઘટના: ગોંડલ રોડ ઉપર આવેલા સ્કોડા (Rajkot Gondal Road) શોરૂમ નજીકના ફાટક પાસે ટ્રેન આવવાના સમયે ફાટક બંધ થઈ રહ્યું હતું. તે અરસામાં દીપેશભાઈ પટેલ નામના 18 વર્ષનાં યુવાન ફાટક બંધ થઈ રહ્યું હતું, ઝડપથી નીકળી જવાની ઉતાવળ કરતા અને તે જ સમયે ફાટકનો પાઈપ યુવાનનાં માથાનાં ભાગમાં વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી. યુવાન બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. 108ની ટીમને જાણ થતાં જ 108ની ટીમનાં ઈ.એમ.ટી. કિશન રાજાણી અને પાયલોટ દેવસુરભાઈ સાથે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટની પાંચ આવાસ યોજનાઓને IGBC દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ એનાયત

તાત્કાલિક સારવાર આપી: સત્વરે ઈજાગ્રસ્ત દર્દીને સારવાર પુરી પાડી હતી. ઈજાગ્રસ્ત યુવાન પાસેથી સોનાનું કડું, અને પર્સ મળી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાન પાસેથી અંદાજિત રૂ.90,000થી વધુ કિંમતનું સોનાનું કડું, સોનાની ચેન અને પર્સ મળી આવ્યા હતા. જે ઈ.એમ.ટી. કિશન રાજાણી અને પાયલોટ દેવસુરભાઈએ ઈજાગ્રસ્ત યુવાનનાં પરિજનોને જાણ કરી તેઓના ભાઈ પ્રકાશભાઈને તમામ વસ્તુઓ સહીસલામત સુપરત કરી પ્રમાણિકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તકે ઈજાગ્રસ્તનાં પરિવારજનોએ 108ની ટીમની પ્રમાણિકતા અને નિષ્ઠાથી પ્રભાવિત થઈ 108ની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.