ETV Bharat / state

ગોંડલમાં પહોંચ્યા નર્મદા નીર, પાણીની સમસ્યાથી લોકો થશે મુક્ત

author img

By

Published : Mar 23, 2019, 2:17 PM IST

રાજકોટઃ સૌની યોજના અંતર્ગત ગોંડલ તાલુકાના શેમળી ગામની નદીથી નર્મદાના નીર વેરી તળાવે પહોંચતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. ઉનાળાની શરૂઆતમાં શહેરના જીવાદોરી સમાન જળાશયોના તળિયા દેખાવાના એંધાણ હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ગોંડલના વેરી તળાવમાં નર્મદાના નીર પહોંચતા લોકોમાં હરખની હેલી પ્રસરી છે.

સ્પોટ ફોટો

મોટે ભાગે દર વર્ષેઉનાળામાંપાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ આ વર્ષેપાણીની સમસ્યા સર્જાય તેપૂર્વે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા મુખ્યપ્રધાનવિજયભાઈ રૂપાણી તેમજ રાજ્ય સરકારને રજુઆત કરાતા ત્રંબાથી ગોંડલ તાલુકાના શેમળી ગામની નદી સુધી સૌની યોજના ફેજ ત્રણ ની પાઇપ લાઇન ફિટ કરવામાં છે.જેથીતેના મારફતે નર્મદાના નીર ગોંડલ વેરી તળાવે પહોંચતા હવે લોકોને પાણીનો સમસ્યાનો સામનો નહી કરવો પડે.

નર્મદા નીર પહોંચ્યા ગોંડલના વેરી તળાવમાં

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે'નર્મદાના નીર વેરી તળાવે પહોંચતા ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે અને આ અંગે સર્વેને તાકીદ કરવામાં આવે છે કે, અરડોઈથી ગોંડલ વેરી તળાવ વિસ્તાર દરમિયાનજો કોઈપણ દ્વારા પાણી ચોરી કરવામાં આવશે તો તેવા શખ્સો વિરુદ્ધ ફોજદારી રહે કડક કાર્યવાહી કરવામાં આવશે.પાણી પુરવઠા બોર્ડ, પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા પાણી ચોરી અંગે સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. ગોંડલના વેરી તળાવમાં નર્મદાના નીરનું આગમન થતાં આગામી દિવસોમાં જ વેરી તળાવ ઓવરફ્લો થનાર છે.જે પાણી આશાપુરા ડેમ, સેતુબંધ ડેમમાં ઓવરફ્લો થઈ ગોંડલી નદીમાં વહેતુ થશે.તેમજ વેરી તળાવથી ગોંડલી નદીમાંથીપાણી ચોરી અંગે જયરાજસિંહ જાડેજાએ કડક પગાલ લેવા કહ્યું છે.કોઈ પણ ભોગે પાણી ચોરોને સાંખી લેવામાં આવશે નહીં તેવો હુંકાર પણ કર્યો હતો.'


Intro:Body:

R_GJ_RJT_RURAL_01_22MARCH_GONDAL_PANI_VID_SCRIPT_NARENDRA



રાજકોટ :- ગોંડલ માં પોહચ્યા નર્મદા ના નીર.





એન્કર :- સૌની યોજના અંતર્ગત ગોંડલ તાલુકાના શેમળી ગામની નદીથી નર્મદાના નીર વેરી તળાવે પહોંચતા લોકોમાં હર્ષની લાગણી ફેલાવા પામી હતી ઉનાળાની શરૂઆતમાં શહેરના જીવાદોરી સમાન જળાશયોના તળિયા દેખાઈ જવા પામ્યા છે ત્યારે રાજકીય આગેવાનોની મહેનતથી રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ગોંડલના વેરી તળાવમાં નર્મદાના નીર પહોંચતા લોકોમાં હરખની હેલી પ્રસરી જવા પામી છે.





વિઓ :- પ્રતિ વર્ષ ઉનાળામાં શહેર તાલુકા નર્મદા આધારિત થઈ જતો હોય આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાય તે પહેલાજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્ય સરકારને રજુઆત કરાતા ત્રમ્બાથી ગોંડલ તાલુકાના શેમળી ગામની નદી સુધી સૌની યોજના ફેજ ત્રણ ની પાઇપ લાઇન ફિટ કરવામાં હતી અને આજે તેના મારફત નર્મદાના નીર ગોંડલ વેરી તળાવે પહોંચતા શહેરની પાણી સમસ્યા પુરી થવાના આરે પહોંચી હતી.





વિઓ :- પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પાણી પુરવઠા વિભાગ અને પાલિકા તંત્રે જણાવ્યું હતું કે નર્મદાના નીર વેરી તળાવે પહોંચતા ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે અને આ અંગે સર્વે ને તાકીદ કરવામાં આવે છે કે અરડોઈથી ગોંડલ વેરી તળાવ વિસ્તાર દરમ્યાન જો કોઈપણ દ્વારા પાણી ચોરી કરવામાં આવશેતો તેવા શખ્સો વિરુદ્ધ ફોજદારી રહે કડક કાર્યવાહી કરવામાં આવશે, પાણી પુરવઠા બોર્ડ, પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા પાણી ચોરી અંગે સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવશે તેવું અંતમાં જણાવાયું હતું ગોંડલના વેરી તળાવમાં નર્મદાના નીર નું આગમન થતાં આગામી દિવસોમાં જ વેરી તળાવ ઓવરફ્લો થનાર છે, જે પાણી આશાપુરા ડેમ, સેતુબંધ ડેમમાં ઓવરફ્લો થઈ ગોંડલી નદી માં વહેતુ થશે ત્યારે વેરી તળાવ થી ગોંડલી નદી માં ક્યાંય પણ પાણી ચોરી અંગે જયરાજસિંહ જાડેજા એ આંખ લાલ દાખવી છે અને કોઈ પણ ભોગે પાણી-પાણી ચોરોને સાંખી લેવામાં આવશે નહીં તેવો હુંકાર કર્યો હતો.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.