ડાયરામાં કોથળા મોઢે રૂપિયા ઊડ્યાં, જૂઓ ભાજપના નેતાઓ પર કેવી કેવી નોટો વરસી

author img

By

Published : May 24, 2022, 8:10 PM IST

ગોંડલના લોકડાયરામાં કોથળા મોઢે રૂપિયા ઊડ્યા, ભાજપના નેતાઓ પર 100-500ની નોટો વરસી

ગોંડલ તાલુકાના રીબડામાં 26 મે સુધી શ્રીમદ્ ભાગવત કથા (Shrimad Bhagwat Katha)મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ લોકડાયરામાં (Lok Dayro in Gondal) કોથળા મોઢે રૂપિયા ઊડતા ચારેતરફ રૂપિયા જ રૂપિયા જોવા મળ્યા હતા. ભાજપના નેતાઓ પર પણ 100 અને 500ની નોટો વરસાદ થયો હતો.

રાજકોટ: ગોંડલ નેશનલ હાઇવે પર રીબડા ગામમાં રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન (Lok Dayro in Gondal)કરવામાં આવ્યું છે. જેમાં રાત્રિના સમયે લોકડાયરાનું આયોજન(Shrimad Bhagwat Katha) કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં કલાકારોએ ગીતો અને ભજનોની રમઝટ બોલાવતા લોકો મન મૂકીને વરસ્યા હતા. લોકડાયરામાં કોથળા મોઢે રૂપિયા ઊડતા ચારેતરફ રૂપિયા જ રૂપિયા જોવા(rain of rupee in the story of Shrimad Bhagwat) મળ્યા હતા. તેમજ ભાજપના નેતાઓ પર પણ 100 અને 500ની નોટો વરસાદ થયો હતો. સ્ટેજ અને આસપાસની જગ્યામાં નજર પડે ત્યાં રૂપિયા જ રૂપિયા જોવા મળ્યા હતા.

લોકડાયરા

આ પણ વાંચોઃ ગુજરાતી ગાયિકા ઉર્વશી રાદડિયા પર થયો પૈસાનો વરસાદ, ડાયરામાં લોકોએ મન મૂકીને ઉડાવ્યા પૈસા

લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો ગોંડલના રીબડામાં લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, બ્રિજરાજદાન ગઢવી, સાંઈરામ દવે સહિતના કલાકારોએ લોકગીત, ભજન, દેશભક્તિનાં ગીત, લોકસાહિત્ય પીરસી લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. બીજી તરફ, લોકોએ પણ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. એટલા રૂપિયા ઊડ્યા કે સ્ટેજ પર 20, 100 અને 500 રૂપિયાની નોટના થર જામી ગયા હતા. આ લોકડાયરામાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

ભાગવત કથા મહોત્સવનું આયોજન - ગોંડલ તાલુકાના રીબડા ગામમાં 26 મે સુધી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં વ્યાસપીઠ પરથી રમેશ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે. રીબડા ખાતે મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભા બાપુ જાડેજા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. કથાનું શ્રવણ કરવા ગોંડલ અને રાજકોટ આસપાસના ગામડાંમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

આ પણ વાંચોઃ Saurashtra Folk Music Program : જાણો આજે ક્યાં થયો કરોડોનો વરસાદ, શું છે ડાયરામાં થતાં રૂપિયાના વરસાદની હકીકત

જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું - આ કથામાં 23 મેને સોમવારે ભાગવત કથા મહોત્સવમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો. તેમજ આજે મંગળવારે ગોવર્ધન પૂજા અને 25 મેને બુધવારના રોજ રુક્મિણી વિવાહ પ્રસંગ યોજાશે. રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ દરમિયાન સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભા બાપુ જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત મહોત્સવમાં તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.