ETV Bharat / state

રાજકોટ: ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર કિસાન સંઘનો હોબાળો

author img

By

Published : Nov 9, 2020, 4:49 PM IST

Updated : Nov 9, 2020, 5:10 PM IST

હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જ્યાં કિસાન સંઘ દ્વારા લોધિકા તાલુકાના મગફળી કેન્દ્ર પર મગફળીની ખરીદી રોકવામાં આવી હતી. ચાલુ વર્ષે મગફળી ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા 25 કિલોના બદલે 30 કિલોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ બારદાનમાં 30 કિલોના બદલે માત્ર 25 કિલો જ મગફળી સમાય છે. જેને લઈને ખરીદી કરનારા અધિકારી દ્વારા ખેડૂતોની મગફળી ખરીદી કરવાનો ઇનકાર કરી રહ્યા છે.

રાજકોટ ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર કિસાન સંઘનો હોબાળો
રાજકોટ ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર કિસાન સંઘનો હોબાળો

  • રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી
  • મગફળી ખરીદી કેન્દ્ર પર કિસાન સંઘનો હોબાળો
  • વહીવટી તંત્ર અને પોલીસ ઘટનાસ્થળે

રાજકોટ: હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જ્યાં કિસાન સંઘ દ્વારા લોધિકા તાલુકાના મગફળી કેન્દ્ર પર મગફળીની ખરીદી રોકવામાં આવી હતી. ચાલુ વર્ષે મગફળી ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા 25 કિલોના બદલે 30 કિલોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ બારદાનમાં 30 કિલોના બદલે માત્ર 25 કિલો જ મગફળી સમાય છે. જેને લઈને ખરીદી કરનારા અધિકારી દ્વારા ખેડૂતોની મગફળી ખરીદી કરવાનો ઇનકાર કરી રહ્યા છે.

ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર કિસાન સંઘનો હોબાળો

કિસાન સંઘનો વિરોધ

કિસાન સંઘ દ્વારા ખરીદી કેન્દ્ર પર જઈને હોબાળો કરવામાં આવ્યો હતો. મગફળી ખરીદી કેન્દ્ર પર ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાની અધિકારીઓ દ્વારા ના પાડવામાં આવતા રાજકોટ કિસાન સંઘ રોષે ભરાયું હતુ. મગફળીનું સેમ્પલ પાસ થઈ ગયા છતાં અધિકારીઓ દ્વારા મગફળીની ખરીદીની ના પાડવામાં આવી રહી છે. જેને લઈને કિસાન સંઘ દ્વારા મગફળીની ખરીદી પ્રક્રિયા પણ અટકાવવામાં આવી હતી. જ્યારે મગફળી ખરીદી કરનાર અધિકારીઓ દ્વારા એક બારદાનમા 30 કિલો મગફળી સમાતી ન હોવાના કારણે મગફળી ખરીદવાનો ખેડૂતોને ઇનકાર કર્યો હોવાનું જણાવ્યું હતું.

ચાલુ વર્ષે એક બારદાનમાં 30 કિલો મગફળી ભરતીનો નિયમ

વહીવટી તંત્ર અને પોલીસે ખરીદી કેન્દ્ર પર આવીને મામલો શાંત પાડ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ચાલુ વર્ષે એક બારદાનમાં 30 કિલો મગફળી ભરતીનો નિયમ રાખ્યો છે, પરંતુ અતિવૃષ્ટિના કારણે મગફળીના પાકમાં પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મગફળીના દાણા પણ આ વર્ષે નાના હોવાના કારણે એક બરદાનમાં માત્ર 25 કિલો જેટલી જ મગફળી મોટાભાગના ખેડૂતોની સમાય છે. જેને લઈને ખરીદી કેન્દ્રના અધિકારીઓ દ્વારા પણ મગફળીનું સેમ્પલ પાસ થયુ હોવા છતાં પણ મગફળીની ખરીદી કરવામાં આવતી નથી. જો કે કિસાન સંઘ દ્વારા હોબાળો મચાવતા તાત્કાલિક વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ ઘટના અથળે આવી હતી અને ખેડૂતોના પ્રશ્નનોનું તાત્કાલિક નિરાકરણ કર્યુ હતુ. આમ સમગ્ર મામલો થાળે પડતા ફરી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી.

Last Updated :Nov 9, 2020, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.